જાહેરાત
તાજા સમાચાર
તારીખ ૧૩/૦૬/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | આજનું રાશિફળ: તા. 13 જૂન, શનિવાર (અધિક જેઠ વદ તેરસ) | ભાણવડના ટીંબડી ગામે 7 ફૂટ લાંબો અજગર ઘૂસતા ગ્રામજનોમાં ફફડાટ: એનિમલ લવર્સની ટીમે સફળતાપૂર્વક કર્યું રેસ્ક્યુ. | ચોમાસા પૂર્વે વોર્ડ નં. 5માં સફાઈ અને પ્રિ-મોન્સૂન કામગીરીને વેગ: કોર્પોરેટરોની હાજરીમાં વરસાદી પાણીના નિકાલ માટે વિશેષ અભિયાન. | જામનગરમાં સેવા, સંસ્કાર અને પ્રાણીપ્રેમની અનોખી પરંપરા: 1500 કિલો પૌષ્ટિક લાડુઓથી મૂંગા પશુઓનું થશે સન્માન. | મિશન બેટર પોલિસિંગને નવી દિશા: ડીજીપી જી.એસ. મલિકે રાજ્યભરમાં ખાનગી CCTVને પોલીસ નેટવર્ક સાથે જોડવા આપ્યા આદેશ. | સાયચા ગેંગ પર પોલીસનો વધુ એક મોટો ઘા: ત્રણ આરોપી જેલમાંથી કસ્ટડીમાં લઈ 8 દિવસના રિમાન્ડ પર. | જામનગરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી: ગાડુકા ગામેથી 4.33 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો, રૂ. 2.07 લાખનો મુદ્દામાલ જપ્ત. | અમદાવાદ પ્લેન ક્રેશની દુઃખદ યાદોથી આધુનિક આરોગ્યધામ સુધીનો સફર: રૂ. 547 કરોડના મહાપ્રોજેક્ટથી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ, રીહેબ સેન્ટર, હોસ્પિટલ અને અદ્યતન લેબોરેટરીનું થશે નિર્માણ. | ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવના ચોંકાવનારા આંકડા: એક મહિનામાં 1.88 લાખથી વધુ વાહનચાલકો સામે કાર્યવાહી, ₹5.21 કરોડનો દંડ વસૂલાયો |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૬૨ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

મારું શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપકોને સમાન હક્કો અપાવાની માંગ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત પ્રાધ્યાપકોને સમાન હક્કો અપાવાની માંગ.

યશવંત જનાણીએ મુખ્યમંત્રી સમક્ષ કરી રજૂઆત

રાજકોટ:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક નિવૃત્ત અને નિવૃત્તિની નજીક પહોંચેલા પ્રાધ્યાપકોને પગાર રક્ષણ તથા અગાઉની સેવાકાળ દરમિયાન મળેલી રજાઓના લાભથી વંચિત રાખવામાં આવતા હોવાના મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે. આ મુદ્દે સૌરાષ્ટ્ર વિદ્યાર્થી ઉત્કર્ષ સમાજના સ્થાપક ટ્રસ્ટી યશવંત જનાણીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.

યશવંત જનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં દાયકાઓથી એવી જોગવાઈ અમલમાં છે કે યુ.જી.સી. પગાર ધોરણ હેઠળ કાર્યરત કોઈ પ્રાધ્યાપક કોલેજમાં વર્ષો સુધી સેવા આપ્યા બાદ રાજ્ય સરકારની કોઈપણ યુનિવર્સિટીમાં જોડાય તો તેની અગાઉની સેવા સળંગ ગણવામાં આવે, તેને પગાર રક્ષણ આપવામાં આવે અને અગાઉની સેવામાં મળેલા રજાના લાભો પણ યથાવત્ રાખવામાં આવે.

તેમણે આક્ષેપ કર્યો છે કે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલાક પ્રાધ્યાપકોને પેન્શનના હેતુસર અગાઉની સેવા સળંગ ગણવામાં આવી છે, પરંતુ તેમને પગાર રક્ષણ તથા અગાઉની સેવાકાળ દરમિયાન પ્રાપ્ત થયેલી તમામ રજાઓના લાભો આપવામાં આવ્યા નથી. જેના કારણે નિવૃત્તિ સમયે તેઓને આર્થિક અને વહીવટી રીતે નુકસાન ભોગવવું પડી રહ્યું છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં આવા કિસ્સાઓમાં પ્રાધ્યાપકોને પગાર રક્ષણ અને રજાઓના લાભો નિયમિત રીતે આપવામાં આવે છે. ગુજરાત દેશ માટે મોડેલ સ્ટેટ તરીકે ઓળખાય છે ત્યારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં આવી વિસંગતતાઓ દૂર થવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું છે.

યશવંત જનાણીએ બંધારણના સમાનતાના અધિકારનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તમામ કર્મચારીઓને સમાન અને સમકક્ષ ધોરણે લાભ મળવા જોઈએ. જો કેટલાક પ્રાધ્યાપકોને લાભ આપવામાં આવે અને અન્યને તેનાથી વંચિત રાખવામાં આવે તો તે સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ ગણાય.

તેમણે પત્રમાં એવી પણ નોંધ લીધી છે કે કેટલાક પ્રાધ્યાપકોને પાછળના દરવાજેથી પગાર રક્ષણ આપવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદો સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સુધી પહોંચી છે. આ તમામ ફરિયાદો હાલ સરકારી રેકોર્ડમાં ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું છે. તેથી સમગ્ર મામલે પારદર્શક અને સમાન ધોરણ અપનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

યશવંત જનાણીના જણાવ્યા અનુસાર પેન્શન અને નિવૃત્તિના અન્ય લાભો કોઈ કૃપા નહીં પરંતુ સરકારી કર્મચારીઓનો કાયદેસરનો હક્ક છે. વર્ષો સુધી સરકારી અનુદાનિત સંસ્થાઓમાં સતત સેવા આપનાર કર્મચારીઓને તેમના હક્કોથી વંચિત રાખવા યોગ્ય નથી. તેમણે જણાવ્યું છે કે આ બાબતે ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા અનેક ઐતિહાસિક ચુકાદાઓ પણ માર્ગદર્શક બની શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું છે કે નિવૃત્ત પ્રાધ્યાપકોને પોતાના હક્ક માટે ગુજરાત હાઈકોર્ટ સુધી જવું પડે તેવી સ્થિતિ ઊભી થવી દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર સ્તરે જ યોગ્ય નિર્ણય લઈને આવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તો શિક્ષણજગતને મોટી રાહત મળી શકે છે.

પત્રમાં મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અસરગ્રસ્ત પ્રાધ્યાપકોના પગાર રક્ષણ, અગાઉની સેવાઓની સળંગ ગણતરી અને પ્રાપ્ત રજાઓના લાભ અંગે તાત્કાલિક હકારાત્મક નિર્ણય લેવામાં આવે. સાથે જ વિવાદાસ્પદ ગણાતા પરિપત્રને રદ કરીને તમામ પ્રાધ્યાપકોને સમાન ધોરણે લાભો આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.

યશવંત જનાણીએ પોતાના પત્રની નકલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, નાણા વિભાગના અગ્ર સચિવ તેમજ Commissionerate of Higher Education Gujaratને પણ મોકલી છે, જેથી સમગ્ર મુદ્દે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે.

શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્તુળોમાં આ રજૂઆતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય લે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક નિવૃત્ત અને નિવૃત્તિના આરે આવેલા પ્રાધ્યાપકોને સીધો લાભ મળી શકે છે. હાલ સમગ્ર શિક્ષણજગતની નજર રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ