જાહેરાત
તાજા સમાચાર
મોરોક્કોથી સ્પેનના સેઉટામાં હજારો સ્થળાંતરકારોનો ધસારો: સરહદ કટોકટી વચ્ચે 9 લોકોના મોત, સુરક્ષા વ્યવસ્થા સઘન | જામનગર મહાનગરપાલિકા એલર્ટ: ફાયર બ્રિગેડે આપત્તિ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી | 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર: ગુજરાતનું અદૃશ્ય સુરક્ષા કવચ, 286 કરોડથી વધુ એલર્ટ SMSથી લાખો નાગરિકોની સુરક્ષા | વાવાઝોડા અને અતિવૃષ્ટિમાં પશુધનની સુરક્ષા માટે સાવચેત રહો: જામનગર જિલ્લા પશુપાલન શાખાની મહત્વપૂર્ણ અપીલ | શેરબજારની ફ્લેટ શરૂઆત: સેન્સેક્સ 50 પોઈન્ટ અને નિફ્ટી 30 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા | 3ના મોત, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ, સરહદ પર હાઈ એલર્ટ | ખંભાળિયામાં બનશે બીજો સૌથી મોટો ડેમ: સલાયામાં ₹67 કરોડની 'ન્યૂ સલાયા બંધારા યોજના'ને મંજૂરી | ગુજરાતમાં ટ્યુશન ક્લાસિસ પર કડક નિયંત્રણ: મનમાની ફી પર લગામ, નવા કાયદા હેઠળ કડક દંડની જોગવાઈ | કરજણ ડેમના 4 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં 34 હજાર ક્યુસેક પાણી છોડાયું: નીચાણવાળા ગામોને એલર્ટ | રાજ્યમાં NDRFની 18 ટીમો તૈનાત, અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૮ વાર જોવાયેલ 50 મિનિટ પેહલા

મારું ગુજરાત 24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર: ગુજરાતનું અદૃશ્ય સુરક્ષા કવચ, 286 કરોડથી વધુ એલર્ટ SMSથી લાખો નાગરિકોની સુરક્ષા

24×7 કાર્યરત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર: ગુજરાતનું અદૃશ્ય સુરક્ષા કવચ, 286 કરોડથી વધુ એલર્ટ SMSથી લાખો નાગરિકોની સુરક્ષા

ગુજરાતમાં ભૂકંપ, વાવાઝોડું, પૂર, અતિવૃષ્ટિ કે અન્ય કોઈપણ કુદરતી અથવા માનવસર્જિત આપત્તિ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપવા માટે ગાંધીનગર ખાતે 24×7 કાર્યરત 'સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)' સતત કાર્યરત છે. વર્ષ 2001ના કચ્છના વિનાશક ભૂકંપ બાદ રાજ્ય સરકારે આધુનિક ટેક્નોલોજી આધારિત આપત્તિ વ્યવસ્થાપન માળખું વિકસાવ્યું હતું, જે આજે સમગ્ર રાજ્ય માટે એક મજબૂત સુરક્ષા કવચ તરીકે કાર્ય કરી રહ્યું છે. આપત્તિની કોઈપણ સ્થિતિમાં આ સેન્ટર ગણતરીની મિનિટોમાં સમગ્ર વહીવટી તંત્ર, બચાવ દળો અને સંબંધિત વિભાગો વચ્ચે રિયલ-ટાઇમ સંકલન સ્થાપિત કરીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરે છે.

SEOCનું સૌથી મહત્વપૂર્ણ પાસું તેની અદ્યતન સંચાર વ્યવસ્થા છે. આપત્તિના સમયે સામાન્ય સંચાર વ્યવસ્થા ખોરવાઈ જાય ત્યારે પણ SEOC GSWAN નેટવર્ક, જીસ્વાન હોટલાઈન, સેટેલાઈટ ફોન, લેન્ડલાઈન, ઈ-મેઈલ, વોટ્સએપ, સોશિયલ મીડિયા, પોલીસ વાયરલેસ અને હેમ રેડિયો જેવા વિવિધ માધ્યમો દ્વારા સતત સંપર્ક જાળવી રાખે છે. નાગરિકોને સમયસર ચેતવણી આપવા માટે વિકસાવવામાં આવેલા 'સચેત પોર્ટલ' દ્વારા અત્યાર સુધીમાં 286.4 કરોડથી વધુ માસ SMS મોકલવામાં આવ્યા છે. ઉપરાંત 6 કરોડથી વધુ મોબાઈલ એપ યુઝર્સ અને 5.3 લાખથી વધુ વેબ એક્સેસ દ્વારા પણ હવામાન અને આપત્તિ સંબંધિત માહિતી પહોંચાડવામાં આવી છે.

સમગ્ર રાજ્યમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે 33 જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC), 5 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને 248 તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. આ તમામ કેન્દ્રો રાજ્યકક્ષાના SEOC સાથે સતત જોડાયેલા રહે છે અને 24 કલાક મોનિટરિંગ કરે છે. કોઈપણ કટોકટી સર્જાય ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ સાથે ઝડપી સંકલન સાધીને સમયસર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે છે. રાજ્યકક્ષાએ 51900 અને 1070, જ્યારે જિલ્લા કક્ષાએ 1077 ટોલ-ફ્રી હેલ્પલાઈન પર નાગરિકો સીધો સંપર્ક કરીને સહાય મેળવી શકે છે.

આફતના પ્રકાર અનુસાર SEOC વિવિધ નિષ્ણાત સંસ્થાઓ સાથે સંકલન કરે છે. ભૂકંપની સ્થિતિમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR), પૂર અને વાવાઝોડા દરમિયાન ભારત હવામાન વિભાગ (IMD), સિંચાઈ વિભાગ અને ISRO, જ્યારે સુનામીના જોખમ સમયે INCOIS સહિતની સંસ્થાઓ સાથે રિયલ-ટાઇમ માહિતીનું આદાન-પ્રદાન થાય છે. દુષ્કાળ, હીટવેવ, રોગચાળો, રાસાયણિક દુર્ઘટનાઓ અને આગ જેવી પરિસ્થિતિમાં પણ સંબંધિત વિભાગો સાથે સતત સંકલન જાળવવામાં આવે છે, જેથી કોઈપણ પ્રકારની કટોકટીમાં ત્વરિત નિર્ણય લઈ શકાય.

રાહત અને બચાવ કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યમાં NDRFની 17 ટીમો અને SDRFની 32 ટીમો હંમેશા તૈયાર રાખવામાં આવે છે. જરૂરિયાત મુજબ આર્મી, એરફોર્સ અને નેવીની પણ મદદ લેવામાં આવે છે. આધુનિક ટેક્નોલોજી, ઝડપી સંચાર વ્યવસ્થા, રિયલ-ટાઇમ મોનિટરિંગ અને મજબૂત સંકલનના કારણે ગુજરાતનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર આજે દેશના અગ્રણી આપત્તિ વ્યવસ્થાપન મોડલોમાં સ્થાન ધરાવે છે અને દરેક આપત્તિ સામે રાજ્યના કરોડો નાગરિકો માટે વિશ્વાસનું મજબૂત સુરક્ષા કવચ બનીને અવિરત કાર્ય કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ