જાહેરાત
તાજા સમાચાર
માધવપુર ઘેડમાં જાહેર રસ્તા પર ગેરકાયદે દબાણનો મુદ્દો ગરમાયો, બંદર રોડ અને બાબુળી રોડ પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. | કેનેડાનો અમેરિકાને જડબાતોડ જવાબ! 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધીનો ટેરિફ, ટ્રેડ વોર વધુ ભડક્યો. | ક્રૂડ ઓઈલના ઉછાળાથી શેરબજારમાં હાહાકાર! સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, રોકાણકારોને મોટો ઝટકો. | 34 વર્ષની અવિરત પરંપરા: જામનગરમાં શ્રી દગડુશેઠ ગણપતિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ, તુલજા ભવાનીના ‘રાજે શહાજી મહાદ્વાર’ની થીમ બનશે આકર્ષણ. | તારીખ : ૦૯/૦૯/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | આજનો ઈતિહાસ : 9 સપ્ટેમ્બર | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨૭ | આજનું રાશિફળ: 09 સપ્ટેમ્બર 2026, બુધવાર | શ્રાવણ વદ તેરસ | ગુજરાતમાં કોડીન દવાઓના ગેરકાયદે વેચાણ સામે તંત્રની લાલ આંખ, ₹83 લાખથી વધુનો જથ્થો પ્રતિબંધિત. | જામજોધપુરના ખેડૂતોનો આક્ષેપ: કેનાલનું પાણી ન મળતાં ઉપવાસની ચીમકી, આત્મવિલોપનની પણ આપી ચેતવણી. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૩૫ વાર જોવાયેલ 58 મિનિટ પેહલા

રાશિફળ આજનું રાશિફળ: 09 સપ્ટેમ્બર 2026, બુધવાર | શ્રાવણ વદ તેરસ

આજનું રાશિફળ: 09 સપ્ટેમ્બર 2026, બુધવાર | શ્રાવણ વદ તેરસ

આજે વૃષભ સહિત કેટલીક રાશિના જાતકોને કામમાં પ્રશંસા અને પ્રગતિના યોગ છે, જ્યારે કેટલીક રાશિઓએ આરોગ્ય, રોકાણ અને ઉતાવળથી બચવાની જરૂર છે. જાણો તમામ 12 રાશિનું દૈનિક રાશિફળ.

♈ મેષ (અ-લ-ઈ)

આજે કામકાજમાં અનુકૂળતા રહેશે. પરિવાર અને ઘરેલુ જવાબદારીઓના કારણે દોડધામ અને મહેનત વધી શકે છે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૫, ૯

♉ વૃષભ (બ-વ-ઉ)

આપના કાર્યની પ્રશંસા અને કદર થશે. વિદેશ અથવા પરદેશ સંબંધિત કામોમાં પ્રગતિ થશે. ધાર્મિક કાર્યમાં જોડાવાનો અવસર મળી શકે.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૬, ૨

♊ મિથુન (ક-છ-ધ)

કામકાજમાં કેટલીક અડચણો આવી શકે છે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત નિર્ણયમાં ઉતાવળ ન કરવી. મનમાં ઉચાટ રહી શકે.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૪, ૩

♋ કર્ક (ડ-હ)

લાંબા સમયથી અટકેલા કામોમાં ધીમે-ધીમે પ્રગતિ થશે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થતાં માનસિક રાહત મળશે.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૨, ૫

♌ સિંહ (મ-ટ)

સિઝનલ ધંધો કરતા લોકોએ વધુ સ્ટોક ન ભરવો. ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાના હરીફોના પ્રયાસો થઈ શકે છે.

શુભ રંગ: મેંદી
શુભ અંક: ૬, ૧

♍ કન્યા (પ-ઠ-ણ)

સંસ્થાકીય અને જાહેર ક્ષેત્રના કામોમાં વ્યસ્તતા રહેશે. ઇચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત અથવા મિલન થઈ શકે છે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૫, ૯

♎ તુલા (ર-ત)

સિઝનલ અથવા વાયરલ બીમારીઓથી સાવધાન રહો. કામમાં પ્રતિકૂળતા અનુભવાઈ શકે છે. વાહન સાવચેતીપૂર્વક ચલાવો.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૮, ૪

♏ વૃશ્ચિક (ન-ય)

નોકરી અથવા ધંધાના કામે બહારગામ જવાનો યોગ છે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી બની શકે.

શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૨, ૫

♐ ધન (ભ-ધ-ફ-ઢ)

દિવસની શરૂઆતથી જ કામની વ્યસ્તતા રહેશે. સતત દોડધામના કારણે થાક અથવા કંટાળો અનુભવાઈ શકે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૪, ૯

♑ મકર (ખ-જ)

અચાનક અનુકૂળ સંજોગો સર્જાતા અટકેલા કામ ઝડપથી પૂર્ણ કરી શકશો. સંતાન તરફથી સારો સહકાર મળશે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૬, ૮

♒ કુંભ (ગ-શ-સ)

રોકાણ અને નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી. ઉતાવળ કે આવેશમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૪, ૧

♓ મીન (દ-ચ-ઝ-થ)

અગત્યના કામો પૂર્ણ થતાં આનંદની લાગણી રહેશે. રાજકીય અથવા સરકારી કામ માટે મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૬, ૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ