જાહેરાત
તાજા સમાચાર
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: બેટ વિસ્તારમાં સરકારી-ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ. | વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી. | એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે. | પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજસીટોક. | જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, ૯ ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. | ‘TIP’નો ખેલ ખતમ! કેબ બુકિંગ પહેલાં નહીં આપી શકાય એડવાન્સ ટિપ, કેન્દ્રનો મોટો આદેશ. | સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,350ની આસપાસ; બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. | ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૫૮ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

મારું શહેર ગોંડલ એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો, 150થી વધુ કર્મચારીઓએ કરાવી આરોગ્ય તપાસ.

ગોંડલ એસટી ડેપો ખાતે કર્મચારીઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો, 150થી વધુ કર્મચારીઓએ કરાવી આરોગ્ય તપાસ.

ગોંડલ: કર્મચારીઓના આરોગ્યને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્ય સાથે ગોંડલ એસટી ડેપો ખાતે અર્બન હેલ્થ સેન્ટર, વિજયનગરના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં એસટી કર્મચારીઓના વિવિધ આરોગ્ય પરીક્ષણો કરી તેમને સ્વાસ્થ્ય અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન કર્મચારીઓના બ્લડ પ્રેશર (બીપી), ડાયાબિટીસ (શુગર) સહિતના સામાન્ય આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આરોગ્ય નિષ્ણાતોની ટીમે દરેક કર્મચારીની તપાસ કરીને જરૂરી સલાહ-સૂચનો આપ્યા હતા તેમજ નિયમિત આરોગ્ય ચકાસણી, સંતુલિત આહાર, વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં 150થી વધુ એસટી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. નિયમિત આરોગ્ય ચકાસણીથી ગંભીર બીમારીઓનું સમયસર નિદાન થઈ શકે અને કર્મચારીઓ વધુ સારી રીતે પોતાની ફરજો નિભાવી શકે તે હેતુથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રસંગે ગોંડલ એસટી ડેપોના મેનેજર એસ. એ. મોમીન, જુનિયર આસિસ્ટન્ટ શૈલેષભાઈ ગોવાણી, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પી. ડી. પરમાર, વી. એન. ગઢવી, ટ્રાફિક કન્ટ્રોલર હિમાંશુભાઈ મહેતા, દેવેન્દ્રભાઈ પંડ્યા, એસટી કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ બી. પી. સોલંકી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા સહ-ઇન્ચાર્જ કુલદીપસિંહ જાડેજા તેમજ એસટીની વિવિધ યુનિયનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કર્મચારીઓનું સારું સ્વાસ્થ્ય જ સંસ્થાની કાર્યક્ષમતાનો આધાર છે. આવી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા કર્મચારીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે છે અને સમયસર નિદાન થવાથી ગંભીર રોગોથી બચી શકાય છે.

કેમ્પના સફળ આયોજન બદલ અર્બન હેલ્થ સેન્ટરની તબીબી ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગોંડલ એસટી ડેપો દ્વારા ભવિષ્યમાં પણ કર્મચારીઓના આરોગ્ય અને કલ્યાણ માટે આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ