રાશિફળ તા. ૦૩ ઓક્ટોબર, શનિવાર — ભાદરવા વદ સાતમનું રાશિફળ.
મેષ: કામમાં અડચણ અને વિલંબ અનુભવાય. ધર્મકાર્ય તથા શુભકાર્ય પાછળ ખર્ચ થઈ શકે. ધીરજ રાખવી. શુભ રંગઃ પીસ્તા | શુભ અંકઃ ૫-૭
વૃષભ: અગત્યના કાર્યોમાં ધીમે ધીમે સરળતા આવશે. મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ રહી શકે. મિલન-મુલાકાતથી લાભ થાય. શુભ રંગઃ પીળો | શુભ અંકઃ ૮-૬
મિથુન: કૌટુંબિક કાર્યોને લઈને દોડધામ રહેશે. અટકેલા કામમાં ઉકેલ મળતો જશે. સિઝનલ વ્યવસાયમાં આવક થવાની શક્યતા. શુભ રંગઃ લાલ | શુભ અંકઃ ૨-૪
કર્ક: ઉપરીવર્ગ, સહકર્મીઓ તથા નોકર-ચાકરવર્ગનો સહયોગ મળી શકે. આડોશ-પાડોશના કાર્યોમાં વ્યસ્તતા રહેશે. શુભ રંગઃ ગુલાબી | શુભ અંકઃ ૫-૩
સિંહ: કામકાજમાં વ્યસ્તતા હોવા છતાં મનને સંપૂર્ણ શાંતિ ન મળે. આવેશ કે ઉશ્કેરાટમાં નિર્ણય લેવાનું ટાળવું. શુભ રંગઃ બ્રાઉન | શુભ અંકઃ ૮-૪
કન્યા: મહેનત, બુદ્ધિ, અનુભવ અને આવડતથી મુશ્કેલ કામનો ઉકેલ લાવી શકશો. વાણીની મીઠાશથી કાર્ય સરળ બનશે. શુભ રંગઃ મરૂન | શુભ અંકઃ ૧-૬
તુલા: સિઝનલ ધંધામાં માલનો વધુ ભરાવો કરવાથી બચવું. નુકસાનીની શક્યતાઓથી સાવધ રહેવું અને ગ્રાહકોની જરૂરિયાતનું ધ્યાન રાખવું. શુભ રંગઃ જાંબલી | શુભ અંકઃ ૬-૪
વૃશ્ચિક: સંસ્થાકીય તથા જાહેરક્ષેત્રના કાર્યોમાં વ્યસ્તતા વધશે. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થતાં આનંદનો અનુભવ થઈ શકે. શુભ રંગઃ વાદળી | શુભ અંકઃ ૯-૪
ધન: સિઝનલ કે વાયરલ બીમારીથી સાવધ રહેવું. વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું. સામાજિક અને વ્યવહારિક કાર્યો પૂર્ણ થઈ શકે. શુભ રંગઃ પીચ | શુભ અંકઃ ૨-૫
મકર: નોકરી-ધંધાના કામે બહારગામ જવાનું બની શકે. મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત થશે. શુભકાર્ય થવાના યોગ બની શકે. શુભ રંગઃ મોરપીંછ | શુભ અંકઃ ૬-૧
કુંભ: પોતાના કાર્ય ઉપરાંત ઘર-પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રોના કામ માટે દોડધામ કરવી પડશે. મહેનત બાદ કામનો ઉકેલ આવશે. શુભ રંગઃ બ્લુ | શુભ અંકઃ ૨-૮
મીન: તમારા કાર્યની કદર અને પ્રશંસા થતાં આનંદ અનુભવશો. સિઝનલ ધંધામાં અચાનક ઘરાકી વધવાથી લાભ મળી શકે. શુભ રંગઃ કેસરી | શુભ અંકઃ ૩-૯