જાહેરાત
તાજા સમાચાર
સિક્કામાં ત્રિપલ તલાકનો આરોપ: પરણિત મહિલાની ફરિયાદ બાદ પતિ સામે ગુનો નોંધાયો. | વૃક્ષ નહીં, સંસ્કાર પણ વાવ્યા: વલાસણમાં DYSP સમીર સારડાની આગેવાનીમાં પોલીસની અનોખી પહેલ. | હાર્ટ, બીપી અને ડાયાબિટીસના દર્દીઓને મોટી રાહત: સરકારે 39 આવશ્યક દવાઓની મહત્તમ કિંમત નક્કી કરી. | કાશ્મીરમાં આભ ફાટતાં હાહાકાર: અનંતનાગ-પહલગામમાં ફ્લેશ ફ્લડ, ઘરો-હોટલો પાણીમાં ગરકાવ. | રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસીય જામનગર પ્રવાસે, એરપોર્ટ ખાતે ઉષ્માભેર સ્વાગત. | દેવભૂમિ દ્વારકામાં સોશિયલ મીડિયા પર કોમી વૈમનસ્ય ફેલાવનાર સામે કડક કાર્યવાહી. | આજનું રાશિફળ – તા. 12 જુલાઈ, રવિવાર | જેઠ વદ તેરસ. | તારીખ : ૧૨/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | અમદાવાદ-ધોલેરા-ભાવનગર કનેક્ટિવિટીને મળશે નવી ગતિ: હાઈવે વિસ્તરણનું કામ 3 મહિનામાં શરૂ થશે, | ‘140 કરોડ ભારતીયોની શુભકામનાઓ લઈને આવ્યો છું’: ન્યૂઝીલેન્ડમાં PM મોદીએ ભારતીય સમુદાયને કર્યું સંબોધન, |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૬૩ વાર જોવાયેલ એક દિવસ પેહલા

રાશિફળ જાણો, તા. ૧૧ જુલાઈ, શનિવાર અને જેઠ વદ બારસનું રાશિફળ.

જાણો, તા. ૧૧ જુલાઈ, શનિવાર અને જેઠ વદ બારસનું રાશિફળ.

મકર સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય

મેષ (અ, લ, ઈ)
દિવસની શરૂઆતથી જ વિવિધ કામોમાં વ્યસ્તતા રહેશે. મિત્રવર્ગ અને સહયોગીઓનો સારો સાથ મળશે. નવા સંપર્કો લાભદાયી બની શકે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૫, ૩

વૃષભ (બ, વ, ઉ)
તમારા કામની પ્રશંસા થવાથી આત્મવિશ્વાસ વધશે. વિદેશ અથવા બહારગામ સંબંધિત કામમાં સાનુકૂળતા મળશે.
શુભ રંગ: સફેદ | શુભ અંક: ૪, ૭

મિથુન (ક, છ, ધ)
સરકારી, કોર્ટ-કચેરી અથવા દસ્તાવેજી કામમાં સાવચેતી રાખવી જરૂરી રહેશે. નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો.
શુભ રંગ: મેંદી | શુભ અંક: ૬, ૮

કર્ક (ડ, હ)
માનસિક ચિંતા અને દ્વિધા વચ્ચે પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. કોઈ નિર્ણય ઉતાવળમાં ન લો.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩, ૯

સિંહ (મ, ટ)
ધંધા-વ્યવસાયમાં લાભની શક્યતા છે. સામાજિક અને વ્યવહારિક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૨, ૮

કન્યા (પ, ઠ, ણ)
ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ મળશે. વિદેશ સંબંધિત કામ અથવા સંપર્કોમાં પ્રગતિ થઈ શકે છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૪, ૧

તુલા (ર, ત)
ઘર અને કાર્યસ્થળ બંનેની ચિંતાઓ મન પર હાવી રહી શકે છે. ધીરજ રાખીને આયોજનબદ્ધ રીતે કામ કરવું લાભદાયી રહેશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૬, ૮

વૃશ્ચિક (ન, ય)
લાંબા સમયથી અટવાયેલા કામમાં ધીમે-ધીમે પ્રગતિ થશે. સંતાન સંબંધિત ચિંતા ઓછી થવાથી માનસિક રાહત મળશે.
શુભ રંગ: પિચ | શુભ અંક: ૩, ૯

ધન (ભ, ધ, ફ, ઢ)
સ્પર્ધકો અથવા વિરોધીઓ અવરોધ ઉભા કરવાનો પ્રયાસ કરી શકે છે. શુભ પ્રસંગો પાછળ ખર્ચ થવાની શક્યતા છે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૮, ૪

મકર (ખ, જ)
અગત્યના કામમાં સફળતા મળવાની શક્યતા છે. મહત્વના નિર્ણયો લેવા માટે દિવસ અનુકૂળ રહેશે અને રાહતનો અનુભવ થશે.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૨, ૫

કુંભ (ગ, શ, સ)
કામકાજમાં કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. રોકાણ અને નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખો.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૭, ૮

મીન (દ, ચ, ઝ, થ)
દેશ-વિદેશના વેપાર, આયાત-નિકાસ અને મહત્વપૂર્ણ મુલાકાતોમાં સાનુકૂળ પરિણામ મળશે. નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૩, ૯

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ