જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૮૭ વાર જોવાયેલ • 4 મહિના પેહલા

મારું શહેર જામનગરમાં દુઃખદ ઘટના: વેલકમ વોટર રિસોર્ટમાં નાહવા ગયેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત.

જામનગરમાં દુઃખદ ઘટના: વેલકમ વોટર રિસોર્ટમાં નાહવા ગયેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત.

જામનગર શહેરમાં એક કરૂણ અને દુઃખદ ઘટના સામે આવી છે. પરિવાર સાથે ફરવા અને મનોરંજન માટે ગયેલા 14 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના સ્ટાર્ટ સેક્શન રોડ વિસ્તારમાં રહેતો 14 વર્ષીય આરવ સોમકર આજે પોતાના પરિવારજનો સાથે બાલાચડી રોડ પર આવેલા વેલકમ વોટર રિસોર્ટમાં નાહવા અને મનોરંજન માટે ગયો હતો. દરમિયાન કોઈ કારણોસર તે પાણીમાં ડૂબી ગયો હતો.

ઘટનાની જાણ થતાં રિસોર્ટ સ્ટાફ તેમજ પરિવારજનો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરવને પાણીમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ અચાનક બનેલી ઘટનાના પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક હસતો-રમતો કિશોર પળવારમાં પરિવારથી હંમેશા માટે વિખૂટો પડી જતાં સગા-સંબંધીઓ અને પરિચિતોમાં પણ ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઘટનાની જાણ થતાં સંબંધિત પોલીસ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તેમજ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

ઉનાળાની રજાઓ દરમિયાન વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલમાં લોકોની ભીડ વધતી હોય છે. આવી દુઃખદ ઘટનાઓ વચ્ચે બાળકોની સુરક્ષા માટે સતત દેખરેખ, લાઇફ ગાર્ડની હાજરી અને સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર ઉજાગર થઈ છે.

આ દુર્ઘટનાએ જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાવી છે. આરવ સોમકરના અકાળ અવસાનથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સમગ્ર શહેરમાં લોકો બાળકના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ