જાહેરાત
તાજા સમાચાર
ઓડેસા બંદર પર મિસાઇલ હુમલો: 4 ભારતીય નાવિકોના મોત બાદ ભારતનો રશિયા સામે કડક વિરોધ. | ગોંડલના સુલતાનપુરમાં અનોખું રેસ્ક્યૂ ઓપરેશન, મકાનના ધાબા પર ચઢેલા આખલાને સહીસલામત ઉતારાયો. | અમદાવાદના ચાંગોદરમાં રૂ. 39.57 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, ફાયર સેફ્ટીના અભાવે બે સામે FIR | IPL ક્રિકેટર અભિષેક પોરેલ સામે ગંભીર આરોપો: લગ્નનું વચન આપી શારીરિક શોષણનો કેસ, કલકત્તા હાઇકોર્ટનો તાત્કાલિક ધરપકડનો આદેશ | ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, 15 લાખનો મુદામાલ જપ્ત. | જામજોધપુરની પી.એમ. તાલુકા શાળા નં. 1 પાસે દારૂની ખાલી બોટલોના ઢગલા, જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો. | પોરબંદરની ખાસ જેલમાં જેલકર્મી પર હુમલો, કેદી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. | NEET પેપર લીક મુદ્દે PM મોદીનો સંદેશ: 'ફૂલપ્રૂફ સિસ્ટમ બનાવશું, દોષિતોને કડક સજા મળશે' | FTAના વિરોધમાં ખેડૂતોની દિલ્હી કૂચ, શંભુ બોર્ડર પર હાઈ એલર્ટ. | ઝીણાવારીમાં ગૌચરની 30 વીઘા જમીન પર દબાણનો આક્ષેપ, ગ્રામજનોએ કલેક્ટર સમક્ષ કાર્યવાહીની માગ કરી. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૭૯ વાર જોવાયેલ એક દિવસ પેહલા

રાશિફળ જાણો, તા. ૨૦ જુલાઈ, સોમવાર અને અષાઢ સુદ સાતમનું રાશિફળ.

જાણો, તા. ૨૦ જુલાઈ, સોમવાર અને અષાઢ સુદ સાતમનું રાશિફળ.

કર્ક સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ મળશે, જ્યારે મીન રાશિના જાતકોને યશ-પદ અને ધનમાં વૃદ્ધિના યોગ

♈ મેષ (અ-લ-ઈ)

આજે કામકાજમાં નાની-મોટી અડચણો અને વિલંબનો સામનો કરવો પડી શકે છે. ઘર-પરિવારની ચિંતાઓને કારણે મન કામમાં ઓછું લાગશે. મહત્વના નિર્ણયો ઉતાવળમાં ન લેવા.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૨, ૫

♉ વૃષભ (બ-વ-ઉ)

લાંબા સમયથી અટવાયેલા કાર્યો ધીમે-ધીમે પૂર્ણ થવાના સંકેત છે. સિઝનલ ધંધામાં લાભ મળવાની શક્યતા છે. ધીરજ અને સમજદારીથી કાર્ય કરશો તો સફળતા મળશે.
શુભ રંગ: મેંદી
શુભ અંક: ૯, ૪

♊ મિથુન (ક-છ-ધ)

નોકરી અથવા વ્યવસાયમાં વધારાની જવાબદારીઓ આવી શકે છે. સહકર્મીઓના કામમાં પણ સહયોગ આપવો પડે. સમયનું યોગ્ય આયોજન જરૂરી રહેશે.
શુભ રંગ: મોરપીંછ
શુભ અંક: ૮, ૪

♋ કર્ક (ડ-હ)

અગત્યના કામનો ઉકેલ મળતા માનસિક રાહત અનુભવશો. સરકારી અથવા રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ મુલાકાત અથવા ચર્ચા થઈ શકે છે. દિવસ સકારાત્મક રહેશે.
શુભ રંગ: જાંબલી
શુભ અંક: ૨, ૪

♌ સિંહ (મ-ટ)

સિઝનલ અથવા વાયરલ બીમારીઓથી સાવચેત રહેવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં પડકારો આવી શકે છે. સામાજિક અને વ્યવહારિક બાબતોમાં સાવધાની રાખવી.
શુભ રંગ: સફેદ
શુભ અંક: ૩, ૫

♍ કન્યા (પ-ઠ-ણ)

મહત્વપૂર્ણ મુલાકાતો અને ચર્ચાઓમાં અનુકૂળ પરિણામ મળશે. વેપાર-ધંધામાં ભાઈ-ભાંડુ અથવા પરિવારજનોનો સહયોગ મળશે, જેનાથી કાર્યમાં પ્રગતિ થશે.
શુભ રંગ: ગ્રે
શુભ અંક: ૬, ૪

♎ તુલા (ર-ત)

દિવસની શરૂઆતથી જ સતત વ્યસ્તતા રહેશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત કામમાં પ્રગતિ થઈ શકે છે. સમયનું યોગ્ય સંચાલન લાભદાયક રહેશે.
શુભ રંગ: ગુલાબી
શુભ અંક: ૨, ૮

♏ વૃશ્ચિક (ન-ય)

અચાનક અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા અટવાયેલા કાર્યો ઝડપથી પૂર્ણ કરી શકશો. સંતાન સંબંધિત ચિંતા ઓછી થશે અને મન પ્રસન્ન રહેશે.
શુભ રંગ: પિસ્તા
શુભ અંક: ૬, ૨

♐ ધન (ભ-ધ-ફ-ઢ)

સરકારી, રાજકીય અથવા કચેરી સંબંધિત કામમાં વિલંબ અથવા અવરોધ આવી શકે છે. આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેવો. ધીરજ રાખવી જરૂરી છે.
શુભ રંગ: લવંડર
શુભ અંક: ૩, ૮

♑ મકર (ખ-જ)

આયોજન મુજબ કાર્ય પૂર્ણ થતાં આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો થશે. મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે મુલાકાત લાભદાયી બની શકે છે.
શુભ રંગ: બ્રાઉન
શુભ અંક: ૪, ૯

♒ કુંભ (ગ-શ-સ)

કામકાજમાં અનુકૂળતા મળશે અને આવકમાં વધારો થવાની શક્યતા છે. સામાજિક અને વ્યવહારિક જવાબદારીઓમાં વ્યસ્તતા રહેશે. દિવસ ફળદાયી રહેશે.
શુભ રંગ: મરૂન
શુભ અંક: ૧, ૫

♓ મીન (દ-ચ-ઝ-થ)

યશ, પદ અને ધનમાં વૃદ્ધિના યોગ છે. વિદેશ અથવા બહારગામ સંબંધિત કાર્યમાં મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે છે. નવા અવસરોથી લાભ મળશે.
શુભ રંગ: બ્લુ
શુભ અંક: ૨, ૮

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ