જાહેરાત
તાજા સમાચાર
માધવપુરમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા, ₹11,300 રોકડ કબજે. | ઝરમર વરસાદ વચ્ચે જામ્યો ખંભાળિયાનો રખ પાંચમનો મેળો, ઉમટ્યું માનવ મહેરામણ | ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક FTA, 95%થી વધુ ઉત્પાદનો થશે ટેરિફ-ફ્રી | હિમાચલમાં ચોમાસાની ભારે તારાજી, ₹3,212 કરોડનું નુકસાન; 296 લોકોનાં મોત | માધવપુરમાં લોખંડના પાઇપ વડે હુમલાનો આક્ષેપઃ દારૂની માંગણી બાદ મારામારી. | વિશા શ્રીમાની દેરાવાસી જૈન સમાજ દ્વારા તપસ્વીઓના પારણાનું આયોજન. | હિમાચલ પ્રદેશમાં ચોમાસાની આફતઃ 296 મોત, 59 રસ્તા બંધ અને ₹3,212 કરોડથી વધુનું નુકસાન. | અગ્નિશમન સેવાનો કાફલો થયો વધુ મજબૂતઃ જામનગરને મળ્યા 10 નવા વાહનો. | તારીખ : ૧૬/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 16 સપ્ટેમ્બર |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૮૦ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

મારું ગુજરાત ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 3,000 જગ્યાઓ પર ભરતી, અરજીથી પરીક્ષા સુધીનો સંભવિત કાર્યક્રમ જાહેર.

ગુજરાત પોલીસમાં લોકરક્ષકની 3,000 જગ્યાઓ પર ભરતી, અરજીથી પરીક્ષા સુધીનો સંભવિત કાર્યક્રમ જાહેર.

ગાંધીનગર: ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડર (LCR 2026-27) હેઠળ કુલ 3,000 જગ્યાઓ પર સીધી ભરતી માટેનો સંભવિત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ભરતીમાં બિન હથિયારી, હથિયારી લોકરક્ષક અને SRPFની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભરતી મુજબ 1,000 બિન હથિયારી લોકરક્ષક, 1,000 હથિયારી લોકરક્ષક અને 1,000 SRPF એમ કુલ 3,000 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયા માટેની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર-ઓક્ટોબર 2026 દરમિયાન બહાર પડવાની સંભાવના છે.

ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સંભવિત કાર્યક્રમ અનુસાર શારીરિક કસોટી (Physical Test) ડિસેમ્બર 2026થી જાન્યુઆરી 2027 દરમિયાન યોજાઈ શકે છે, જ્યારે લેખિત પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ 2027માં યોજાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે.

આ ભરતી માટે ધોરણ 12 પાસ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારોએ ભરતી સંબંધિત તમામ પાત્રતા, વયમર્યાદા, અનામત, અભ્યાસક્રમ અને અન્ય નિયમો માટે સત્તાવાર જાહેરાત પ્રકાશિત થયા બાદ વિગતવાર માહિતી તપાસવાની રહેશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને તમામ સત્તાવાર અપડેટ્સ અને ભરતી સંબંધિત માહિતી માટે GPRBની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત નજર રાખવાની અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ