જાહેરાત
તાજા સમાચાર
જામનગરના નાઘેડી GIDC વિસ્તારમાં દારૂના મોટા જથ્થા પર SMCનો દરોડો. | ઘુમલી ગામે મહેશ્વરી મેઘવાળ સમાજના 56 ભાઈ-બહેનોનું અઢી દિવસનું કઠોર તપ. | જામનગરના સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ. | ગુજરાતમાં 68 લાખથી વધુ મતદારોના નામ હટાવાયા બાદ હવે ફરી ચકાસણીની કવાયત. | ભાણવડની દ્વારકાધીશ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા. | વર્ષો પહેલા પરણેલા દંપતી પણ હવે મેરેજ સર્ટિફિકેટની લાઈનમાં, ગુજરાતમાં કેમ વધી અરજીઓ? | સૂરજકરાડી ખાતે ધારાસભ્ય પબુભા માણેકે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. | ભાણવડ અને પોરબંદરના પ્રોહીબીશન ગુનામાં 5 માસથી નાસતા આરોપીની ધરપકડ. | જામનગરમાં વાહનચોરી ગેંગનો પર્દાફાશ, 8 મોટરસાયકલ સાથે એક આરોપી ઝડપાયો. | એશિયન ગેમ્સમાં ભારતનો ‘ગોલ્ડન પંચ’, મલેશિયાને 5-1થી હરાવી ગોલ્ડ મેડલ. |
પાછા મુખ્ય સમાચાર પર
હેલ્થ ૧૦૫ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

હેલ્થ ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર સક્રિય: હરીપર PHC હેઠળના ગામોમાં ડસ્ટિંગ, સર્વેલન્સ અને IEC કામગીરી.

ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર સક્રિય: હરીપર PHC હેઠળના ગામોમાં ડસ્ટિંગ, સર્વેલન્સ અને IEC કામગીરી.

જામનગર: ચાંદીપુરા વાયરસના સંભવિત રોગચાળાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે PHC હરીપર હેઠળના વિવિધ ગામોમાં ડસ્ટિંગ, સર્વેલન્સ તથા IEC (Information, Education & Communication) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આરોગ્ય કર્મચારીઓ દ્વારા અસરગ્રસ્ત અને સંવેદનશીલ વિસ્તારોમાં મચ્છર-માખી તથા રેતીમાખીના નિયંત્રણ માટે ડસ્ટિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ ગામોમાં આરોગ્ય સર્વેલન્સ વધારીને શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગ્રામજનોને ચાંદીપુરા વાયરસ અંગે જાગૃતિ અને તકેદારીની માહિતી આપવામાં આવી રહી છે. બાળકોમાં તાવ, ઉલ્ટી, ખેંચ આવવી, બેભાન જેવી ગંભીર તકલીફો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી રહી છે.

ચાંદીપુરા સામેની કામગીરીમાં વહેલી ઓળખ, સમયસર સારવાર, સતત સર્વેલન્સ અને જનજાગૃતિને મહત્વ આપવામાં આવી રહ્યું છે. ગામડાઓમાં આરોગ્ય કર્મચારીઓની સતત દેખરેખથી સંભવિત કેસોને વહેલી તકે ઓળખી જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ