જાહેરાત
તાજા સમાચાર
શેરબજારમાં ઘટાડાનો માહોલ યથાવત્: સેન્સેક્સ ૨૫૨ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ૨૨,૬૨૩ પર બંધ. | સેન્સેક્સ 73,050 અને નિફ્ટી 22,700ને પાર, IT-FMCG શેરોમાં તેજી. | ગરબાની રમઝટ વચ્ચે જામનગર પોલીસનો આકાશી પહેરો, ડ્રોનથી ચાંપતી નજર. | જામનગરમાં ‘પુષ્ટિ નવ વિલાસ રાસ ઉત્સવ 2026’નું ભવ્ય આયોજન લાલપુર બાયપાસ રોડ પર વૈષ્ણવ સમાજના ભાઈ-બહેનો પરંપરાગત રાસોત્સવમાં જોડાયા. | દિવાળીએ રેશનકાર્ડ ધારકોને સિંગતેલનો ઝટકો: 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાની ફરિયાદ. | સુરતના અબ્રામામાં નકલી ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત. | દિવાળી સુધી UPI પેમેન્ટ પર MDR ચાર્જ નહીં, સરકારનો નિર્ણય મુલતવી. | જામનગરમાં ગોરાણી ગ્રુપના પ્રથમ નવરાત્રી મહોત્સવમાં ઉમટ્યો ઉત્સાહ, 1500થી વધુ બહેનોએ મહારાસમાં લીધો ભાગ. | જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં વિપક્ષનો હલ્લાબોલ: રાહુલ ગાંધી સહિત INDIA ગઠબંધનના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ. | જામનગરના લાલપુરમાં ₹80 લાખના અંગ્રેજી દારૂ કેસમાં મોટો વળાંક: SMCની રેડ બાદ ફરાર બે આરોપી ઝડપાયા. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૭૮ વાર જોવાયેલ • 2 અઠવાડિયા પેહલા

સબરસ મોડપર ગામની સીમમાં જુગાર રમતા 7 ઝડપાયા, ₹5.05 લાખનો મુદ્દામાલ જપ્ત

મોડપર ગામની સીમમાં જુગાર રમતા 7 ઝડપાયા, ₹5.05 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર એલ.સી.બી.ની ટીમ દારૂ અને જુગારના કેસો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલ.સી.બી. સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના મોડપર ગામની વિરડા વાડી સીમ વિસ્તારમાં રમેશભાઈ ગાગીયાની વાડીના શેઢા પાસે કેટલાક ઈસમો જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમી રહ્યા છે.

મળેલી બાતમીના આધારે એલ.સી.બી.ના પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમી રહેલા ઈસમોમાં નાસભાગ મચી હતી, જોકે પોલીસે કાર્યવાહી કરીને કુલ સાત ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને જુગાર રમવાના સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા ઈસમો પાસેથી રૂ. 60,000 રોકડા તથા 52 ગંજીપત્તાના પાના મળી આવ્યા હતા. આ ઉપરાંત એક ફોરવ્હીલર અને બે મોટરસાયકલ સહિત કુલ ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે. વાહનોની કુલ કિંમત અંદાજે રૂ. 4.10 લાખ હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી 7 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા, જેની કુલ કિંમત અંદાજે રૂ. 35 હજાર હોવાનું જણાવાયું છે. આમ, રોકડ રકમ, વાહનો અને મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ રૂ. 5,05,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કાર્યવાહીમાં પોલીસે રમેશભાઈ રામદેભાઈ ગાગીયા, રામ મુળુભાઈ ચાવડા, રાહુલ જીવાભાઈ ગાગીયા, યોગેશભાઈ મેરગભાઈ ધ્રાગુ, લાખાભાઈ હમીરભાઈ ના આહીર, ભાયાભાઈ ભીખાભાઈ કરમૂર અને દાનાભાઈ લખુભાઈ વરોતરિયાને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓમાં કેટલાક ખેતી, કેટલાક મજૂરી અને ડ્રાઈવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે જામનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને દરોડાની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ