જાહેરાત
તાજા સમાચાર
ગુજરાતમાં AI ઇકોસિસ્ટમને મળશે નવી ગતિઃ Automation Anywhere સાથે રૂ.100 કરોડ સુધીના સહયોગ માટે MoU. | ગુજરાત પોલીસનું સ્માર્ટ પોલિસિંગ તરફ મોટું પગલુંઃ 80 હજાર CCTV કેમેરા જોડવા દેશની સૌથી મોટી AI હેકાથોન. | લાખોટા લેકમાં 11 કાચબાના મોતથી ચકચારઃ દૂષિત પાણીની આશંકા, સેમ્પલ ગાંધીનગર મોકલાયા. | ભવનેશ્વર પાટિયા પાસે રહેણાક મકાનમાંથી રૂ.70 હજારનો વિદેશી દારૂ ઝડપાયો, એક આરોપી ઝડપાયો. | રાણપરની સીમમાં LCBની મોટી રેડઃ રૂ.13.27 લાખનો વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો. | શું ભૂકંપ આવતા પહેલા સંકેત મળે છે? વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવી રસપ્રદ પેટર્ન. | દુનિયાના સૌથી મોટા ઓલ-ઇલેક્ટ્રિક વિમાને ભરી સફળ ઉડાન, 27 મિનિટની ફ્લાઇટનો વીજળી ખર્ચ માત્ર ₹480! | લાલપુરમાં ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો, 14 NSS સ્વયંસેવકો બન્યા ‘નિ-ક્ષય મિત્ર’ | જામનગરમાં ભગવાન નેમિનાથના જન્મ કલ્યાણકની ભક્તિભાવપૂર્વક ઉજવણી. | જામનગરની મોટી હવેલી વિદ્યાલયમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભાવભેર ઉજવણી |
પાછા મુખ્ય સમાચાર પર
ટેક્નોલોજી ૧૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

ટેક્નોલોજી ગુજરાતમાં AI ઇકોસિસ્ટમને મળશે નવી ગતિઃ Automation Anywhere સાથે રૂ.100 કરોડ સુધીના સહયોગ માટે MoU.

ગુજરાતમાં AI ઇકોસિસ્ટમને મળશે નવી ગતિઃ Automation Anywhere સાથે રૂ.100 કરોડ સુધીના સહયોગ માટે MoU.

ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેક્નોલોજીના ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ તથા AI, Agentic Automation, Intelligent Automation અને Robotic Process Automation (RPA) ક્ષેત્રે કાર્યરત વૈશ્વિક કંપની Automation Anywhere વચ્ચે ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં Automation Anywhereના કો-ફાઉન્ડર અને COO શ્રી અંકુર કોઠારી સહિત બંને પક્ષના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં AI અંગે જાગૃતિ વધારવા, યુવાઓની ક્ષમતાવર્ધન કરવા તથા સરકાર, ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે ટેક્નોલોજી ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે.

આ પ્રસંગે મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન દેશના એક કરોડ જેટલા યુવાઓને AIની તાલીમ આપીને સજ્જ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે આ MoU કરવામાં આવ્યું છે. આ સહયોગ અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓ, યુવાઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, MSMEs, સ્ટાર્ટઅપ્સ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માટે AI અને Machine Learning અંગે વિવિધ ક્ષમતાવર્ધન કાર્યક્રમો યોજવામાં આવશે. તાલીમ કાર્યક્રમો ઉપરાંત વર્કશોપ, સેમિનાર, વેબિનાર, બૂટકેમ્પ અને સર્ટિફિકેશન આધારિત કોર્સનું પણ આયોજન કરવામાં આવશે.

આ MoUની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે Automation Anywhere દ્વારા આગામી 10 વર્ષ દરમિયાન અંદાજે રૂ.100 કરોડ સુધીનો સહયોગ આપવામાં આવશે. આ સહયોગનો ઉપયોગ યુવાઓની તાલીમ, ક્ષમતાવર્ધન અને AI સંબંધિત વિવિધ પહેલ માટે કરવામાં આવશે. કંપની ગુજરાતમાં AI/ML અને emerging technologies અંગેના તાલીમ કાર્યક્રમોમાં સહયોગ આપશે. આ માટે ટ્રેનર્સ, Subject Matter Experts અને Mentors પણ કંપની દ્વારા પોતાના ખર્ચે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે જ તાલીમાર્થીઓને ગુણવત્તાયુક્ત અભ્યાસ માટે તાલીમ અભ્યાસક્રમ, લર્નિંગ કન્ટેન્ટ અને સર્ટિફિકેશન ફ્રેમવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રેક્ટિકલ અનુભવ માટે Automation Anywhereના no-code અને low-code આધારિત Automation Success Platformના Community Edition licenses પણ તાલીમાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

બીજી તરફ, રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય હિતધારકો સાથે સંકલન કરવામાં આવશે. જ્યાં જરૂરી હોય ત્યાં તાલીમ કાર્યક્રમો માટે સ્થળ અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સમગ્ર સહયોગથી વિદ્યાર્થીઓ અને યુવાઓ ઉપરાંત સરકારી તંત્ર, MSMEs અને સ્ટાર્ટઅપ્સમાં AI, automation અને emerging technologies અંગેની સમજ અને કુશળતા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. સરકાર અને ટેક્નોલોજી ઉદ્યોગ વચ્ચેના સહયોગથી નવી ટેક્નોલોજીના વ્યવહારુ ઉપયોગ માટે પણ વધુ તકો ઊભી થવાની અપેક્ષા છે.

આ MoUને ગુજરાતમાં AI, emerging technologies, innovation અને digital transformation ક્ષેત્રે અગ્રણી રાજ્ય તરીકે વિકાસ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી વર્ષોમાં AI આધારિત ટેક્નોલોજીનો વ્યાપ વધતો જાય તેવા સમયમાં કુશળ માનવબળ તૈયાર કરવું મહત્વપૂર્ણ બની રહ્યું છે. Automation Anywhere સાથેનો આ લાંબા ગાળાનો સહયોગ ગુજરાતના યુવાઓને આધુનિક ટેક્નોલોજીની તાલીમ અને પ્રમાણપત્ર મેળવવાની તકો પૂરી પાડશે. કાર્યક્રમમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના ICT અને ઈ-ગવર્નન્સ નિયામક શ્રી કવિતા શાહ તેમજ Automation Anywhere તરફથી SVP-APJ શ્રી સંજય રોહતગી અને સ્ટ્રેટેજીસ બિઝનેસ ડાયરેક્ટર શ્રી નેવિલ શુક્લા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ