જાહેરાત
તાજા સમાચાર
જામનગર શહેર-જિલ્લામાં દારૂબંધી કાયદાનો કડક અમલ: ત્રણ સ્થળે દરોડા, 56 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે બે ઝડપાયા, એક ફરાર | અમરેલીના ખાંભા પંથકમાં કાળજું કંપાવી દેનારી ઘટના : દાદાની નજર સામે ૫ વર્ષના માસૂમ જીયાનને સિંહણ ઉઠાવી ગઈ. | દાંતા ગામના યુવાન પર હુમલો: પ્લાસ્ટિકના કેબલ વડે મારમાર્યાની ફરિયાદ, ત્રણ શખ્સ સામે ગુનો નોંધાયો | દ્વારકાના કોરાડા અને વરવાળામાં જુગાર વિરોધી કાર્યવાહી: એકીબેકી રમતા ચાર શખ્સ ઝડપાયા, રોકડ મુદ્દામાલ જપ્ત | જામનગરમાં કોમી એકતાનું અનોખું દૃશ્ય : વિશ્વવિખ્યાત કલાત્મક તાજિયાઓને હિન્દુ-મુસ્લિમ ભાઈઓ મળીને આપી રહ્યા છે આખરી ઓપ. | ભાણવડમાં જુગાર પર પોલીસનો દરોડો: પાંચ શખ્સ રોકડ રકમ સાથે ઝડપાયા, ₹19 હજારથી વધુ મુદ્દામાલ જપ્ત | ખંભાળિયાની શ્રી કન્યાશાળા નં. 3માં પ્રગતિનો પ્રવેશોત્સવ-2026 ઉજવાયો: બાળવાટિકાના ભૂલકાઓનું સ્વાગત, તેજસ્વી તારલાઓનું સન્માન. | જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના લક્ષ્મીપુર (દુધાળા) ગામે સરકારી તળાવની જમીન પરના બિનઅધિકૃત બાંધકામ મામલે જામનગર કલેક્ટરશ્રી સમક્ષ 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ અરજી દાખલ કરાઈ. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 300 પોઈન્ટ ઉછળી 77,300 પર, નિફ્ટી 24,130ને પાર; ઓટો-રિયલ્ટી શેરોમાં ખરીદીનો માહોલ. | તા. રપ જુન, ગુરૂવાર અને જેઠ સુદ અગિયારસનું રાશિફળ. |
પાછા મુખ્ય સમાચાર પર
ક્રાઇમ ૫૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

ક્રાઇમ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના લક્ષ્મીપુર (દુધાળા) ગામે સરકારી તળાવની જમીન પરના બિનઅધિકૃત બાંધકામ મામલે જામનગર કલેક્ટરશ્રી સમક્ષ 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ અરજી દાખલ કરાઈ.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા ના  લક્ષ્મીપુર (દુધાળા) ગામે સરકારી તળાવની જમીન પરના બિનઅધિકૃત બાંધકામ મામલે જામનગર કલેક્ટરશ્રી સમક્ષ 'લેન્ડ ગ્રેબિંગ એક્ટ' હેઠળ અરજી દાખલ કરાઈ.

કાલાવડ મામલતદાર કોર્ટ દ્વારા જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૬૧ હેઠળ સામાવાળાઓને દંડ અને દબાણ મુક્ત કરવાનો હુકમ કરાયો હતો

આ કામના સામાવાળે કાલાવડ તાલુકાના મો.જે. લક્ષ્મીપુર (દુધાળા) ગામના સરકારી પડતર સ.નં.૨૦૯ વાળી જમીનમાં બિન અધિકૃત દબાણ રીતે ૨૩૭૮-૦૦ ચો.મી. જેટલ બિનખેતી વિષયક દાબળ કરી લેતા આ કામના ફરીયાદીએ આ કોર્ટમાં રજુ કરેલ સાધનિક કાગળોના આધારે કેશ રજીસ્ટરે લેવામાં આવેલ છે.
આ કામે કેસ રજીસ્ટરે લઈ આ કામના સામાવાળા તેમજ ફરીયાદીને નોટીસ કાઢવામાં આવેલ અને સુનવણી માટેની તા.૧૭/૦૨/૨૦૨૬ ની મુદત આપવામાં આવી. આ કામે ફેર મુદત તા.૨૪/૦૨/૨૦૨૬. ૧૦/૦૩/૨૦૨૬ ની મુકરર કરવામાં આવેલ છે. સદરહું મુદતે આ કામના સામાવાળા હાજર રહી લેખિત/મૌખિક રજુઆત કરેલ છે. જેથી વિશેષ રજુઆત ન હોય, તેમ માની આ કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યો.
આ કામના સામાવાળાને જમીન મહેસુલ કાયદાની કલમ ૬૧ હેઠળ નોટીસ મળી ગયેલ છે. તેમજ આ કામના સામાવાળાએ કાલાવડ તાલુકાના મો.જે. લક્ષ્મીપુર (દુધાળા) ગામના સરકારી પડતર  સ.નં.૨૦૯ વાળી જમીનમાં બિનઅધિકૃત રીતે ૨૩૭૮-૦૦ ચો.મી. જેટલું બિનખેતી વિષયક બાબતનું દબાણ વગર પરવાનગીએ છેલ્લા અંદાજીત ૧૦ (દશ) વર્ષથી ઉપયોગ કરતા હોવાનું આ કામના ફરીયાદીએ જણાવેલ છે.

 

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર (દુધાળા) ગામમાં આવેલી સરકારી અને કુદરતી તળાવની  કિંમતી જમીન પરના બિનઅધિકૃત દબાણ મામલે હવે કાયદાનો ગાળિયો કસાયો છે. લક્ષ્મીપુર ગામના સરકારી પડતર સર્વે નંબર ૨૦૯ , જે સરકારી તળાવનો ખરાબો છે, તેના પર શ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ - લક્ષ્મીપુર દ્વારા આશરે ૨૩૭૮-૦૦ ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર કમ્પાઉન્ડ વોલ અને પાકા બાંધકામો ખડકી દઈ બિનઅધિકૃત કબ્જો જમાવવામાં આવ્યો હોવાનું કાલાવડ મામલતદારની કોર્ટમા  સાબિત થયું છે.

 

સામાવાળાએ મુદરે હાજર રહી લેખિત/મૌખિક રજુઆત કરેલ કે, અમો કાલાવડ તાલુકાના દુધાળા ગામના સરકારી પડતરના સ.નં.૨૦૯ વાળી જમીનમાં સમાજવાડી બનાવવા માટે કંપાઉન્ડ વોલ તથા પાકુ બાંધકામ કરી આશરે ૨૩૭૮-૦૦ ચો.મી. જમીનમાં બિનઅધિકૃત રીતે કબ્જો કરેલ હોવાનું કબુલ કરેલ છે. તેમજ સદરહું જમીન તેઓને આપવામાં આવેલ હોવાના કે જમીનની માલિકી બાબતોમાં તેમના કોઈ આધાર ન હોવાનું જણાવેલ છે.સરકાર તરફે આ કામના ફરીયાદીએ એવી રજુઆત કરેલ છે કે, સામાવાળાનો કબ્જો સરકારી જમીનમાં ગેરકાયદેસર હોઇ દંડ લઇ દબાણ ખુલ્લું કરાવવા માંગણી કરેલ છે,
સબબ, આ કામના સામાવાળાએ સરકારી જમીનનું દબાણ કર્યાનું સાબિતમાની નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.
સરકારી મહેસૂલી કેસના રેકોર્ડ મુજબના સામાવાળાઓની ​શ્રી લેઉવા પટેલ સમાજ ટ્રસ્ટ, લક્ષ્મીપુર ના તમામ જવાબદાર કારોબારી સભ્ય જમનભાઈ જાદવભાઈ સખીયા, શ્રી ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ વેકરીયા, જમનભાઈ પરસોત્તમભાઈ તારપરા, ગોરધનભાઈ જાદવભાઈ સખીયા,સુરેશભાઈ લવજીભાઈ સખીયા,મનીષભાઈ વલ્લભભાઈ સખીયા, પરસોત્તમભાઈ હીરાભાઈ રાદડીયા, બાબુભાઈ ભીખાભાઈ તાળા, ભોવાનભાઈ ચનાભાઈ લુણાગરીયા, જમનભાઈ પોપટભાઈ સોજીત્રા, રશિકભાઈ વિઠ્ઠલભાઈ સખીયા,  જેન્તીભાઈ નરશીભાઈ રાજપરા, અરવિંદભાઈ વશરામભાઈ સખીયા, રાજેશભાઈ જેઠાભાઈ કપુરીયા, બાબુભાઈ નાનજીભાઈ સખીયા, જયસુખભાઈ નાનજીભાઈ સખીયા, મુળજીભાઈ લવજીભાઈ સખીયા, નીતિનભાઈ વિઠ્ઠલભાઈ સખીયા, મહેશભાઈ ગોવિંદભાઈ તારપરા, ગિરધરભાઈ પોપટભાઈ તારપરા,મુકેશભાઈ ધીરજભાઈ વસોયા આ તમામ રહેવાસી: ગામ લક્ષ્મીપુર, તા. કાલાવડ, જી. જામનગર

 

આ કામના સામાવાળાએ કાલાવડ તાલુકાના મો.જે. લક્ષ્મીપુર (દુધાળા)ગામના સરકારી પડતર સ.નં.૨૦૯ આકાર રૂ.૦-૦૦ વાળી કુલ હે. ૭-૭૭-૨૬ ચો.મી જમીન પૈકી ૨૩૭૮-૦૦ ચો.મી. જમીનમાં બિનઅધિકૃત રીતે છેલ્લા ૧૦ (દશ) વર્ષથી બિનખેતી વિષયક હેતુ માટે બાંધકામ કરી દબાણ કર્યાનું સાબિત માનવામાં આવે છે. અને સ.નં.૨૦૯ (જુના સ.નં.૨૬૩ પૈકી)ની ખેતીની જમીનનો પિયત જંત્રીદર પ્રતિ ચો.મી.૩૭/- છે. પ્રવર્તમાન જોવગાઈ મુજબ બે ગણા કરતાં જંત્રીદર પ્રતિ ચો.મી.૭૪/-થાય છે. આમ, સવાલવાળી જમીન ચો.મી.૨૩૭૮-૦૦. X રૂ.૭૪/- જંત્રી મુજબ રકમ રૂ. ૧૭૫૯૭૨/- ના ૧ % લેખે રકમ રૂ. ૧૭૬૦/- જે એક વર્ષના થાય છે. જે મુજબ ૧૦ (દશ) વર્ષના રકમ રૂ. ૧૭૬૦/-X ૧૦ વર્ષ = રૂ. ૧૭૬૦૦/- (સત્તર હજાર છ સો પુરા) દંડનો તેમ ઇત્તર વેરાઓ  લેવા અને દબાણવાળી જમીન ખુલ્લી કરવા હુકમ કરવામાં આવેલ છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ