જાહેરાત
તાજા સમાચાર
ધંધુકા–ભાવનગર હાઈવે પર ભયાનક અકસ્માત, ઇકો કારમાં બ્લાસ્ટ બાદ આગ. | શેરબજારમાં તેજી: સેન્સેક્સ 413.66 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 23,146.15 અંકે બંધ. | ગોધરામાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો. | રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ. | દિવાળી પહેલાં ગુજરાત એસ.ટી. કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો મંજૂર. | રાજકોટ રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી, હાપા અને જામનગર સ્ટેશને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસ. | ભાણવડ હોમગાર્ડ યુનિટની જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતિયાએ લીધી મુલાકાત, પરેડ અને કચેરીનું કર્યું નિરીક્ષણ. | વોટ્સએપનું નવું ‘ગેસ્ટ કોલ’ ફીચર લોન્ચ, હવે એપ વગર પણ કરી શકાશે કોલમાં વાતચીત. | જામનગરના રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી બાદ વેગ. | જામનગરમાં PGVCLની વીજચોરી સામે મેગા ડ્રાઇવ: 30થી વધુ ટીમો મેદાનમાં ઉતરી. |
પાછા મુખ્ય સમાચાર પર
સ્પોર્ટ્સ ૧૧૦ વાર જોવાયેલ • એક મહિનો પેહલા

સ્પોર્ટ્સ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર: હેરી બ્રૂક નંબર-1, ટ્રેવિસ હેડ ચોથા ક્રમે

ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટો ઉલટફેર: હેરી બ્રૂક નંબર-1, ટ્રેવિસ હેડ ચોથા ક્રમે

નવી ICC ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના હેરી બ્રૂક ફરી એકવાર નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બની ગયા છે, જ્યારે લાંબા સમયથી ટોચ પર રહેલા ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ ત્રણ સ્થાન નીચે સરકીને ચોથા ક્રમે પહોંચી ગયા છે.

નવી રેન્કિંગ મુજબ હેરી બ્રૂક 852 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ઇંગ્લેન્ડના જો રૂટ 840 પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ 831 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ટ્રેવિસ હેડ 819 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ટેમ્બા બાવુમા 775 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે.

ટોપ-5 ટેસ્ટ બેટ્સમેન

  1. હેરી બ્રૂક – 852
  2. જો રૂટ – 840
  3. સ્ટીવ સ્મિથ – 831
  4. ટ્રેવિસ હેડ – 819
  5. ટેમ્બા બાવુમા – 775

આ સાથે હેરી બ્રૂકે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ચોથી વખત નંબર-1 સ્થાન હાંસલ કર્યું છે. ખાસ વાત એ છે કે તેમણે આ સ્થાન ફરી મેળવવા માટે તાજેતરમાં કોઈ બોલ રમ્યો પણ નહોતો.

ટ્રેવિસ હેડ માટે આ મોટો ઝટકો છે, કારણ કે તેઓ થોડા સમય પહેલાં જ હેરી બ્રૂકને પાછળ છોડીને નંબર-1 બન્યા હતા. હવે બ્રૂક ફરી ટોચ પર આવી ગયા છે અને હેડ ચોથા સ્થાને સરકી ગયા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ