જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં બહેનો માટે રક્ષાબંધનની ખાસ ભેટ, ઈ-બસમાં મળશે નિઃશુલ્ક મુસાફરી | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | ડુંગળીના વધતા ભાવ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આજથી દોડશે ‘કાંદા એક્સપ્રેસ’ | કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની પાવન કથા. | જામનગરમાં સીટી-બી ડિવિઝન પોલીસની વાહન ચેકિંગ કામગીરી, ૯ વાહનો ડિટેઇન. | ગુજરાત વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ૨૭ ઓગસ્ટે યોજાશે. | દ્વારીકામાં આવેલું પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ નાગેશ્વર. | સોમનાથમાં શિવભક્તિનો રંગ છવાયો, પાલખી યાત્રામાં ઉમટ્યો ભક્તોનો મહાસાગર | કેશોદના કેવદ્રા ગામેથી તીનપત્તીનો જુગાર રમતા છ શખ્સ ઝડપાયા. | અમેરિકાના બફેલો એરપોર્ટ પર જેટ ફ્યુઅલ ખૂટ્યું, વિમાનો અટવાયા; NOTAM જાહેર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૯ વાર જોવાયેલ 2 મહિના પેહલા

મારું શહેર જામનગરના નવા મોખાણા ગામ નજીક દીપડો દેખાતા ફફડાટ, ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું.

જામનગરના નવા મોખાણા ગામ નજીક દીપડો દેખાતા ફફડાટ, ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું.

જામનગર શહેર નજીક આવેલા નવા મોખાણા ગામના વાડી વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે આશરે 12:45 વાગ્યે નગર સીમા નજીકના વિસ્તારમાં એક હિંસક ગણાતા દીપડાની અવરજવર જોવા મળી હતી.

દીપડો દેખાતા ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોએ સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઘટનાની જાણ થતાં તાલુકા સભ્ય કિશોરભાઈ આહીર દ્વારા તાત્કાલિક વન વિભાગ (ફોરેસ્ટ વિભાગ)ને જાણ કરવામાં આવી હતી.

માહિતી મળતાની સાથે જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાની હિલચાલ પર નજર રાખવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ દીપડાને સુરક્ષિત રીતે પકડી શકાય તે માટે વાડી વિસ્તાર અને આસપાસના સ્થળોએ પાંજરું ગોઠવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

વન વિભાગના અધિકારીઓએ સ્થાનિક લોકોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકો અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા તેમજ કોઈપણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે.

તાજેતરના સમયમાં માનવ વસાહતો નજીક જંગલી પ્રાણીઓ દેખાવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. નવા મોખાણા ગામ નજીક દીપડો દેખાવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તથા દીપડાને પાંજરે પૂરવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ