જાહેરાત
તાજા સમાચાર
પ્રેસા સોફ્ટવેરનો રાજ્યવ્યાપી બહિષ્કાર: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો મોટો નિર્ણય. | ખેતર વચ્ચે જ પ્રસૂતિ: 108ની ટીમે 800 મીટર ખાટલા પર માતા-નવજાતને લાવી બચાવ્યા. | દેવશયની એકાદશીનું મહાત્મ્ય: ચાતુર્માસનો પવિત્ર પ્રારંભ, ભક્તિ, સંયમ અને આત્મચિંતનનો સંદેશ. | અતિભારે વરસાદ વચ્ચે રાજ્ય પોલીસ એલર્ટ મોડ પર: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે કરી સમીક્ષા, નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા. | ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે GPSCની પ્રાથમિક પરીક્ષા મોકૂફ, 26 જુલાઈની કસોટી હવે નવી તારીખે યોજાશે | હિમાચલ પ્રદેશમાં કરૂણ દુર્ઘટના, લાહૌલ-સ્પિતિમાં કાર પર પહાડ તૂટતા 13નાં મોત; 6 મહિનાનું બાળક પણ ભોગ બન્યું | બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનનું રાજીનામું, રાજકીય ઉથલપાથલ વચ્ચે લીધો નિર્ણય | ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’નો બોક્સ ઓફિસ પર દબદબો, ભારતમાં 7 દિવસમાં 100 કરોડની કમાણી | જામનગરના જગા ગામે ફૂડ પોઈઝનિંગથી 46 ઘેટાં-બકરાંના મોત, પશુપાલન વિભાગે હાથ ધરી સારવાર. | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૧૬ વાર જોવાયેલ 8 કલાક પેહલા

ઈન્ડિયા બગોદરા–સનાથલ હાઈવે પર 7 ફૂટ પાણી, માર્ગ બંને તરફથી બંધ; અમદાવાદ-રાજકોટ માટે ડાયવર્ઝન જાહેર

બગોદરા–સનાથલ હાઈવે પર 7 ફૂટ પાણી, માર્ગ બંને તરફથી બંધ; અમદાવાદ-રાજકોટ માટે ડાયવર્ઝન જાહેર
ભારે વરસાદના કારણે બગોદરાથી સનાથલ જતો હાઈવે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. હાઈવે પર અંદાજે 6થી 7 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં સુરક્ષાના ભાગરૂપે માર્ગને બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ અને રાજકોટ વચ્ચે અવરજવર કરતા હજારો વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા લોકોને જોખમ ન લેવા તેમજ જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા એસ.પી. ઓમ પ્રકાશ જાટએ જણાવ્યું કે, હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા હતા. હાલમાં પોલીસ, સ્થાનિક તંત્ર અને રાહત ટીમો દ્વારા ફસાયેલા વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પાણીનું સ્તર ઘટે ત્યાં સુધી મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે બંધ જ રહેશે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદથી રાજકોટ તરફ જતાં વાહનચાલકો માટે તંત્રે વૈકલ્પિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. હવે વાહનચાલકો સનાથલ સર્કલથી એક્સપ્રેસવે પકડીને વેજલકા માર્ગે રાજકોટ તરફ જઈ શકશે. આ માર્ગ દ્વારા મુખ્ય હાઈવે પર ભરાયેલા પાણીથી બચીને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકાશે. પોલીસ દ્વારા સ્થળ પર માર્ગદર્શન માટે કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. તે જ રીતે રાજકોટથી અમદાવાદ આવતા વાહનચાલકો માટે પણ અલગ ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકો બગોદરાથી વેજલકા થઈને એક્સપ્રેસવે મારફતે એસ.પી. રિંગ રોડ તરફ પહોંચી શકશે. આ વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું દબાણ વધી શકે છે, તેથી વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને પૂરતો સમય લઈને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે. જો કોઈ વાહનચાલક આ માર્ગોનો ઉપયોગ ન કરવા માંગતો હોય તો વિરમગામ અને સુરેન્દ્રનગર થઈને અમદાવાદ-રાજકોટ વચ્ચે મુસાફરી કરવાનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જોકે આ માર્ગ દ્વારા મુસાફરી કરવાથી અંતર આશરે 40થી 50 કિલોમીટર જેટલું વધી જશે, જેના કારણે મુસાફરીનો સમય પણ વધુ લાગી શકે છે. પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાઈવે પર પાણીનું સ્તર ઘટે ત્યારબાદ જ માર્ગને ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાનો નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી લોકોને પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા અને અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. આવા સંજોગોમાં વાહનચાલકોએ મુસાફરી પહેલાં માર્ગની સ્થિતિ અંગે માહિતી મેળવી લેવી, હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું તેમજ અનાવશ્યક મુસાફરી ટાળવી જરૂરી છે. હાલ બગોદરા–સનાથલ હાઈવે પર રાહત કામગીરી સતત ચાલુ છે અને પાણી ઓસર્યા બાદ જ સામાન્ય વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવશે
આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ