મારું શહેર જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.
જામનગર શહેરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, મોટરસાઇકલ અને જુગારના સાધનો સહિત કુલ ₹1,52,850નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, એલ.સી.બી. સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર અને કિશોરભાઈ પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના વાંબે આવાસ બ્લોક નં. 2 નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા દરમિયાન પોલીસે ₹17,850 રોકડ, જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ઘોડી પાસા (2 નંગ), બે મોટરસાઇકલ (કિંમત અંદાજે ₹1,00,000) તેમજ 7 મોબાઇલ ફોન (કિંમત અંદાજે ₹35,000) મળી કુલ ₹1,52,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે ઘનશ્યામભાઈ ડેરવાળીયાની ફરિયાદના આધારે એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતર દ્વારા સંબંધિત આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીઓ
- અસલમભાઈ અબ્બાસભાઈ બાબવાણી (ઉ.વ. 42), રહે. વાંબે આવાસ, જામનગર
- નવસાદભાઈ વલીમામદભાઈ સુધાગુનીયા સુમરા (ઉ.વ. 48), રહે. ગુલાબનગર, જામનગર
- જાવેદભાઈ જુનુસભાઈ સુંભાણીયા વાઘેર (ઉ.વ. 38), રહે. ધરારનગર-2, પંજેતની ચોક, જામનગર
- સામળાભાઈ કારાભાઈ સઠીયા ગઢવી (ઉ.વ. 38), રહે. વાંબે આવાસ, જામનગર
- ફિરોજભાઈ કાદરભાઈ સોહરવર્દી ફકીર (ઉ.વ. 32), રહે. વાંબે આવાસ, જામનગર
- કાદરભાઈ અબ્બાસભાઈ બાબવાણી સુમરા (ઉ.વ. 38), રહે. ધરારનગર-2, જામનગર
- રહીમભાઈ જુસબભાઈ બાબવાણી સુમરા (ઉ.વ. 36), રહે. કનસુમરાગામ, તા.-જી. જામનગર
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તેમજ જામનગર એલ.સી.બી.ની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે જિલ્લામાં સતત કાર્યવાહી ચાલુ રાખવાની પણ સ્પષ્ટતા કરી છે.