જાહેરાત
તાજા સમાચાર
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: બેટ વિસ્તારમાં સરકારી-ગૌચર જમીન પર દબાણના આક્ષેપ, મિલકતના પુરાવા રજૂ કરવા નોટિસ. | વડનગરમાં શ્રાવણોત્સવનો ભવ્ય પ્રારંભ, ૧૦૮ કલાકારોના ડમરુના નાદથી ગુંજી ઊઠી ઐતિહાસિક નગરી. | એક લાખ યુવાનોને ઉદ્યોગલક્ષી તાલીમ આપશે ગુજરાત સરકાર, 250થી વધુ ઉદ્યોગ-સંસ્થાઓ જોડાશે. | પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: ગૌવંશ તસ્કરી અને હત્યા સહિતના ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે ગુજસીટોક. | જામનગર જિલ્લાના ૧૨ દરિયાઈ ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ, ૯ ઓક્ટોબર સુધી જાહેરનામું અમલમાં રહેશે. | ‘TIP’નો ખેલ ખતમ! કેબ બુકિંગ પહેલાં નહીં આપી શકાય એડવાન્સ ટિપ, કેન્દ્રનો મોટો આદેશ. | સેન્સેક્સમાં 150થી વધુ પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,350ની આસપાસ; બેન્કિંગ અને IT શેરોમાં વેચવાલી. | ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ABVPનું જામનગરમાં પ્રદર્શન. | ભારતીય નૌકાદળને રૂ. 18,000 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘કામિકાઝ’ ડ્રોનની મંજૂરી. | બંગાળની ખાડીમાં નવી વેધર સિસ્ટમ સક્રિય, ફરી મૂશળધાર વરસાદની આગાહી: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં એલર્ટ. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૯૧ વાર જોવાયેલ 1 અઠવાડિયું પેહલા

મારું શહેર જામનગરમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી, કાટમાળ નીચે વ્યક્તિ દટાયાની આશંકા; બચાવ કામગીરી યુદ્ધના ધોરણે.

જામનગરમાં મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી, કાટમાળ નીચે વ્યક્તિ દટાયાની આશંકા; બચાવ કામગીરી યુદ્ધના ધોરણે.

જામનગર: શહેરના રાજપાર્ક નજીક આવેલા રંગમતી પાર્ક, બે ચબૂતરાવાળી શેરીમાં ગુરુવારે એક મકાનનો ઉપરનો ભાગ અચાનક ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં બે થી ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અચાનક મકાનનો ભાગ તૂટી પડતાં દોડધામ

 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મકાનનો ઉપરનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડ તેમજ 108 ઇમરજન્સી સેવાને કરવામાં આવી હતી.

ફાયર વિભાગે હાથ ધર્યું રેસ્ક્યૂ ઓપરેશન

 

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારે કાટમાળ વચ્ચે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સની ટીમે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે હોસ્પિટલ તરફથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

એક વ્યક્તિ દટાયાની આશંકા

 

પ્રાથમિક માહિતી મુજબ એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દટાયેલી હોવાની આશંકા છે. તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ અને અન્ય બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે.

હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને અધિકારીઓ ઘટના અંગે વધુ તપાસ કરી રહ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ