જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૧૭૮ વાર જોવાયેલ 2 મહિના પેહલા

રાશિફળ જાણો, તા. 19 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ છઠ્ઠનું આજનું ભવિષ્ય.

જાણો, તા. 19 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ છઠ્ઠનું આજનું ભવિષ્ય.

આજે અષાઢ સુદ છઠ્ઠના દિવસે કેટલીક રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને પ્રશંસાના યોગ છે, જ્યારે કેટલીક રાશિના જાતકોએ નાણાકીય વ્યવહારોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર રહેશે. ખાસ કરીને વૃશ્ચિક, મકર અને મીન રાશિના જાતકો માટે દિવસ શુભ સંકેતો લઈને આવ્યો છે, જ્યારે મિથુન અને ધન રાશિના જાતકોએ લેવડ-દેવડમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે.

મેષ (અ, લ, ઈ)

આજે દિવસભર દોડધામ અને કામકાજ રહેશે, છતાં મનને સંપૂર્ણ શાંતિ નહીં મળે. કાર્યક્ષેત્રમાં કેટલીક બાબતો મન મુજબ ન બનતાં થોડી નિરાશા અનુભવાઈ શકે. ધીરજ રાખીને નિર્ણય લો.

શુભ રંગ: કેસરી
શુભ અંક: ૫, ૭

વૃષભ (બ, વ, ઉ)

તમારી મહેનત, અનુભવ અને બુદ્ધિના બળે અટવાયેલા કામોમાં સફળતા મળશે. મીઠી વાણી અને સારા વ્યવહારથી લાભ થવાની સંભાવના છે. વ્યવસાયમાં અનુકૂળતા રહેશે.

શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૩, ૬

મિથુન (ક, છ, ધ)

સિઝનલ ધંધો કરતા લોકો માટે સાવચેતીનો દિવસ છે. વધુ માલનો સ્ટોક ન કરો અને ગ્રાહકો સાથે નાણાકીય વ્યવહારોમાં ખાસ ધ્યાન રાખો. ઉતાવળ ટાળો.

શુભ રંગ: સફેદ
શુભ અંક: ૨, ૫

કર્ક (ડ, હ)

જાહેર સેવા, સંસ્થા અથવા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વ્યસ્તતા રહેશે. સહકર્મીઓ અને પરિવારનો સહયોગ મળશે, જેના કારણે મહત્વના કામ સરળતાથી પૂર્ણ થશે.

શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૬, ૧

સિંહ (મ, ટ)

દિવસની શરૂઆતમાં થોડી બેચેની અથવા થાક અનુભવાઈ શકે. સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો અને વધુ કામનો બોજ ન લો. આરામ માટે સમય કાઢવો જરૂરી રહેશે.

શુભ રંગ: મરૂન
શુભ અંક: ૩, ૮

કન્યા (પ, ઠ, ણ)

આયાત-નિકાસ, વિદેશી વ્યવસાય અથવા પ્રવાસ સંબંધિત કામમાં સારા યોગ છે. યાત્રા અથવા નવા આયોજન માટે અનુકૂળ સમય છે. નવા સંપર્કો લાભદાયી બની શકે.

શુભ રંગ: મેંદી
શુભ અંક: ૫, ૨

તુલા (ર, ત)

કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. સાથે જ પરિવાર, મિત્રો અથવા સગા-સંબંધીઓના કામ માટે દોડધામ કરવી પડી શકે. જવાબદારીઓ વધશે પરંતુ સફળતા મળશે.

શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૭, ૪

વૃશ્ચિક (ન, ય)

આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની કદર અને પ્રશંસા થશે, જેના કારણે આત્મવિશ્વાસમાં વધારો થશે. સિઝનલ ધંધામાં અચાનક સારી ઘરાકી મળવાની સંભાવના છે.

શુભ રંગ: વાદળી
શુભ અંક: ૬, ૮

ધન (ભ, ધ, ફ, ઢ)

કોર્ટ-કચેરી અથવા કાયદાકીય બાબતોમાં થોડો વિલંબ થઈ શકે. નાણાકીય લેવડ-દેવડમાં ખાસ સાવધાની રાખવી. કોઈ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરવી.

શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૪, ૧

મકર (ખ, જ)

લાંબા સમયથી અટવાયેલા મહત્વના કામમાં રાહત મળશે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના સારા સંકેતો છે.

શુભ રંગ: લીલો
શુભ અંક: ૨, ૫

કુંભ (ગ, શ, સ)

વ્યાવસાયિક અને પારિવારિક બંને જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું પડશે. મહેનત બાદ કામમાં સફળતા અને માનસિક રાહત મળશે.

શુભ રંગ: લાલ
શુભ અંક: ૩, ૯

મીન (દ, ચ, ઝ, થ)

સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓનો સારો સહયોગ મળશે. વિદેશ અથવા બહારના સ્થળ સાથે જોડાયેલા કામમાં પ્રગતિની શક્યતા છે. નવા અવસર મળી શકે.

શુભ રંગ: પીળો
શુભ અંક: ૪, ૭

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ