જાહેરાત
તાજા સમાચાર
PM મોદી સાથે મુલાકાત કરશે શરદ પવાર જૂથના તમામ સાંસદો, સુપ્રિયા સુલેએ જણાવ્યું કારણ. | ભારતમાં AIનો વધતો પ્રભાવ: 12% નોકરીઓમાં માણસોની જગ્યાએ AI લે તેવી શક્યતા, 48% કર્મચારીઓને કામમાં મદદરૂપ બનશે. | રાજદ્વારી નિષ્ફળતા? સજા પૂર્ણ થયા બાદ પણ 178 ભારતીય માછીમારો પાકિસ્તાની જેલમાં કેદ, દર વર્ષે 4થી 5ના મોત. | નાસિકમાં ભૂકંપના આંચકાથી દક્ષિણ ગુજરાતમાં પણ ધરા ધ્રૂજી. | ગુજરાતમાં PTC/D.El.Ed પ્રવેશ પ્રક્રિયા પર સવાલ: 70 જેટલી કૉલેજોને લઈને ગેરરીતિના આક્ષેપ, વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ચિંતા. | ગુજરાતમાં વરસાદની અસમાનતા યથાવત્: 9 જિલ્લામાં 30%થી વધુ ઘટ, દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81% અછત. | તારીખ : 0૯/08/2026 નુ ન્યૂઝ પેપર. | જાણો, તા. ૦૯ ઓગસ્ટ, રવિવાર અને અષાઢ વદ અગિયારસનું રાશિફળ. | નાગેશ્વર-મૂળવાસર રોડ પર ફાયરબ્રિગેડની ગાડી પલટી, ભેંસોના બચાવ દરમિયાન અકસ્માત. | ભાણવડમાં ગૌશાળા નજીકથી રિક્ષામાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો, ₹1.20 લાખનો મુદ્દામાલ કબજે. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૩૧ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ગુજરાતમાં વરસાદની અસમાનતા યથાવત્: 9 જિલ્લામાં 30%થી વધુ ઘટ, દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81% અછત.

ગુજરાતમાં વરસાદની અસમાનતા યથાવત્: 9 જિલ્લામાં 30%થી વધુ ઘટ, દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 81% અછત.

ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 25 ઈંચ વરસાદ સાથે મોસમનો આશરે 70 ટકા વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું વિતરણ અસમાન રહેતા ચિંતાની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના 14 જિલ્લાઓમાં હજુ વરસાદની ઘટ છે, જેમાં 9 જિલ્લાઓમાં 30 ટકાથી પણ વધુ વરસાદી ઘટ નોંધાઈ છે.

દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ વરસાદની ઘટ

વરસાદના આંકડા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 81 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 2.06 ઈંચ એટલે કે સિઝનના આશરે 6.24 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત પોરબંદરમાં 67 ટકા જેટલી વરસાદની ઘટ છે. જ્યારે જામનગર, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પણ વરસાદની અછત જોવા મળી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ

રાજ્યના અલગ-અલગ પ્રદેશોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર કરી છે. અહીં અત્યાર સુધીમાં 58.83 ઈંચ સાથે મોસમનો આશરે 97 ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ આ પ્રમાણે છે:

  • દક્ષિણ ગુજરાત: 58.83 ઈંચ — 97%
  • પૂર્વ-મધ્ય ગુજરાત: 15.10 ઈંચ — 67%
  • સૌરાષ્ટ્ર: 16.37 ઈંચ — 54.58%
  • ઉત્તર ગુજરાત: 14.78 ઈંચ — 51.39%
  • કચ્છ: 5.71 ઈંચ — માત્ર 29%

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની રાહ

રાજ્યમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો મોટાભાગનો વરસાદ પડી ચૂક્યો છે, તો બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. વરસાદના આ અસમાન વિતરણની અસર કૃષિ અને જળસંચય પર પડવાની શક્યતા છે.

ખાસ કરીને જે જિલ્લાઓમાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ છે ત્યાં આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો પાકની સ્થિતિ, પીવાના પાણીની ઉપલબ્ધતા અને જળાશયોના પાણીના સ્તર પર તેની અસર જોવા મળી શકે છે.

હાલ રાજ્યમાં સરેરાશ 70 ટકા વરસાદ નોંધાયો હોવા છતાં જિલ્લાવાર વરસાદમાં રહેલી મોટી અસમાનતા આગામી ચોમાસાના દિવસોમાં મહત્વપૂર્ણ બની રહેશે. ખેડૂતો અને વહીવટી તંત્રની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર ટકેલી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ