જાહેરાત
તાજા સમાચાર
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: બેટ વિસ્તારમાં સરકારી-ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ. | વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી. | એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે. | પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજસીટોક. | જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, ૯ ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. | ‘TIP’નો ખેલ ખતમ! કેબ બુકિંગ પહેલાં નહીં આપી શકાય એડવાન્સ ટિપ, કેન્દ્રનો મોટો આદેશ. | સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,350ની આસપાસ; બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. | ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૮૮ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

રાશિફળ આજનું રાશિફળ: તા. ૦૫ ઓગસ્ટ, બુધવાર | અષાઢ વદ સાતમ.

આજનું રાશિફળ: તા. ૦૫ ઓગસ્ટ, બુધવાર | અષાઢ વદ સાતમ.

ધન સહિત બે રાશિના જાતકોને બુદ્ધિ અને અનુભવથી મળશે સફળતા, જ્યારે મકર રાશિના વેપારીઓએ માલનો વધુ ભરાવો કરવાનું ટાળવું

♈ મેષ (અ-લ-ઈ)

નોકરી-ધંધા સંબંધિત કામ માટે બહારગામ જવાનું બની શકે. ધાર્મિક અથવા શુભ કાર્યમાં ભાગ લેવાથી માનસિક આનંદ અને સંતોષ મળશે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૨, ૯

♉ વૃષભ (બ-વ-ઉ)

સામાજિક અને વ્યવહારિક કાર્યોને કારણે દોડધામ રહેશે. સંતાન સંબંધિત ચિંતાઓમાં રાહત અનુભવાશે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૧, ૮

♊ મિથુન (ક-છ-ધ)

આપના કાર્યની પ્રશંસા થતાં આત્મવિશ્વાસમાં વધારો થશે. સિઝનલ ધંધામાં અચાનક સારી ઘરાકી મળવાની શક્યતા છે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૬, ૪

♋ કર્ક (ડ-હ)

કામકાજમાં નાના-મોટા અવરોધો આવી શકે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૪, ૮

♌ સિંહ (મ-ટ)

લાંબા સમયથી અટવાયેલા મહત્વના કામનો ઉકેલ મળવાથી રાહત મળશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે.

શુભ રંગ: દુધિયા
શુભ અંક: ૫, ૩

♍ કન્યા (પ-ઠ-ણ)

ધંધામાં લાભની સંભાવના છે. સાથે સાથે પારિવારિક જવાબદારીઓને કારણે દોડધામ પણ રહેશે.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૬, ૯

♎ તુલા (ર-ત)

ઉપરી અધિકારીઓ, સહકર્મચારીઓ અને કર્મચારીઓનો સારો સહકાર મળશે. વિદેશ અથવા પરદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૭, ૪

♏ વૃશ્ચિક (ન-ય)

દિવસભર કામકાજ છતાં મનને સંપૂર્ણ શાંતિ નહીં મળે. વાહન ચલાવતી વખતે ખાસ સાવચેતી રાખવી.

શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૪, ૯

♐ ધન (ભ-ધ-ફ-ઢ)

બુદ્ધિ, અનુભવ અને આવડતના આધારે મુશ્કેલ કામનો સફળ ઉકેલ લાવી શકશો. મીઠી વાણીથી સંબંધો અને કામ બંનેમાં સરળતા રહેશે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૮, ૬

♑ મકર (ખ-જ)

સિઝનલ ધંધામાં વધુ માલનો સ્ટોક કરવાનું ટાળવું. નુકસાનથી બચવા માટે સાવચેતી રાખો અને ગ્રાહકો સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૧, ૩

♒ કુંભ (ગ-શ-સ)

રાજકીય અથવા સરકારી કામ માટે મહત્વપૂર્ણ મુલાકાતો થઈ શકે છે. સંસ્થાકીય કાર્યોમાં સાનુકૂળ પરિણામ મળશે.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૨, ૫

♓ મીન (દ-ચ-ઝ-થ)

દિવસની શરૂઆતથી જ સુસ્તી અને બેચેની અનુભવાઈ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અને આરામ માટે સમય કાઢવો.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૯, ૬

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ