જાહેરાત
તાજા સમાચાર
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: બેટ વિસ્તારમાં સરકારી-ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ. | વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી. | એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે. | પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજસીટોક. | જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, ૯ ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. | ‘TIP’નો ખેલ ખતમ! કેબ બુકિંગ પહેલાં નહીં આપી શકાય એડવાન્સ ટિપ, કેન્દ્રનો મોટો આદેશ. | સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,350ની આસપાસ; બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. | ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૯૮ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

રાશિફળ આજનું રાશિફળ: તા. 04 ઓગસ્ટ, મંગળવાર | અષાઢ વદ છઠ્ઠ

આજનું રાશિફળ: તા. 04 ઓગસ્ટ, મંગળવાર | અષાઢ વદ છઠ્ઠ

તુલા સહિત બે રાશિના જાતકો માટે દિવસની શરૂઆત પડકારજનક, પરંતુ સમય જતાં સ્થિતિમાં સુધારાના સંકેત

મેષ (અ, લ, ઈ)
આજે મનમાં ચિંતા અને અસમંજસની સ્થિતિ રહી શકે છે. મહત્વના નિર્ણયો લેવામાં દ્વિધા અનુભવાતા કેટલાક કામમાં વિલંબ થવાની શક્યતા છે. શાંતિપૂર્વક વિચાર કરીને આગળ વધશો તો પરિસ્થિતિ સંભાળી શકશો.
શુભ રંગ: લાલ
શુભ અંક: 7, 9

વૃષભ (બ, વ, ઉ)
દિવસ દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરશો, પરંતુ અન્ય જવાબદારીઓ પણ વધતી જશે. સમયનું યોગ્ય આયોજન કરશો તો કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો.
શુભ રંગ: બ્લુ
શુભ અંક: 8, 4

મિથુન (ક, છ, ધ)
વ્યાવસાયિક કામગીરીની સાથે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ પણ નિભાવવી પડી શકે છે. પાડોશી અથવા નજીકના લોકો સાથેના કામમાં સહભાગી બનવાનો પ્રસંગ આવી શકે છે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 6, 9

કર્ક (ડ, હ)
દિવસ આગળ વધતાં કામમાં નાના-મોટા અવરોધો આવી શકે છે. અચાનક ખર્ચ થવાની શક્યતા હોવાથી નાણાકીય આયોજનમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: 2, 5

સિંહ (મ, ટ)
સવારના સમયે મનમાં બેચેની અથવા અશાંતિ અનુભવાઈ શકે છે, પરંતુ દિવસ પસાર થતાં પરિસ્થિતિ અનુકૂળ બનશે. આત્મવિશ્વાસ જાળવી રાખશો તો રાહત મળશે.
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: 1, 6

કન્યા (પ, ઠ, ણ)
દિવસની શરૂઆત સારી રહેશે, પરંતુ બપોર બાદ કેટલાક કામમાં મુશ્કેલી આવી શકે છે. અનાવશ્યક ચર્ચા કે વાદ-વિવાદથી દૂર રહેવું લાભદાયક રહેશે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: 4, 9

તુલા (ર, ત)
શરૂઆતમાં કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે, પરંતુ ધીમે-ધીમે કામ સરળ બનશે. ધીરજ રાખીને કાર્ય કરશો તો દિવસ અંતે સંતોષજનક પરિણામ મળી શકે છે.
શુભ રંગ: પીળો
શુભ અંક: 8, 5

વૃશ્ચિક (ન, ય)
દિવસ આગળ વધતાં કાર્યક્ષેત્રમાં પડકારો વધી શકે છે. ખાસ કરીને નાણાકીય લેવડદેવડમાં ઉતાવળ કરવાને બદલે સંપૂર્ણ વિચારણા પછી નિર્ણય લેવો.
શુભ રંગ: સફેદ
શુભ અંક: 2, 4

ધન (ભ, ધ, ફ, ઢ)
સવારમાં સુસ્તી અથવા થાક અનુભવાઈ શકે છે, પરંતુ દિવસ આગળ વધતાં ઊર્જા અને ઉત્સાહમાં વધારો થશે. મહત્વના કાર્યો પૂર્ણ કરવા માટે અનુકૂળ સમય રહેશે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: 8, 5

મકર (ખ, જ)
કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધશે અને સામાજિક તેમજ વ્યવહારિક જવાબદારીઓ પણ નિભાવવી પડશે. આયોજનબદ્ધ રીતે કામ કરશો તો સફળતા મળશે.
શુભ રંગ: લીલો
શુભ અંક: 9, 6

કુંભ (ગ, શ, સ)
દિવસની શરૂઆત દોડધામભરી રહી શકે છે, પરંતુ સમય જતાં કાર્યનું દબાણ ઘટશે. બાકી રહેલા કામ પૂર્ણ કરવાની સારી તક મળશે.
શુભ રંગ: કેસરી
શુભ અંક: 4, 7

મીન (દ, ચ, ઝ, થ)
દિવસ આગળ વધતાં કામમાં થોડી મુશ્કેલીઓ અનુભવાઈ શકે છે. નાણાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી અને જોખમી નિર્ણયો ટાળવા.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: 6, 3

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ