જાહેરાત
તાજા સમાચાર
ગીરના જંગલમાં વધુ 100 જીપ્સી ઉમેરવાની કવાયત સામે વિરોધ: વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણ પર વધતા પ્રવાસન ભારણ અંગે ચિંતા. | દિવાળી: દીપોત્સવથી આત્મપ્રકાશ સુધીની આધ્યાત્મિક યાત્રા. | આજનું રાશિફળ: ૮ નવેમ્બર, ૨૦૨૬, રવિવાર. | ગુજરાત હાઈકોર્ટનો વાહન માલિકી અંગે મહત્વનો ચુકાદો! | દિલ્હીમાં પ્રદૂષણનો ખતરનાક પ્રકોપ! | કાળીચૌદશ..અનિષ્ટનો નાશ કરીને ઇષ્ટ તરફ ગતિ કરવાનું પ્રેરણાપર્વ. | જામનગરમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ! કિયા સેલ્ટોસ કારમાંથી ₹3.67 લાખનો દારૂ ઝડપાયો, કાર સહિત ₹11.77 લાખનો મુદ્દામાલ કબજે. | ધનતેરસે શેરબજારમાં દિવાળી જેવી તેજી! સેન્સેક્સમાં 1,718 અને નિફ્ટીમાં 493 પોઈન્ટનો જોરદાર ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો. | ધનતેરસે ગુજરાતમાં સોનાની ખરીદીમાં ઐતિહાસિક તેજી! ₹210 કરોડનું 150 કિલો સોનું વેચાયું, એકલા અમદાવાદમાં 80 કિલો સુધીની ધૂમ ખરીદી. | નીચે કૂધા પટિયાલામાં ‘કર્મભૂમિ એક્સપ્રેસ’ ટ્રેનમાં ભીષણ આગથી અફરાતફરી! ધુમાડાના ગોટેગોટા વચ્ચે મુસાફરોમાં ચીસાચીસ, જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદ્યા. |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૧૧૫ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

સબરસ NEET મુદ્દે સરકાર-CJP વચ્ચે મડાગાંઠ યથાવત: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો", સરકારની ઓફર પર CJPનો જવાબ.

NEET મુદ્દે સરકાર-CJP વચ્ચે મડાગાંઠ યથાવત: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો", સરકારની ઓફર પર CJPનો જવાબ.
NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર અને કોકરોચ જનતા પાર્ટી (CJP) વચ્ચે ચર્ચાને લઈને હજુ પણ કોઈ સહમતી બની શકી નથી. એક તરફ કેન્દ્ર સરકાર ચર્ચા દ્વારા મામલાનો ઉકેલ લાવવાની તૈયારી દર્શાવી રહી છે, જ્યારે બીજી તરફ CJP પોતાના વલણ પર અડગ રહી સરકાર સમક્ષ પોતાની શરતો મૂકી રહી છે. આ વચ્ચે CJPએ શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરી છે. CJPના નેતા આશુતોષ રાંકાએ સ્પષ્ટ જણાવ્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના નિવાસસ્થાને અથવા મંત્રાલયમાં કોઈ બેઠક યોજાશે નહીં. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, બેઠક જો કરવી હોય તો જંતર-મંતર અથવા કોઈ તટસ્થ સ્થળે યોજવી જોઈએ. તેમણે કહ્યું કે માત્ર ઔપચારિક ચર્ચા નહીં, પરંતુ CJPની માંગણીઓ પર ગંભીરતાથી ચર્ચા કરીને તેના અમલીકરણ માટે ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવી જરૂરી છે. આ અગાઉ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે સરકાર તરફથી CJPને ચર્ચા માટે ચાર ઔપચારિક પ્રસ્તાવો મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે સરકાર યુવાનો સાથે સંવાદ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે અને બેઠક જે.પી. નડ્ડાના કાર્યાલય અથવા નિવાસસ્થાને યોજી શકાય છે. સરકારના જણાવ્યા અનુસાર, ચર્ચાના સ્થળને લઈને કોઈ પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી અને મુખ્ય હેતુ સંવાદ દ્વારા ઉકેલ લાવવાનો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ પણ ચર્ચા માટે તૈયારી દર્શાવતા કહ્યું હતું કે સરકારના દરવાજા ખુલ્લા છે અને પ્રતિનિધિઓ તેમના નિવાસસ્થાને અથવા અધિકૃત કાર્યાલયે આવીને ચર્ચા કરી શકે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ શોધી શકાય છે. જોકે, બંને પક્ષો હાલ પોતાના-પોતાના વલણ પર અડગ હોવાથી ચર્ચાનો માર્ગ હજુ સ્પષ્ટ બન્યો નથી. CJP જંતર-મંતર અથવા તટસ્થ સ્થળે જ બેઠક યોજવાની માંગ પર અડગ છે, જ્યારે સરકાર પોતાના સૂચવેલા સ્થળે ચર્ચા કરવા તૈયાર હોવાનું પુનરોચ્ચાર કરી રહી છે. પરિણામે હાલ ચર્ચાની પ્રક્રિયા અટવાયેલી જોવા મળી રહી છે. NEET પેપર લીક મુદ્દે દેશભરમાં વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. CJP દ્વારા શુક્રવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ અનેક શહેરોમાં કાર્યક્રમો યોજાય તેવી શક્યતા છે. સરકાર અને CJP વચ્ચે વહેલી તકે સહમતી બને છે કે નહીં અને આ મુદ્દે આગળ શું નિર્ણય લેવાય છે તેના પર વિદ્યાર્થીઓ અને દેશભરની નજર ટકેલી છે.
આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ