જાહેરાત
તાજા સમાચાર
ભારે વરસાદ વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટની અપીલ, 31 જુલાઈ અને 1 ઓગસ્ટે યાત્રા ટાળવા વિનંતી | જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ, ચોમાસામાં વાહનવ્યવહાર વધુ સુરક્ષિત બન્યો. | ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. | ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. | મતદાર ID, આધાર અને PAN કાર્ડ નાગરિકતાનો અંતિમ પુરાવો નથી: કોલકાતા હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. | કોંગોમાં ઈબોલાનો ભયંકર કહેર, છેલ્લા 24 કલાકમાં 50 મોત; સંયુક્ત રાષ્ટ્રે વૈશ્વિક મદદની કરી અપીલ | શેરબજારમાં આજે જોરદાર તેજી: સેન્સેક્સ 274 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,317 પર બંધ; ઓટો, IT અને મીડિયા શેરોમાં ખરીદીનો માહોલ. | જામનગર જિલ્લામાં 15 ઓગસ્ટ સુધી દરિયામાં પ્રવેશ પર પ્રતિબંધ, જાહેરનામું અમલમાં. | ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી: રાજ્ય સરકાર એલર્ટ મોડમાં, NDRF-SDRF સ્ટેન્ડબાય. | જામનગરમાં બે વર્ષ જૂના હત્યા કેસનો પર્દાફાશ: પત્ની, પ્રેમી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

ભારે વરસાદની આગાહીને પગલે જામનગર જિલ્લામાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે શાળાઓમાં રજા, શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

જામનગર, તા. 30 જુલાઈ: હવામાન વિભાગ દ્વારા રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા વહીવટી તંત્રે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલા આદેશ મુજબ, જિલ્લામાં આવેલી તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, તેમજ જામનગર શહેરની તમામ ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં તા. 31 જુલાઈ (શુક્રવાર) અને તા. 1 ઓગસ્ટ (શનિવાર) ના રોજ શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

સ્ટાફ માટે ખાસ સૂચનાઓ

શૈક્ષણિક કાર્ય બંધ રહેશે, પરંતુ શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ હેડક્વાર્ટર છોડવાનું રહેશે નહીં. સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી આપત્તિ વ્યવસ્થાપનની કામગીરીમાં જરૂરિયાત મુજબ સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે.

જરૂર પડે તો શાળાઓ બનશે આશ્રયસ્થાન

જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં જણાવ્યું છે કે ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો સ્થાનિક વહીવટી તંત્ર જરૂરિયાત મુજબ શાળાઓનો ઉપયોગ શેલ્ટર હોમ (આશ્રયસ્થાન) તરીકે કરી શકશે.

તે માટે શાળાઓમાં નીચેની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ રાખવા સૂચના આપવામાં આવી છે:

  • પીવાનું શુદ્ધ પાણી
  • વીજળીની વ્યવસ્થા
  • શૌચાલયની સુવિધા
  • આશ્રય માટે શાળા પરિસર તૈયાર રાખવું

જિલ્લા તંત્રે નાગરિકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ