જાહેરાત
તાજા સમાચાર
શેરબજારમાં નરમાઈ: સેન્સેક્સ 238 પોઈન્ટ તૂટ્યો, SBI ફંડ્સ મેનેજમેન્ટનું 7% પ્રીમિયમ સાથે શાનદાર લિસ્ટિંગ. | Amazonના ગ્રાહકને આવ્યું ₹130 લાખ કરોડનું બિલ! ટેક્નિકલ ખામીથી મચ્યો હોબાળો, કંપનીએ આપી સ્પષ્ટતા | માધવપુરમાં રૂ. 43.72 કરોડના વિકાસકાર્યોનો પ્રારંભ, યાત્રાધામને મળશે આધુનિક ઓળખ. | મહારાષ્ટ્રમાં પ્રેમિકાનો ખૌફનાક કાંડ! યુવકના.... | ઓડેસા બંદર પર મિસાઇલ હુમલો: 4 ભારતીય નાવિકોના મોત બાદ ભારતનો રશિયા સામે કડક વિરોધ. | ગોંડલના સુલતાનપુરમાં અનોખું રેસ્ક્યૂ ઓપરેશન, મકાનના ધાબા પર ચઢેલા આખલાને સહીસલામત ઉતારાયો. | અમદાવાદના ચાંગોદરમાં રૂ. 39.57 કરોડના ગેરકાયદે ફટાકડાનો જથ્થો ઝડપાયો, ફાયર સેફ્ટીના અભાવે બે સામે FIR | IPL ક્રિકેટર અભિષેક પોરેલ સામે ગંભીર આરોપો: લગ્નનું વચન આપી શારીરિક શોષણનો કેસ, કલકત્તા હાઇકોર્ટનો તાત્કાલિક ધરપકડનો આદેશ | ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, 15 લાખનો મુદામાલ જપ્ત. | જામજોધપુરની પી.એમ. તાલુકા શાળા નં. 1 પાસે દારૂની ખાલી બોટલોના ઢગલા, જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૫ વાર જોવાયેલ 6 કલાક પેહલા

મારું શહેર ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, 15 લાખનો મુદામાલ જપ્ત.

ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે કાર્યવાહી, 15 લાખનો મુદામાલ જપ્ત.

જામનગર: જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાના આધારે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા ધ્રોલ-જોડિયા રોડ પર હાથ ધરાયેલી આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન અને પરિવહન કરતા એક લોડર અને એક ટ્રેક્ટરને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન રેતીના જથ્થા અંગે કોઈપણ પ્રકારના કાયદેસર આધાર-પુરાવા રજૂ ન કરી શકાતા વિભાગે બંને વાહનો સહિત રેતીનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાના આધારે અધિકારીઓએ ધ્રોલ-જોડિયા રોડ પર ચેકિંગ દરમિયાન રજિસ્ટ્રેશન નંબર GJ-10-CE-5689 ધરાવતું લોડર અને રજિસ્ટ્રેશન નંબર GJ-10-DE-6048 ધરાવતો ટ્રેક્ટર ગેરકાયદેસર રીતે સાદી રેતીના ખનિજનું ચાળણ અને પરિવહન કરતા ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન બંને વાહનો કામગીરી દરમિયાન જ ઝડપાઈ જતા સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન લોડરના માલિક તરીકે કરસનભાઈ ઘેલાભાઈ વરુ, રહેવાસી ધ્રોલ દ્વારા રેતીના જથ્થા અંગે કોઈપણ પ્રકારના કાયદેસર પરવાના, રોયલ્ટી પાસ કે અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા નહોતા. જેના કારણે ખનિજ વિભાગે રેતીનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે નોંધ્યું હતું.

આથી ખાણ અને ખનિજ વિભાગે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલ સાદી રેતીનો જથ્થો તેમજ તેમાં ઉપયોગમાં લેવાયેલા બંને વાહનો જપ્ત કર્યા હતા. કાર્યવાહી બાદ લોડર અને ટ્રેક્ટરને સીઝ કરીને ધ્રોલ સ્થિત સોના સ્ટોન ખાતે સરકારી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પંચનામું અને કાયદાકીય પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવેલ રેતીનો જથ્થો અને બંને વાહનો સહિતનો કુલ મુદામાલ અંદાજે રૂ. 15 લાખનો થાય છે. સમગ્ર મામલે ગુજરાત ખનિજ નિયમો હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજના બિનઅધિકૃત પરિવહન સામે ખાણ અને ખનિજ વિભાગ દ્વારા સતત ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે ખનિજ ચોરી, ગેરકાયદેસર ખનન અને બિનપરવાનગીય પરિવહન સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ