જાહેરાત
તાજા સમાચાર
કેશોદમાં ખુલ્લા ગટરના ઢાંકણાં બન્યા અકસ્માતનું આમંત્રણ, નગરપાલિકાની તાત્કાલિક કાર્યવાહીની ઉઠી માંગ. | જામનગરના સોનાપુરી પાછળ રહેણાંક મકાનમાં આગ, લાખો રૂપિયાનું નુકસાન છતાં જાનહાનિ ટળી. | રણબીર કપૂરની 'રામાયણ' રિલીઝ પહેલાં જ વિવાદમાં, શ્રી રામલીલા મહાસંઘે ફિલ્મના પ્રી-સ્ક્રીનિંગની કરી માંગ | તારીખ : 0૩/08/2026 નુ ન્યૂઝ પેપર. | આજનું રાશિફળ: તા. 03 ઓગસ્ટ, સોમવાર | અષાઢ વદ પાંચમ. | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૨ : સાંખ્ય યોગ શ્લોક ૨ | માંજલપુર પેટાચૂંટણીનું આજે પરિણામ: 19 રાઉન્ડમાં મતગણતરી, કડક સુરક્ષા વચ્ચે થશે વિજેતાનો નિર્ણય | ગુજરાતમાં ફરી મેઘરાજાનું જોર: આજે અનેક જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા | ઇજિપ્ત નજીક ભૂમધ્ય સમુદ્રમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ, ઇમરજન્સી તંત્ર એલર્ટ મોડ પર | પાવાગઢ જતાં પહેલાં જાણો: આજથી 6 દિવસ માટે રોપ-વે સેવા રહેશે બંધ |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૨૫ વાર જોવાયેલ 55 મિનિટ પેહલા

રાશિફળ આજનું રાશિફળ: તા. 03 ઓગસ્ટ, સોમવાર | અષાઢ વદ પાંચમ.

આજનું રાશિફળ: તા. 03 ઓગસ્ટ, સોમવાર | અષાઢ વદ પાંચમ.

કન્યા સહિત બે રાશિના જાતકોને મળશે શુભ પરિણામ, સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં સફળતાના યોગ

મેષ (અ, લ, ઈ)
આજે દિવસ દરમિયાન તન, મન અને ધન સંબંધિત બાબતોમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખો. પરિવારના કોઈ પ્રશ્નને લઈને માનસિક ચિંતા થઈ શકે છે. વિવાદોથી દૂર રહી શાંતિપૂર્વક દિવસ પસાર કરવો હિતાવહ રહેશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૧, ૩

વૃષભ (બ, વ, ઉ)
દિવસની શરૂઆત સામાન્ય રહેશે, પરંતુ સમય જતાં પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે. અટવાયેલા કાર્યોમાં સરળતા મળશે અને મનની ચિંતા ધીમે ધીમે ઓછી થશે. કાર્યસ્થળે સકારાત્મક પરિણામો મળી શકે છે.
શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૨, ૫

મિથુન (ક, છ, ધ)
આજે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા રહેશે. સામાજિક અને વ્યવહારિક કાર્યોમાં સક્રિય ભાગ લેશો. નવા સંપર્કો લાભદાયક બની શકે છે. દિવસ દરમિયાન જવાબદારીઓ વધશે પરંતુ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.
શુભ રંગ: વાદળી | શુભ અંક: ૩, ૬

કર્ક (ડ, હ)
અટવાયેલા કાર્યોમાં અચાનક અનુકૂળતા મળવાથી રાહત અનુભવશો. વ્યવસાયમાં લાભના સંકેત છે અને મહત્વના કાર્યો ઝડપથી પૂર્ણ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૧, ૪

સિંહ (મ, ટ)
સરકારી, કાયદાકીય અથવા ખાતાકીય કામોમાં સાવચેતી રાખવાની જરૂર છે. અચાનક ખર્ચ અથવા ખરીદીના કારણે બજેટ પર અસર પડી શકે છે. નાણાકીય આયોજન સમજી-વિચારીને કરવું.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૫, ૭

કન્યા (પ, ઠ, ણ)
આજે આપની યોજના અને ધારણા મુજબ કાર્યો પૂર્ણ થતાં ઉત્સાહમાં વધારો થશે. મહત્વપૂર્ણ મુલાકાતો અને ચર્ચાઓ લાભદાયક રહેશે. સામાજિક અને વ્યવસાયિક ક્ષેત્રે સકારાત્મક પરિણામો મળવાના યોગ છે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૬, ૮

તુલા (ર, ત)
નાણાકીય રોકાણ અને વ્યવહાર માટે દિવસ અનુકૂળ છે. અટવાયેલા પ્રશ્નોનો ઉકેલ મળતાં માનસિક રાહત મળશે. વેપાર અને વ્યવસાયમાં પ્રગતિના સંકેતો છે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૯, ૪

વૃશ્ચિક (ન, ય)
આજે યશ, પ્રતિષ્ઠા અને આર્થિક લાભમાં વધારો થઈ શકે છે. સંયુક્ત ધંધા અથવા ભાગીદારીના કાર્યોમાં પરિવાર અને ભાઈ-ભાંડુનો સહયોગ મળશે. મહત્વના કાર્યોમાં સફળતા મળશે.
શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૪, ૯

ધન (ભ, ધ, ફ, ઢ)
કામકાજમાં નાની-મોટી અડચણો આવી શકે છે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત નિર્ણયમાં ઉતાવળ ન કરવી. પરિવારની જવાબદારીઓ વધવાથી થોડી ચિંતા અનુભવાઈ શકે છે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૫, ૭

મકર (ખ, જ)
લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ધીમે ધીમે પ્રગતિ થશે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થશે અને ઘરેલુ વાતાવરણમાં રાહત અનુભવશો. ધીરજ રાખવાથી સફળતા મળશે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૬, ૮

કુંભ (ગ, શ, સ)
નોકરી અને ધંધામાં વધારાની જવાબદારીઓ આવી શકે છે. સહકર્મીઓના કામમાં સહયોગ આપવો પડી શકે છે, જેના કારણે કાર્યભાર વધશે. સમયનું યોગ્ય આયોજન લાભદાયક રહેશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૧, ૩

મીન (દ, ચ, ઝ, થ)
અગત્યના કાર્યોમાં સફળતા મળવાથી રાહત અનુભવશો. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તો લાભ મળવાની શક્યતા છે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૨, ૫

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ