જાહેરાત
તાજા સમાચાર
ગીરના જંગલમાં વધુ 100 જીપ્સી ઉમેરવાની કવાયત સામે વિરોધ: વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણ પર વધતા પ્રવાસન ભારણ અંગે ચિંતા. | દિવાળી: દીપોત્સવથી આત્મપ્રકાશ સુધીની આધ્યાત્મિક યાત્રા. | આજનું રાશિફળ: ૮ નવેમ્બર, ૨૦૨૬, રવિવાર. | ગુજરાત હાઈકોર્ટનો વાહન માલિકી અંગે મહત્વનો ચુકાદો! | દિલ્હીમાં પ્રદૂષણનો ખતરનાક પ્રકોપ! | કાળીચૌદશ..અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ. | જામનગરમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ! કિયા સેલ્ટોસ કારમાંથી ₹3.67 લાખનો દારૂ ઝડપાયો, કાર સહિત ₹11.77 લાખનો મુદ્દામાલ કબજે. | ધનતેરસે શેરબજારમાં દિવાળી જેવી તેજી! સેન્સેક્સમાં 1,718 અને નિફ્ટીમાં 493 પોઈન્ટનો જોરદાર ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો. | ધનતેરસે ગુજરાતમાં સોનાની ખરીદીમાં ઐતિહાસિક તેજી! ₹210 કરોડનું 150 કિલો સોનું વેચાયું, એકલા અમદાવાદમાં 80 કિલો સુધીની ધૂમ ખરીદી. | નીચે કૂધા પટિયાલામાં ‘કર્મભૂમિ એક્સપ્રેસ’ ટ્રેનમાં ભીષણ આગથી અફરાતફરી! ધુમાડાના ગોટેગોટા વચ્ચે મુસાફરોમાં ચીસાચીસ, જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદ્યા. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૦૭ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

સબરસ જૂતામાં છુપાવી TETનું પ્રશ્નપત્ર બહાર લાવ્યું! ₹1.5 કરોડમાં વેચવાના કાવતરાનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ બિહારથી ઝડપાયો.

જૂતામાં છુપાવી TETનું પ્રશ્નપત્ર બહાર લાવ્યું! ₹1.5 કરોડમાં વેચવાના કાવતરાનો પર્દાફાશ, માસ્ટરમાઇન્ડ બિહારથી ઝડપાયો.

મહારાષ્ટ્ર TET પેપર લીક કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભિવંડી પોલીસે આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર બિજેન્દ્ર કુમાર ગુપ્તાની બિહારમાંથી ધરપકડ કરી છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓને પૈસા અને પ્રોપર્ટીની લાલચ આપીને પરીક્ષાનું પ્રશ્નપત્ર મેળવ્યું હતું અને તેને જૂતામાં છુપાવીને પ્રેસની બહાર લઈ જવામાં આવ્યું હતું. ત્યારબાદ આ પેપરને લાખો રૂપિયામાં વેચવાનો મોટો પ્લાન બનાવવામાં આવ્યો હતો.

પોલીસ તપાસ મુજબ મુખ્ય આરોપી બિજેન્દ્ર ગુપ્તાએ પોતાના સાથી સોનુ સાથે મળીને પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારીઓનો સંપર્ક સાધ્યો હતો. આરોપીઓએ માત્ર ₹8,000માં પ્રશ્નપત્ર મેળવ્યું અને પછી ભિવંડી તથા પૂણે સહિતના વિસ્તારોમાં તેને અંદાજે ₹1.5 કરોડમાં વેચવાનું કાવતરું ઘડ્યું હતું. પરંતુ ભિવંડી પોલીસે સમયસર કાર્યવાહી કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી દીધો હતો.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસનો વ્યાપ વધારતાં SITએ પંજાબના પઠાનકોટથી વૉન્ટેડ આરોપી કપિલ દહિયાને ઝડપી પાડ્યો છે. તેના વિરુદ્ધ અગાઉથી લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ કપિલ દહિયાનું કામ લીક થયેલા પ્રશ્નપત્ર માટે ગ્રાહકો શોધવાનું હતું.

આ ઉપરાંત બિહારના હાજીપુરથી સોનુ સિંહ અને પટનાથી મિથુન સિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે સોનુ પોતાની ઝેરોક્સની દુકાનમાં બોગસ ઓળખપત્રો બનાવતો હતો તેમજ લીક થયેલા પ્રશ્નપત્રોની નકલો તૈયાર કરતો હતો. જ્યારે મિથુન સિંહ, જે મુખ્ય આરોપીનો સાળો હોવાનું સામે આવ્યું છે, તે ખરીદદારો શોધવામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યો હતો.

 

આ સમગ્ર ઓપરેશન ભિવંડીના ડીસીપી પવન બંસોડેના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ગુપ્ત રીતે એક અધિકારીને બનાવટી ગ્રાહક બનાવી આરોપીઓનો સંપર્ક કરાવ્યો હતો. સોદો પાકો થતાં જ બિજેન્દ્ર ગુપ્તાએ રાજીવ કુમાર અને આકાશ કુમારને લીક થયેલા પ્રશ્નપત્રના ચાર સેટ મોકલ્યા હતા. ત્યારબાદ કોણગાંવની એક હોટલમાં પોલીસે જાળ બિછાવી આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

પૂછપરછ દરમિયાન વધુ એક મહત્વની માહિતી સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર માસ્ટરમાઇન્ડ બિજેન્દ્ર ગુપ્તા અગાઉ પણ દેશના વિવિધ રાજ્યોમાં પેપર લીક અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. દરેક વખતે જામીન પર છૂટ્યા બાદ તે નવી ઓળખ સાથે અન્ય રાજ્યમાં જઈ ફરીથી ગેરકાયદે પ્રવૃત્તિઓ શરૂ કરતો હતો. આ કારણે તપાસ એજન્સીઓ હવે તેના સમગ્ર ગુનાહિત નેટવર્કની તપાસ કરી રહી છે.

હાલ તમામ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછના આધારે પેપર લીકના આ રેકેટમાં અન્ય કોણ-કોણ સામેલ છે તેની તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ ધરપકડો અને મહત્વના ખુલાસા થઈ શકે છે. પરીક્ષાની વિશ્વસનીયતા જાળવવા અને પેપર લીક જેવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી પણ પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ