જાહેરાત
તાજા સમાચાર
લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં NIAનો મોટો ખુલાસો: ચાર્જશીટમાં આત્મઘાતી હુમલાની પુષ્ટિ, કાર બોમ્બ, ડ્રોન અને TATP વિસ્ફોટક અંગે ચોંકાવનારી વિગતો. | શિવપુરાણની કથા શ્રવણથી ચંચુલા અને બિદુંકનો પાપના ભય અને સંસારથી વૈરાગ્ય થયો. | કેશોદને આરોગ્ય ક્ષેત્રે બે મોટી ભેટ: સાંગાણી હોસ્પિટલમાં 20 બેડની આધુનિક NICU અને અદ્યતન બ્લડ બેંકનો ભવ્ય શુભારંભ. | ગરબા વિવાદમાં અમૃતા ફડણવીસનું અલગ વલણ, કહ્યું- ‘તહેવારો સૌને સાથે લઈને ઉજવવા માટે હોય છે’ | ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાનને ગુજરાતમાં મળ્યો નવો વેગ: ગાંધીનગર સચિવાલયમાં 182 ધારાસભ્યો સાથે ભવ્ય વૃક્ષારોપણ. | લીંબુના ભાવ ભડકે, કિલો ₹260 સુધી પહોંચ્યો! | જામનગર કલેક્ટર કચેરીમાં પાણી, ઘાસચારો અને સિંચાઈ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક. | શેરબજારમાં મોટો ઘટાડો: સેન્સેક્સ 813 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,432 પર બંધ, બેન્કિંગ, IT અને રિયલ્ટી શેરોમાં ભારે વેચવાલી. | જામનગરમાં રાજકોટ રેન્જ પોલીસનો મોટો જુગાર દરોડો: 10 જુગારીઓ ઝડપાયા, રૂ. 15.63 લાખનો મુદ્દામાલ જપ્ત. | પાણી છોડવાનો આદેશ છતાં સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોએ શરૂ કર્યું ઉપવાસ આંદોલન, બે દિવસમાં ઉકેલ નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૭ વાર જોવાયેલ 38 મિનિટ પેહલા

મારું ગુજરાત લીંબુના ભાવ ભડકે, કિલો ₹260 સુધી પહોંચ્યો!

લીંબુના ભાવ ભડકે, કિલો ₹260 સુધી પહોંચ્યો!

ખાંડ, ડુંગળી અને ખાદ્યતેલ બાદ હવે લીંબુના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદની છૂટક બજારમાં પખવાડિયા પહેલાં આશરે ₹120 પ્રતિ કિલો મળતા લીંબુના ભાવ હવે ₹240થી ₹260 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હોવાનો દાવો છે. પરિણામે લોકો હવે લીંબુ કિલોને બદલે નંગના ભાવે ખરીદવા મજબૂર બન્યા છે.

સામાન્ય રીતે ઉનાળામાં લીંબુના ભાવમાં વધારો જોવા મળે છે, પરંતુ આ વખતે ચોમાસા દરમિયાન જ ભાવમાં થયેલા ઉછાળાએ ગ્રાહકોને ચોંકાવ્યા છે.

અમદાવાદ APMCના ઉપલબ્ધ આંકડા પણ લીંબુના જથ્થાબંધ ભાવમાં વધારો દર્શાવે છે. 31 ઓગસ્ટે અમદાવાદ માર્કેટમાં લીંબુનો ભાવ ₹3,000થી ₹10,000 પ્રતિ ક્વિન્ટલ અને સરેરાશ ₹7,500 પ્રતિ ક્વિન્ટલ નોંધાયો હતો.

ભાવ વધવાનું મુખ્ય કારણ આવકમાં ઘટાડો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઓછી આવક સામે માંગ યથાવત રહેતા સપ્લાય પર દબાણ વધ્યું છે અને તેની સીધી અસર છૂટક બજારના ભાવ પર પડી છે.

લીંબુનો ભાવ વધતા દાળ-શાકના વઘારથી લઈને લીંબુ શરબત અને અન્ય વપરાશમાં પણ હવે સામાન્ય પરિવારના બજેટ પર અસર જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ