જાહેરાત
તાજા સમાચાર
ઇકોનોમિક ટાઇમ્સની ‘વેડિંગ પાવર લિસ્ટ 2026’માં E9 Eventsને સ્થાન. | જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | તારીખ ૧૫/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | આસ્થા અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન: હિમાલયને બચાવવા હવે ગંભીર નિર્ણય લેવાનો સમય | અષાઢી બીજ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે હરાજી બંધ | ટ્રમ્પનો મોટો યુ-ટર્ન: હોર્મુઝ જળમાર્ગ પરનો 20% સુરક્ષા ટેક્સ રદ, હવે ખાડી દેશો સાથે વેપાર અને રોકાણને મળશે પ્રાથમિકતા | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૧ : અર્જુન વિશાદ યોગ શ્લોક ૩૪ | ગોધરા સબ જેલની માનવતાભરી પહેલ: આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને NGOની મદદથી મળી જામીન, જેલમાંથી મુક્તિ | ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક: જળ સંકટ અને પૂર નિયંત્રણ સહિતના મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૦ વાર જોવાયેલ 2 કલાક પેહલા

રાશિફળ જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ.

જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ.

આજે અષાઢ સુદ એકમના પાવન દિવસે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અનુસાર કેટલીક રાશિઓ માટે નવા અવસરના સંકેતો છે તો કેટલીક રાશિના જાતકોએ સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને ધન અને કુંભ રાશિના જાતકોને લાંબા સમયથી અટવાયેલા મહત્વના કાર્યોમાં રાહત મળવાના યોગ છે, જ્યારે કર્ક અને મીન રાશિના જાતકોએ નાણાકીય તથા વ્યવહારિક બાબતોમાં વધુ સાવધાની રાખવી જરૂરી રહેશે.

મેષ (અ, લ, ઈ)

દેશ-વિદેશ, આયાત-નિકાસ તેમજ વેપાર સંબંધિત કાર્યોમાં ગતિ આવશે. સંયુક્ત ધંધામાં ભાઈ-બંધુઓનો સહયોગ મળશે. નવા વ્યવસાયિક સંપર્કો લાભદાયી સાબિત થઈ શકે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૫, ૮

વૃષભ (બ, વ, ઉ)

દિવસની શરૂઆતથી જ કામકાજમાં વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે. પરિવાર સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૬, ૨

મિથુન (ક, છ, ધ)

સિઝનલ વેપારમાં અચાનક ગ્રાહકો વધવાથી આવકમાં વધારો થશે. લાભદાયી મુલાકાતો અને નવા વ્યવસાયિક સંબંધો બનવાની સંભાવના છે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૪, ૯

કર્ક (ડ, હ)

કામકાજમાં અવરોધો આવી શકે છે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવચેતી રાખવી. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળવું.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૨, ૫

સિંહ (મ, ટ)

આયોજન મુજબ કામ પૂર્ણ થતાં સંતોષ અને આનંદ મળશે. સરકારી અથવા રાજકીય કામ માટે મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૬, ૧

કન્યા (પ, ઠ, ણ)

વ્યવસાયમાં સારો સહયોગ મળશે અને આવકમાં વધારો થવાની શક્યતા છે. સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓમાં વ્યસ્તતા રહેશે.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૩, ૯

તુલા (ર, ત)

ઉપરી અધિકારીઓ, સહકર્મીઓ અને કર્મચારીઓનો સહકાર મળશે. ધાર્મિક અથવા શુભ પ્રસંગોમાં ભાગ લેવાનો અવસર મળી શકે.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૭, ૪

વૃશ્ચિક (ન, ય)

કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરશો, પરંતુ પરિવારની ચિંતાને કારણે મન અશાંત રહી શકે છે. ધીરજ રાખવી જરૂરી રહેશે.

શુભ રંગ: ક્રીમ
શુભ અંક: ૬, ૮

ધન (ભ, ધ, ફ, ઢ)

લાંબા સમયથી અટવાયેલા અથવા વિલંબમાં પડેલા કાર્યોમાં ધીમે ધીમે સફળતા મળવાના સંકેત છે. સંતાન સંબંધિત પ્રશ્નોનો પણ ઉકેલ આવી શકે છે.

શુભ રંગ: લવંડર
શુભ અંક: ૪, ૯

મકર (ખ, જ)

નોકરી અને વ્યવસાય ઉપરાંત વધારાની જવાબદારીઓ મળવાથી કાર્યભાર વધી શકે છે. સમયનું યોગ્ય આયોજન લાભદાયી રહેશે.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૫, ૭

કુંભ (ગ, શ, સ)

અગત્યના કામમાં સફળતા મળતા રાહતનો અનુભવ થશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં અનુકૂળ સમય છે. દિવસ આનંદદાયક રહેશે.

શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૬, ૧

મીન (દ, ચ, ઝ, થ)

કામકાજમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ વ્યવહાર ઉતાવળમાં ન કરવો અને વાહન ચલાવતી વખતે વિશેષ સાવધાની રાખવી.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૩, ૫

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ