જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ. | માધવપુર ઘેડમાં વરસાદ બંધ થયાને 5-6 દિવસ છતાં પાણીનો ભરાવો યથાવત, સ્થાનિકોમાં રોષ. | ભગવાન ભાવના અને શ્રદ્ધાના ભૂખ્યા છે. | કારગિલ વિજય દિવસ 2026: PM મોદી, અમિત શાહ અને રાજનાથ સિંહે વીર શહીદોને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ. | PM મોદીએ ધર્મેન્દ્ર પ્રધાન બાદ પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલય કેમ સોંપ્યું? જાણો મુખ્ય કારણો. | ભારતીય ક્રૂડ ઓઇલ બાસ્કેટમાં 20 દિવસમાં 52%નો ઉછાળો, સરકારી ઓઇલ કંપનીઓ પર ફરી વધ્યું દબાણ. | જાણો, તા. 26 જુલાઈ, રવિવાર અને અષાઢ સુદ બારસનું રાશિફળ. | તારીખ : ૨૬/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. | પોરબંદર સિવિલ હોસ્પિટલમાં દિવ્યાંગ દર્દીઓ માટે કેશ બારી પર વિશેષ સુવિધાની માંગ, સામાજિક કાર્યકરની રજૂઆત | જાખરવડા ગામમાં રેશનિંગ વિતરણમાં કથિત ગેરરીતિના આક્ષેપ, ગ્રામજનોની મામલદારને તપાસની માંગ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૮૧ વાર જોવાયેલ 2 અઠવાડિયા પેહલા

મારું શહેર બેટ દ્વારકાના પૂર્વ PSI આર.આર. ઝરૂ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, પોલીસ તંત્રમાં ખળભળાટ.

બેટ દ્વારકાના પૂર્વ PSI આર.આર. ઝરૂ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી, પોલીસ તંત્રમાં ખળભળાટ.

દેવભૂમિ દ્વારકા: બેટ દ્વારકાના પૂર્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) આર.આર. ઝરૂ અને અન્ય પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ થતાં પોલીસ મહેકમમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ, બેટ દ્વારકાના રહેવાસી શ્યામ કમલભાઈ ચાવડાએ આક્ષેપ કર્યો છે કે થોડા સમય અગાઉ તે સમયના PSI આર.આર. ઝરૂ તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તેમની સાથે મારપીટ કરી હતી. ઘટનામાં તેમને ઈજાઓ પહોંચતા તેમણે સારવાર પણ લીધી હતી.

ફરિયાદીનો દાવો છે કે સમગ્ર મામલો દેવભૂમિ દ્વારકાના જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં અંતે તેમણે ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

હાઈકોર્ટમાં શું માંગણી?

અરજીમાં પૂર્વ PSI આર.આર. ઝરૂ તથા ઘટનામાં સંડોવાયેલા અન્ય પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની ગુનાહિત કાર્યવાહી કરવા તેમજ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

પોલીસ તંત્રમાં ચર્ચા

આ અરજી હાઈકોર્ટમાં દાખલ થતાં પોલીસ વિભાગમાં દોડધામ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આ મામલે હાઈકોર્ટમાં અરજી દાખલ થઈ છે અને કેસની આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. 

 આ સમાચાર અરજીમાં કરાયેલા આક્ષેપોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. હાઈકોર્ટ દ્વારા હજુ સુધી આક્ષેપોની સત્યતા અંગે કોઈ અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી અને સંબંધિત પોલીસ અધિકારીઓનો પક્ષ જાહેર થયો હોય તેવી માહિતી ઉપલબ્ધ નથી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ