જાહેરાત
તાજા સમાચાર
TET મુક્તિ સહિતની માંગણીઓ માટે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોનું ધરણું, ‘શિક્ષક એકતા જિંદાબાદ’ના નારાથી ગુંજ્યું પ્રદર્શન. | સિક્કામાં ત્રિપલ તલાકનો આરોપ: પરણિત મહિલાની ફરિયાદ બાદ પતિ સામે ગુનો નોંધાયો. | વૃક્ષ નહીં, સંસ્કાર પણ વાવ્યા: વલાસણમાં DYSP સમીર સારડાની આગેવાનીમાં પોલીસની અનોખી પહેલ. | હાર્ટ, બીપી અને ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહત: સરકારે 39 આવશ્યક દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી. | કાશ્મીરમાં આભ ફાટતાં હાહાકાર: અનંતનાગ-પહલગામમાં ફ્લેશ ફ્લડ, ઘરો-હોટલો પાણીમાં ગરકાવ. | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે, એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત. | દેવભૂમિ દ્વારકામાં સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાવનાર સામે કડક કાર્યવાહી. | આજનું રાશિફળ – તા. 12 જુલાઈ, રવિવાર | જેઠ વદ તેરસ. | તારીખ : ૧૨/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | અમદાવાદ-ધોલેરા-ભાવનગર કનેક્ટિવિટીને મળશે નવી ગતિ: હાઈવે વિસ્તરણનું કામ 3 મહિનામાં શરૂ થશે, |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૬૧ વાર જોવાયેલ 3 કલાક પેહલા

રાશિફળ આજનું રાશિફળ – તા. 12 જુલાઈ, રવિવાર | જેઠ વદ તેરસ.

આજનું રાશિફળ – તા. 12 જુલાઈ, રવિવાર | જેઠ વદ તેરસ.

મકર સહિત બે રાશિના જાતકોએ તન-મન-ધન અને વાહન બાબતે વિશેષ સાવચેતી રાખવી, વિવાદોથી દૂર રહેવું

મેષ (અ, લ, ઈ):
આજે અચાનક અનુકૂળ સંજોગો સર્જાતા અટવાયેલા કાર્યોમાં ઝડપથી પ્રગતિ થશે. વિદેશ અથવા પરદેશ સંબંધિત કામોમાં સારા પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સરળતા રહેશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૮, ૫

વૃષભ (બ, વ, ઉ):
સરકારી, રાજકીય અથવા દસ્તાવેજી કામોમાં ઉતાવળ ન કરવી. અચાનક ખર્ચ અથવા જરૂરી ખરીદી થઈ શકે છે. નાણાકીય આયોજનમાં સાવચેતી રાખવી યોગ્ય રહેશે.
શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૪, ૭

મિથુન (ક, છ, ધ):
યોજનાબદ્ધ રીતે કામ પૂર્ણ થવાથી ઉત્સાહમાં વધારો થશે. વિદેશી સંપર્કો અથવા પરદેશ સંબંધિત કાર્યોમાં આગળ વધવાની તક મળશે. નવા અવસરો મળી શકે છે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૩, ૯

કર્ક (ડ, હ):
વ્યવસાય અને નોકરીમાં અનુકૂળતા રહેશે. આવકમાં વધારો થવાની શક્યતા છે. મહત્વના વ્યવહારિક કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૨, ૭

સિંહ (મ, ટ):
માન-સન્માન, પ્રતિષ્ઠા અને આર્થિક લાભમાં વધારો થાય તેવી સંભાવના છે. મિત્રો અથવા સ્વજનો સાથે મુલાકાતથી આનંદ મળશે. નવા સંબંધો પણ લાભદાયી બની શકે છે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૨, ૫

કન્યા (પ, ઠ, ણ):
કામકાજમાં કેટલાક અવરોધો આવી શકે છે. ધાર્યા મુજબ પરિણામ ન મળતાં મનમાં અસંતોષ રહે. ધીરજ રાખીને આગળ વધશો તો પરિસ્થિતિ સુધરશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૮, ૪

તુલા (ર, ત):
લાંબા સમયથી અટવાયેલા કાર્યોનો ધીમે ધીમે ઉકેલ આવશે. મીઠી વાણી અને સમજદારીથી સંબંધોમાં લાભ થશે. સમાધાનથી કામ લેવું લાભદાયી રહેશે.
શુભ રંગ: મરૂન | શુભ અંક: ૭, ૯

વૃશ્ચિક (ન, ય):
હરીફો અથવા ઈર્ષાળુ લોકો તરફથી મુશ્કેલી ઊભી થઈ શકે છે. વાદ-વિવાદ, ગેરસમજ અને મનદુઃખથી દૂર રહેવું. કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૪, ૮

ધન (ભ, ધ, ફ, ઢ):
મહત્વપૂર્ણ કામોનો ઉકેલ આવતાં રાહત અનુભવશો. નવા નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ રહેશે. અધિકારીઓ અને વડીલોનો સહયોગ મળશે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૩, ૧

મકર (ખ, જ):
આજે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. તન, મન, ધન અને વાહન સંબંધિત બાબતોમાં બેદરકારી ન રાખવી. ઉતાવળ ટાળવી અને વિવાદોથી દૂર રહેવું હિતાવહ રહેશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૨, ૬

કુંભ (ગ, શ, સ):
દેશ-વિદેશના વેપાર, આયાત-નિકાસ અને ભાગીદારીના કાર્યોમાં પ્રગતિ થશે. ભાઈ-ભાંડુ અને સહભાગીઓનો સારો સહકાર મળશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૫, ૭

મીન (દ, ચ, ઝ, થ):
દિવસની શરૂઆતથી જ વિવિધ કાર્યોમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કામોમાં પ્રગતિ થઈ શકે છે. યોગ્ય આયોજનથી સફળતા મળશે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩, ૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ