જાહેરાત
તાજા સમાચાર
શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી. | ગુજરાત એસટી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, હવે 58 ટકા DA સાથે એરિયર્સનો પણ લાભ. | ફરી ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ | જનરલ ધીરજ સેઠે સંભાળ્યો ભારતીય સેનાના નવા આર્મી ચીફનો કાર્યભાર, સમૃદ્ધ લશ્કરી અનુભવ સાથે નવી જવાબદારીની શરૂઆત | દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાનો મુદ્દો બન્યો વિવાદનું કારણ, જામનગરમાં યુવક પર માતા સહિત ત્રણ શખ્સ સામે હુમલાનો ગુનો નોંધાયો. | ધોરાજીમાં મહિલાના ઘર સુધી પહોંચી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના... | આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: મેડિકલ જામીનની અરજી ફગાવી, કોઈ વચગાળાની રાહત નહીં | "ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ. | ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. | હારીજમાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ: ઓનલાઈન દસ્તાવેજોમાં ‘ઇસ્લામપુરા’ દર્શાવાતા વિરોધ, મામલતદારને આવેદનપત્ર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું.

ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું.

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સોપાન ઉમેરાયું, ગાંધીનગર ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થાપિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર્સ એજ્યુકેશન (IITE) માટે અંદાજે ₹127 કરોડના ખર્ચે નિર્માણ પામનારા અદ્યતન શૈક્ષણિક ભવન અને આધુનિક હોસ્ટેલનું ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું, આ પ્રસંગે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, નવા કેમ્પસના નિર્માણ સાથે IITEને વિશ્વસ્તરીય શિક્ષક તાલીમ અને સંશોધન કેન્દ્ર તરીકે વિકસાવવાનો માર્ગ વધુ મજબૂત બનશે, પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક એકેડેમિક બિલ્ડિંગ, ફેકલ્ટી બ્લોક, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સ્માર્ટ વર્ગખંડો, સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાઇબ્રેરી, મ્યુઝિયમ, રમત-ગમત માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ તેમજ 600થી વધુ વિદ્યાર્થીઓને સમાવી શકે તેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે,

ભૂમિપૂજન પ્રસંગે શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે આજે માત્ર એક નવા ભવનના નિર્માણની શરૂઆત નહીં પરંતુ દેશના ભવિષ્યના ઘડતર માટે રાષ્ટ્રનિર્માતા શિક્ષકો તૈયાર કરવાની નવી દિશાનો પ્રારંભ થયો. તેમણે જણાવ્યું કે ભારત માત્ર પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ગુણવત્તાસભર શિક્ષકો તૈયાર કરે તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝનને IITE નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું, તેમણે જણાવ્યું કે વર્ષ 2010માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી સ્થાપિત આ વિશિષ્ટ યુનિવર્સિટીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વકક્ષાના શિક્ષકો તૈયાર કરવાનો રહ્યો. આજે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલી ₹127 કરોડની ગ્રાન્ટના આધારે યુનિવર્સિટીના માળખાકીય વિકાસને નવી ગતિ મળશે. નવા ભવનમાં શિક્ષણ અને સંશોધન માટે અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આંતરરાષ્ટ્રીય ધોરણનું શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે.

 

ડૉ. વાજાએ જણાવ્યું કે ગુજરાત નવી શિક્ષણ નીતિ (NEP-2020)ના અમલીકરણમાં સમગ્ર દેશમાં અગ્રેસર રાજ્ય તરીકે ઉભર્યું. બહુવિષયક અભ્યાસ, સંશોધન, ઇનોવેશન અને કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે IITEને હવે મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી તરીકે વિકસાવવામાં આવી રહી. આ હેતુસર વિવિધ જ્ઞાનશાખાઓને આવરી લેતી સાત નવી યુનિવર્સિટી સ્કૂલ્સની રચના કરવામાં આવી, જે શિક્ષણ ક્ષેત્રે નવા સંશોધન અને ગુણવત્તાયુક્ત અભ્યાસને વેગ આપશે, શિક્ષણમંત્રીના જણાવ્યા મુજબ શિક્ષણ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું સૌથી શક્તિશાળી સાધન બની રહ્યું. એક સારો શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સમગ્ર સમાજને દિશા આપતો હોવાથી IITE જેવી સંસ્થાઓનું મહત્વ સતત વધી રહ્યું. આજે જે ભવનનું ભૂમિપૂજન થયું તે માત્ર ઈંટ અને સિમેન્ટનું માળખું નહીં પરંતુ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના ભવિષ્યની મજબૂત આધારશિલા સમાન બનશે.

 

ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક વિચારોને સાકાર કરતી આ યુનિવર્સિટી માત્ર શિક્ષણ આપતી સંસ્થા નહીં પરંતુ શિક્ષણ ક્ષેત્રે સંશોધન, નવીનતા અને આધુનિક વિચારધારાનું કેન્દ્ર બની રહી. નવી શિક્ષણ નીતિના અમલીકરણ સાથે IITE આગામી સમયમાં દેશની અગ્રણી શિક્ષક તાલીમ યુનિવર્સિટી તરીકે ઉભરી આવશે અને સમગ્ર દેશમાં શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

કાર્યક્રમ દરમિયાન એક વિશેષ ક્ષણ પણ સર્જાઈ, જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શ્રી બી.એન. હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન જેમની પાસે શિક્ષણ મેળવ્યું તે આદરણીય શિક્ષકો અને ગુરુજનોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિતોએ શિક્ષકોના સમાજ ઘડતરમાં રહેલા અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું.

 

સમારોહ દરમિયાન શિક્ષણમંત્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે ITEP (Integrated Teacher Education Programme) અભ્યાસક્રમનું ડિજિટલ વિમોચન પણ કરવામાં આવ્યું. નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષક તાલીમને વધુ અસરકારક અને વ્યવહારલક્ષી બનાવવા માટે આ અભ્યાસક્રમ મહત્વપૂર્ણ સાબિત બનશે, કાર્યક્રમની શરૂઆત IITEના કુલપતિ ડૉ. મુકેશ પટેલના સ્વાગત પ્રવચનથી થઈ હતી, જ્યારે કુલસચિવ શ્રી જતીન ભટ્ટે આભારવિધિ વ્યક્ત કરી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના ભવિષ્યના વિકાસ, સંશોધન અને વૈશ્વિક સ્તરે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધતી પ્રતિષ્ઠા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી રાજેશ શુક્લ, યુનિવર્સિટીના પ્રોફેસરો, એકેડેમિક હેડ્સ, ડાયરેક્ટરો, આચાર્યો, શિક્ષણવિદો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નવા કેમ્પસના નિર્માણ બાદ IITE માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે વિશ્વસ્તરીય શિક્ષક શિક્ષણ અને સંશોધનનું અગ્રણી કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ