જાહેરાત
તાજા સમાચાર
વિસાવદર પીજીવીસીએલ કચેરી સામે માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપવાનો આક્ષેપ, અરજદારે પ્રથમ અપીલ કરીને તટસ્થ તપાસની માંગ કરી. | ચોમાસા પૂર્વે રાજ્ય સરકાર એલર્ટ: શાળાઓ માટે 32 મુદ્દાની સેફ્ટી ગાઈડલાઈન અમલમાં, જામનગરની તમામ શાળાઓને DEOએ આપ્યા કડક નિર્દેશ. | જામનગરમાં સ્કૂટરની ડેકીમાં બિયરનો જથ્થો લઈને ફરતો યુવાન ઝડપાયો, સર્વેલન્સ સ્કોડની કાર્યવાહીમાં રૂ. 33 હજારનો મુદ્દામાલ કબજે. | મોટીખાવડી ગેટ પાસે બે કારચાલકો વચ્ચે રસ્તા પર જ ઘર્ષણ, મારામારી અને વાહનોમાં તોડફોડ બાદ સામસામી ફરિયાદ નોંધાઈ. | 'આપ' ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર, તાત્કાલિક સુનાવણીની અરજી ફગાવી. | દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પોલીસની મોટી સફળતા: રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા. | ચરણગંગાનું પવિત્ર રહસ્ય: ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાંથી પ્રગટેલી ગંગા અને મહર્ષિ દુર્વાસાના શ્રાપની અદભુત કથા | કેન્દ્રીય આરોગ્ય પરિષદમાં ગુજરાતનો મજબૂત અવાજ: રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા, ભેળસેળખોરો સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ પર નિયંત્રણની રજૂઆત... | જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ તેજ, ચાર જુગારીઓ ઝડપાયા, બે ફરાર, ચાર વિસ્તારોમાં પોલીસના દરોડા. | શહેરા પાલિકાની ઘોર બેદરકારી? ભાવસાર હોસ્પિટલ સામે ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈકોનોમી ૧૫ વાર જોવાયેલ 3 કલાક પેહલા

ઈકોનોમી શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી.

શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી.

ભારતીય શેરબજારમાં આજે સતત વેચવાલીના દબાણ વચ્ચે ઘટાડાનો માહોલ જોવા મળ્યો, દિવસભરના ઉતાર-ચઢાવ બાદ બીએસઈ સેન્સેક્સ 250 પોઈન્ટના ઘટાડા સાથે 76,479ના સ્તરે બંધ રહ્યો, જ્યારે એનએસઈ નિફ્ટી 81 પોઈન્ટ ઘટીને 23,866ના સ્તરે બંધ થયો, વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, રોકાણકારો દ્વારા થયેલી પ્રોફિટ બુકિંગ અને પસંદગીના સેક્ટરોમાં ભારે વેચવાલીના કારણે બજારમાં નબળાઈ જોવા મળી,

બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં દબાણ જોવા મળ્યું હતું. દિવસ દરમિયાન કેટલાક તબક્કે ખરીદીનો પ્રયાસ જોવા મળ્યો, પરંતુ અંતિમ સત્રમાં ફરી વેચવાલી વધતા મુખ્ય સૂચકાંકો નકારાત્મક ઝોનમાં બંધ થયા, બજાર વિશ્લેષકોના જણાવ્યા મુજબ, તાજેતરના ઉછાળા બાદ રોકાણકારોએ નફો બુક કરવાનું પસંદ કરતા બજાર પર દબાણ વધ્યું, આજના કારોબારમાં ખાસ કરીને IT, FMCG અને મીડિયા સેક્ટરના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. આ ત્રણેય ક્ષેત્રોના મોટા શેરોમાં ઘટાડાના કારણે મુખ્ય સૂચકાંકો પર સીધી અસર પડી. ટેક્નોલોજી શેરોમાં વૈશ્વિક માંગ અંગેની અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીના કારણે દબાણ રહ્યું, જ્યારે FMCG શેરોમાં પ્રોફિટ બુકિંગને કારણે ભાવ નબળા રહ્યા. મીડિયા ક્ષેત્રના અનેક શેરોમાં પણ ઘટાડો નોંધાયો,

બીજી તરફ કેટલાક સેક્ટરમાં મર્યાદિત ખરીદી જોવા મળી હોવા છતાં તે સમગ્ર બજારના ઘટાડાને અટકાવવામાં સફળ રહી નહીં, રોકાણકારો હાલ આગામી આર્થિક આંકડા, કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને વૈશ્વિક બજારોની દિશા પર નજર રાખી રહ્યા હોવાથી સાવચેતીભર્યો અભિગમ અપનાવી રહ્યા, બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં શેરબજારમાં નોંધાયેલા તેજી બાદ સ્વાભાવિક રીતે પ્રોફિટ બુકિંગ જોવા મળવું સામાન્ય બાબત ગણાય, જોકે વૈશ્વિક આર્થિક પરિબળો, વ્યાજદર અંગેની અપેક્ષાઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ખરીદી-વેચવાલી આગામી દિવસોમાં બજારની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે,

આજના કારોબારમાં મોટા ભાગના રોકાણકારો સાવચેત મૂડમાં જોવા મળ્યા. પરિણામે બજારમાં વોલેટિલિટી વધી અને અંતે બંને મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ, હવે રોકાણકારોની નજર આગામી ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક સંકેતો, કોર્પોરેટ પરિણામો અને સ્થાનિક આર્થિક પરિબળો પર કેન્દ્રિત રહેશે, જે બજારની આગામી ચાલ નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે......

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ