જાહેરાત
તાજા સમાચાર
જાલીયા તાલુકાના ખેડૂતોનો ધારાસભ્યના નિવાસસ્થાને ઘેરાવ, રૂબરૂ મુલાકાતની માંગ. | શહેરાના નાંદરવામાં દશામાના મંદિરે મોદીના જન્મદિવસની ભક્તિમય ઉજવણી ‘આશીર્વાદના દીવડા’ પ્રગટાવી વડાપ્રધાનના દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના. | આઈ.ટી.આઈ. જામનગર ખાતે ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ તાલીમાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ, વ્યસનમુક્તિના શપથ સાથે કાર્યક્રમનું સમાપન. | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયતમાં વિશેષ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત દીકરી વધામણા કીટનું વિતરણ. | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમમાં સ્નેહમિલન વડાપ્રધાન મોદીના જન્મદિને વડીલોને સોમનાથ મંદિરની પવિત્ર વસ્ત્ર પ્રસાદી અર્પણ. | સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંદેશ સાથે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવ્ય સંકલ્પ. | વડાપ્રધાન મોદીના જન્મદિવસે ગુજરાતની 71,894 દીકરીઓનું HPV રસીકરણ 16 સપ્ટેમ્બર સુધીમાં 6.25 લાખથી વધુ કિશોરીઓને કેન્સર સામે સુરક્ષાકવચ. | સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાતની હરણફાળ યથાવત. | માધવપુરમાં સ્વચ્છતા અભિયાન. | જામનગરમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૩ વાર જોવાયેલ 50 મિનિટ પેહલા

મારું શહેર સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયતમાં વિશેષ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત દીકરી વધામણા કીટનું વિતરણ.

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વસઈ ગ્રામ પંચાયતમાં વિશેષ કાર્યક્રમ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અંતર્ગત દીકરી વધામણા કીટનું વિતરણ.

જામનગર તાલુકાના વસઈ ગ્રામ પંચાયત ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસલક્ષી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન, તેમના શિક્ષણને વેગ અને મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં સરકારી યોજનાઓનો લાભ છેવાડાના પરિવારો સુધી પહોંચે અને દીકરીઓને સમાન તકો મળે તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત લાભાર્થીઓને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે ‘દીકરી વધામણા કીટ’ અર્પણ કરવામાં આવી હતી. દીકરીના જન્મને આનંદ અને ગૌરવ સાથે આવકારવાની ભાવના વિકસે તે માટે આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીકરીઓ પરિવાર માટે આશીર્વાદ સમાન છે અને તેમના જન્મને ઉત્સવરૂપે ઉજવવાથી સમાજમાં દીકરીઓ પ્રત્યેની સકારાત્મક માનસિકતા વધુ મજબૂત બને છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.

 

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. દીકરીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ આરોગ્ય, સુરક્ષા, પોષણ, કૌશલ્ય વિકાસ અને આત્મનિર્ભરતા માટે પણ સમાન તકો મળે તે જરૂરી હોવાનું જણાવાયું હતું. સમાજમાં દીકરીઓને આગળ વધવા માટે પરિવાર, શાળા, ગ્રામ પંચાયત અને સરકારી તંત્ર વચ્ચે સંકલન રહે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ‘વ્હાલી દીકરી’ યોજના અંગે પણ લાભાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો મહત્તમ લાભ લઈ દીકરીઓને શિક્ષિત, સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વાલીઓને પ્રેરણા આપવામાં આવી હતી. દીકરીના જન્મથી લઈને તેના શિક્ષણ અને ભવિષ્ય સુધી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, પાત્રતા અને અરજી પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતના સરપંચ તથા સભ્યોએ પોતાના ગામના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. બાલિકા પંચાયત દ્વારા દીકરીઓમાં નેતૃત્વ ક્ષમતા, નિર્ણય લેવાની શક્તિ, જાહેર પ્રશ્નો અંગે સમજ અને સામાજિક જવાબદારી વિકસે તે માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાલિકાઓએ પોતાના ગામની સમસ્યાઓ અંગે રજૂઆત કરી સક્રિય નાગરિક તરીકેની ભૂમિકા નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

બાલિકા પંચાયતના સરપંચશ્રીએ ભારત સરકાર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મહિલા કલ્યાણકારી યોજનાઓ અને બાલિકા પંચાયત જેવા મંચો દ્વારા દીકરીઓને પોતાની વાત રજૂ કરવાની તક મળી રહી છે. આવા મંચોથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ ગામના વિકાસ તથા સામાજિક પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે છે. દીકરીઓને નિર્ણય પ્રક્રિયામાં જોડવાથી ભવિષ્યમાં સશક્ત અને જવાબદાર સમાજનું નિર્માણ થઈ શકે છે.

 

આ કાર્યક્રમમાં આગેવાનો હરપાલસિંહ ચુડાસમા, ગિરિરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જામનગર તાલુકા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પ્રવિણભાઈ ચૌહાણ, સરપંચ ઘનશ્યામસિંહ જાડેજા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહિલા અને બાળ અધિકારી તેમજ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમેનના અધિકારીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દીકરીના સન્માન, મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ માટે સમાજને પ્રેરણા આપતો મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો હતો.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ