જાહેરાત
તાજા સમાચાર
તાલાલા-સુત્રાપાડા વિધાનસભાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ | જવેલિન થ્રોમાં ગોલ્ડથી ભારત માત્ર એક ડગલું દૂર, ફાઇનલમાં ત્રણ ભારતીય ખેલાડીઓની એન્ટ્રી | ભારે વરસાદ વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે યાત્રા ટાળવા વિનંતી | જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ, ચોમાસામાં વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બન્યો. | ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. | ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. | મતદાર ID, આધાર અને PAN કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી: કોલકાતા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. | કોંગોમાં ઈબોલાનો ભયંકર કહેર, છેલ્લા 24 કલાકમાં 50 મોત; સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક મદદની કરી અપીલ | શેરબજારમાં આજે જોરદાર તેજી: સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,317 પર બંધ; ઓટો, IT અને મીડિયા શેરોમાં ખરીદીનો માહોલ. | જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું અમલમાં. |
પાછા મુખ્ય સમાચાર પર
રાશિફળ ૬૩ વાર જોવાયેલ 13 કલાક પેહલા

રાશિફળ જાણો, તા. 30 જુલાઈ, ગુરુવાર અને અષાઢ વદ એકમનું રાશિફળ.

જાણો, તા. 30 જુલાઈ, ગુરુવાર અને અષાઢ વદ એકમનું રાશિફળ.

મકર સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં લાભ-ફાયદો થવાની શક્યતા

મેષ (અ-લ-ઈ)
દિવસની શરૂઆતમાં સુસ્તી અને બેચેની અનુભવાઈ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અને અનાવશ્યક દોડધામ ટાળવી.
શુભ રંગ: જાંબલી | શુભ અંક: ૨-૪

વૃષભ (બ-વ-ઉ)
નોકરી અથવા વ્યવસાય સંબંધિત કામ માટે બહારગામ જવું પડી શકે. મહત્વપૂર્ણ કાર્યમાં યોગ્ય આયોજનથી સફળતા મળશે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૬-૮

મિથુન (ક-છ-ધ)
પારિવારિક તેમજ સગા-સંબંધીઓના કામમાં વ્યસ્તતા રહેશે. ખર્ચ અને દોડધામ વધી શકે છે, તેથી સમયનું યોગ્ય આયોજન કરવું.
શુભ રંગ: ગુલાબી | શુભ અંક: ૬-૪

કર્ક (ડ-હ)
પરદેશ સંબંધિત કાર્યમાં પ્રગતિ થઈ શકે છે. ધર્મકાર્ય અથવા શુભ પ્રસંગમાં ભાગ લેવાનો અવસર મળી શકે છે.
શુભ રંગ: લાલ | શુભ અંક: ૩-૯

સિંહ (મ-ટ)
કામકાજમાં નાના અવરોધો આવી શકે છે. મોસાળ અથવા સાસરી પક્ષ તરફથી ચિંતા ઉભી થઈ શકે છે. ધીરજ રાખવી જરૂરી રહેશે.
શુભ રંગ: કેસરી | શુભ અંક: ૨-૮

કન્યા (પ-ઠ-ણ)
માનસિક દ્વિધા અને વ્યગ્રતા હોવા છતાં કાર્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખશો તો લાભ થશે. ઉતાવળમાં નિર્ણય ન લેવો.
શુભ રંગ: લીલો | શુભ અંક: ૧-૪

તુલા (ર-ત)
વ્યવસાયમાં અનુકૂળતા અને આવકમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાનો અવસર મળશે.
શુભ રંગ: મોરપીંછ | શુભ અંક: ૭-૫

વૃશ્ચિક (ન-ય)
પોતાના કામ ઉપરાંત પડોશી કે પરિચિતોના કામમાં પણ વ્યસ્ત રહેવું પડી શકે. મુલાકાતો અને નવા સંપર્કો લાભદાયી રહેશે.
શુભ રંગ: ક્રીમ | શુભ અંક: ૬-૨

ધન (ભ-ધ-ફ-ઢ)
કામકાજ ચાલતું રહેશે, પરંતુ મનમાં કોઈ બાબતને લઈને અશાંતિ રહી શકે છે. મિત્રોની ચિંતા સતાવી શકે છે.
શુભ રંગ: ગ્રે | શુભ અંક: ૫-૯

મકર (ખ-જ)
સિઝનલ ધંધામાં લાભ અને નવી તકો મળી શકે છે. પરદેશ સંબંધિત કાર્યમાં ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે.
શુભ રંગ: પિસ્તા | શુભ અંક: ૪-૧

કુંભ (ગ-શ-સ)
કાર્યભાર વધે તેવી શક્યતા છે. સહકર્મીઓના કામની જવાબદારી પણ સંભાળવી પડી શકે છે. આયોજનપૂર્વક કામ કરશો તો સફળતા મળશે.
શુભ રંગ: બ્લુ | શુભ અંક: ૨-૬

મીન (દ-ચ-ઝ-થ)
સંસ્થાકીય અને જાહેરક્ષેત્રના કામમાં અનુકૂળતા મળશે. સરકારી અથવા રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ મુલાકાત થઈ શકે છે.
શુભ રંગ: પીળો | શુભ અંક: ૮-૪

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ