જાહેરાત
તાજા સમાચાર
જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ મુદ્દે વશરામ સાગઠિયાના ગંભીર આક્ષેપો, સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ઉઠાવી માંગ | વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા મનપા સતર્ક, કમિશનરે અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી | મોદી કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ, 6 મંત્રીઓ બહાર અને 9 નવા ચહેરાઓને મળી શકે તક | રાજકોટમાં રૂ.2.49 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો, મધ્યપ્રદેશમાંથી ત્રણ આરોપી ઝડપાયા; રૂ.41 લાખનો મુદ્દામાલ કબજે | કાલાવડના છત્તર ગામે વસુંધરા પેટ્રોલ પંપ પર ધાડ જેવી દહેશત, કારમાં આવેલા શખ્સોએ કર્મચારીઓ સાથે કરી મારામારી; ઘટનાનો વીડિયો વાયરલ. | બે વર્ષ પહેલાં જ બે રાષ્ટ્રીય ખિતાબ: સુરતના કર્ણે વધાર્યું બાબર સમાજનું ગૌરવ. | ચંપત રાય વિરુદ્ધ ઉઠ્યો વિરોધનો સૂર, વકીલોનો કેસ નહીં લડવાનો નિર્ણય; સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો | દિલ્હીના કનોટ પ્લેસમાં વૃદ્ધ વાંસળીવાદકનો ભાવુક કરી દેનારો વીડિયો વાયરલ, ‘હું ભિખારી નથી...’ લખેલા સંદેશે લાખો લોકોના દિલ જીતી લીધા. | 30 સેકન્ડમાં 30 લાખની ચોરી, સુરતના જ્વેલરી કારખાનામાંથી બંગાળી કારીગર સોનું-હીરા લઈને ફરાર | સુજલામ સુફલામ અભિયાનથી જળસંચયમાં ઐતિહાસિક વધારો.... |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૨૧ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું ગુજરાત સુજલામ સુફલામ અભિયાનથી જળસંચયમાં ઐતિહાસિક વધારો....

સુજલામ સુફલામ અભિયાનથી જળસંચયમાં ઐતિહાસિક વધારો....

ગુજરાતમાં પાણીના સંગ્રહને વધુ મજબૂત બનાવવા અને વરસાદના દરેક ટીપાનો મહત્તમ ઉપયોગ થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતું 'સુજલામ સુફલામ જળ અભિયાન' આજે રાજ્યવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'કેચ ધ રેઈન' અભિયાનની પ્રેરણાથી શરૂ કરાયેલા આ અભિયાન દ્વારા છેલ્લા આઠ વર્ષમાં રાજ્યની જળ સંગ્રહશક્તિમાં ઐતિહાસિક વધારો નોંધાયો, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જ આ અભિયાનના પરિણામે રાજ્યમાં જળ સંગ્રહશક્તિમાં ૨૦,૭૮૯ લાખ ઘનફૂટનો વધારો થયો, જ્યારે છેલ્લા આઠ વર્ષ દરમિયાન કુલ ૧,૩૮,૦૩૯ લાખ ઘનફૂટ જેટલી વધારાની જળ સંગ્રહ ક્ષમતા ઉભી કરવામાં સફળતા મળી, તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પાણીના સંરક્ષણને માત્ર સરકારી યોજના તરીકે નહીં પરંતુ લોકભાગીદારી આધારિત અભિયાન તરીકે આગળ ધપાવી રહી,  વધતી જતી પાણીની જરૂરિયાત, બદલાતી આબોહવા અને અનિયમિત વરસાદ જેવી પરિસ્થિતિમાં જળ સંરક્ષણ હવે વૈકલ્પિક નહીં પરંતુ અનિવાર્ય બની ગયું, તેવા સમયે ગુજરાતમાં હાથ ધરાયેલું આ અભિયાન પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું સફળ મોડેલ બની રહ્યું, રાજ્યના શહેરોથી લઈને ગામડાં સુધી લોકોમાં પાણી બચાવવા અંગે જાગૃતિ આવી રહી છે અને પાણીના દરેક સ્ત્રોતનું સંવર્ધન કરવાની ભાવના મજબૂત બની રહી, પરિણામે, પાણીની ઉપલબ્ધિમાં વધારો થવાની સાથે સાથે કૃષિ, પશુપાલન, પીવાના પાણીની સુવિધા અને પર્યાવરણના સંરક્ષણને પણ લાંબા ગાળે મોટો લાભ મળી રહ્યો, 

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીનગરથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનનો ભવ્ય પ્રારંભ, અભિયાનની શરૂઆતથી જ વિવિધ વિભાગો વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના આયોજનબદ્ધ પ્રયાસોના પરિણામે મે-૨૦૨૬ સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૧૩,૩૧૫ વિકાસલક્ષી જળસંચયના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારનું મુખ્ય લક્ષ્ય માત્ર નવા જળ સ્ત્રોતો ઊભા કરવાનું નથી, પરંતુ વર્ષોથી અવગણના પામેલા પરંપરાગત જળાશયોનું પુનર્જીવન કરીને તેમની મૂળ ક્ષમતા પુનઃસ્થાપિત કરવાનું પણ, પાણીના સંચય માટે દરેક તાલુકા અને ગામમાં સ્થાનિક જરૂરિયાત મુજબ કામગીરી હાથ ધરવામાં, આ સમગ્ર અભિયાનમાં સરકારી તંત્ર ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, ખેડૂતો, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સામાન્ય નાગરિકોએ પણ સક્રિય સહભાગિતા નોંધાવી હતી. સરકારનું માનવું છે કે પાણીનું સંરક્ષણ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી, આ જ અભિગમને કારણે અભિયાનને વ્યાપક જનસમર્થન મળ્યું,  અને લોકો પોતે પણ તળાવો, ચેકડેમ અને નહેરોની સફાઈ સહિતની કામગીરીમાં જોડાઈ રહ્યા, 

આ વર્ષે હાથ ધરાયેલી કામગીરીમાં પરંપરાગત જળ સ્ત્રોતોના પુનઃજીવનને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી, રાજ્યભરમાં ૨,૪૫૦ તળાવો ઊંડા કરવાની કામગીરી, ૩,૬૬૧ ચેકડેમનું ડિસિલ્ટિંગ, તેમજ ૧,૧૬૦ ચેકડેમના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવ્યા, આ ઉપરાંત કુલ ૬૨૬ કિલોમીટર લંબાઈમાં નહેરોની સફાઈ અને ૧,૨૭૭ કિલોમીટર જેટલી કાંસોની સફાઈ પણ કરવામાં આવી, વર્ષો સુધી જમા થયેલી માટી અને કચરાને દૂર કરવાના કારણે તળાવો અને ચેકડેમની પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો, વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે નહેરો અને કુદરતી પાણીના વહેણને અવરોધમુક્ત બનાવવામાં આવ્યા, આ તમામ કામગીરીના પરિણામે રાજ્યમાં જળ સંગ્રહ ક્ષમતામાં ૨૦,૭૮૯ લાખ ઘનફૂટનો વધારો નોંધાયો, નિષ્ણાતોના મતે, વરસાદી પાણીનો સંગ્રહ વધારવા માટે આવી કામગીરી અત્યંત મહત્વપૂર્ણ  કારણ કે તે ભૂગર્ભ જળસ્તરને પણ સીધી અસર કરે, તળાવો અને ચેકડેમમાં વધુ પાણી સંગ્રહ થવાથી આસપાસના વિસ્તારોમાં કૂવા અને બોરવેલનું પાણી લાંબા સમય સુધી જળવાઈ રહે, ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બને છે અને ઉનાળાની ઋતુમાં પીવાના પાણીની સમસ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય, 

આ અભિયાનનો એક મહત્વપૂર્ણ પાસો રોજગારીનું સર્જન પણ રહ્યો, જળ સંરક્ષણના વિવિધ કામો દરમિયાન રાજ્યમાં અંદાજે ૨.૩૦ લાખ માનવદિનની રોજગારીનું સર્જન થયું, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રમિકોને સ્થાનિક સ્તરે જ રોજગાર મળ્યો, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારના છ મુખ્ય વિભાગો સંકલિત રીતે કામગીરી કરી રહ્યા, તેમાં જળ સંપત્તિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ તથા સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો સમાવેશ થાય, વિવિધ વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે માટે નિયમિત સમીક્ષા બેઠક યોજવામાં આવે અને જિલ્લા સ્તરે અધિકારીઓને સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સોંપવામાં આવે, અભિયાન અંતર્ગત કામો મુખ્યત્વે લોકભાગીદારી, મનરેગા યોજના અને વિભાગીય અમલીકરણ એમ ત્રણ અલગ-અલગ માધ્યમોથી કરવામાં આવે, જેના કારણે સરકારના ખર્ચમાં ઘટાડો થવાની સાથે લોકોમાં માલિકીભાવ પણ વિકસે, મનરેગા યોજના સાથે જોડાયેલા હજારો શ્રમિકોને રોજગારી મળવાની સાથે ગામોમાં પાણીના કાયમી સ્ત્રોતોનું નિર્માણ પણ થયું, આ દ્વિગુણ લાભને કારણે અભિયાનને વિકાસ અને રોજગારી બંનેના ઉત્તમ ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યું, 

મંત્રીશ્રીએ છેલ્લા આઠ વર્ષના અભિયાનની સિદ્ધિઓ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮થી લઈને અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ ૧,૨૩,૬૩૫ જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે ૩૯,૭૭૦ તળાવો ઊંડા કરવા અથવા નવા તળાવો બનાવવાના કામો, ૨૬,૮૭૩ ચેકડેમ ડિસિલ્ટિંગના કામો તથા ૭,૮૧૦ ચેકડેમના સમારકામના કામો પૂર્ણ કરવામાં આવ્યા, આ ઉપરાંત કુલ ૮૦,૭૯૩ કિલોમીટર લંબાઈમાં નહેરો અને કાંસોની સફાઈ કરવામાં આવી, આ તમામ કામગીરીના પરિણામે રાજ્યમાં કુલ ૧,૩૮,૦૩૯ લાખ ઘનફૂટ જેટલી વધારાની જળ સંગ્રહ ક્ષમતા ઉભી થઈ, એટલું જ નહીં, છેલ્લા આઠ વર્ષમાં કુલ ૨૦૬.૭૩ લાખ માનવદિનની રોજગારીનું પણ સર્જન થયું, રાજ્ય સરકારનું માનવું છે કે જળ સંરક્ષણ અને ગ્રામ વિકાસને એકબીજા સાથે જોડીને કામ કરવામાં આવે તો પાણીની સમસ્યા ઉપરાંત બેરોજગારી જેવી સમસ્યાઓનો પણ અસરકારક ઉકેલ મેળવી શકાય, આઠ વર્ષના આંકડા દર્શાવે છે કે અભિયાન માત્ર કાગળ પર મર્યાદિત રહ્યું નથી, પરંતુ તેનો સીધો લાભ લાખો ખેડૂતો, ગ્રામજનો અને નાગરિકોને મળ્યો છે. અનેક વિસ્તારોમાં ભૂગર્ભ જળસ્તરમાં સુધારો નોંધાયો છે અને પાણી માટે ટેન્કર પરની નિર્ભરતા પણ ઘટી, 

જળ નિષ્ણાતોના મતે ગુજરાત જેવા અર્ધશુષ્ક રાજ્ય માટે વરસાદના દરેક ટીપાનો સંગ્રહ કરવો સમયની સૌથી મોટી જરૂરિયાત, છેલ્લા કેટલાક વર્ષોથી આબોહવા પરિવર્તનના કારણે વરસાદની અનિશ્ચિતતા વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાય, આવી પરિસ્થિતિમાં જો વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થાય તો તે સીધું સમુદ્રમાં વહી જાય અને ઉનાળામાં પાણીની અછત સર્જાય, સુજલામ સુફલામ જળ અભિયાન આ પડકાર સામે લાંબા ગાળાનો ઉકેલ પૂરું પાડતું અભિયાન બની રહ્યું,  તળાવો, ચેકડેમ, નહેરો અને કુદરતી જળમાર્ગોના સંવર્ધનથી વરસાદી પાણી જમીનમાં ઉતરે અને ભૂગર્ભ જળસ્તરમાં સતત વધારો થાય, જેના કારણે ખેડૂતોને વધુ પાક લેવા માટે પાણી ઉપલબ્ધ બને છે, પશુપાલન ક્ષેત્રને લાભ મળે છે અને શહેરો તેમજ ગામોમાં પીવાના પાણીની ઉપલબ્ધિ પણ વધુ મજબૂત બને, સાથે સાથે પાણીની ઉપલબ્ધિ વધવાથી ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને પણ ગતિ મળે, પર્યાવરણની દૃષ્ટિએ પણ આ અભિયાન મહત્વપૂર્ણ છે કારણ કે પાણીના સ્ત્રોતો જીવંત રહેતાં જૈવવિવિધતા જળવાઈ રહે છે અને હરિયાળી વધે, 

રાજ્ય સરકારનું કહેવું છે કે આગામી વર્ષોમાં પણ સુજલામ સુફલામ જળ અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવશે અને પાણીના સંરક્ષણને વિકાસના કેન્દ્રમાં રાખીને નવી યોજનાઓ અમલમાં મૂકવામાં, વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ, પરંપરાગત જળાશયોના સંવર્ધન, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ અને લોકભાગીદારીના વધુ વિસ્તરણ પર વિશેષ ભાર આપવામાં,  જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાજ્યના નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને પોતાના વિસ્તારમાં જળાશયોના સંરક્ષણમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી, તેમણે જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસો ત્યારે જ સંપૂર્ણ સફળ બની શકે જ્યારે સમાજનો દરેક વર્ગ પાણીના સંરક્ષણને પોતાની ફરજ તરીકે સ્વીકારશે, છેલ્લા આઠ વર્ષમાં પ્રાપ્ત થયેલી ઐતિહાસિક સફળતા દર્શાવે છે કે સરકાર, તંત્ર અને જનતા સાથે મળીને કામ કરે તો કુદરતી સંસાધનોનું સંરક્ષણ વધુ અસરકારક રીતે શક્ય બને,  ગુજરાતમાં સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર પાણી સંગ્રહની યોજના નહીં પરંતુ ભાવિ પેઢી માટે જળ સુરક્ષા સુનિશ્ચિત કરતું એક લોકકેન્દ્રિત વિકાસ અભિયાન બની રહ્યું છે, જે રાજ્યને પાણીની દૃષ્ટિએ વધુ આત્મનિર્ભર અને સશક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું, 

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ