જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
હવામાન ૧૬ વાર જોવાયેલ એક કલાક પેહલા

હવામાન રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ અનેક વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના અંજારમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ભાવનગરના વલ્લભીપુરમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જામનગર અને બોરસદમાં 5-5 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ઉના અને કોટડા સાંગાણીમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 15થી વધુ તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે 25થી વધુ તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ 60 તાલુકામાં 1થી અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. ક્યાંક અડધા ઇંચથી લઈને સામાન્ય વરસાદ નોંધાયો છે. વ્યાપક વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ