જાહેરાત
તાજા સમાચાર
મોટીખાવડી ગેટ પાસે બે કારચાલકો વચ્ચે રસ્તા પર જ ઘર્ષણ, મારામારી અને વાહનોમાં તોડફોડ બાદ સામસામી ફરિયાદ નોંધાઈ. | 'આપ' ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર, તાત્કાલિક સુનાવણીની અરજી ફગાવી. | દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પોલીસની મોટી સફળતા: રૂ. 11.14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા. | ચરણગંગાનું પવિત્ર રહસ્ય: ભગવાન શ્રીકૃષ્ણના ચરણમાંથી પ્રગટેલી ગંગા અને મહર્ષિ દુર્વાસાના શ્રાપની અદભુત કથા | કેન્દ્રીય આરોગ્ય પરિષદમાં ગુજરાતનો મજબૂત અવાજ: રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા, ભેળસેળખોરો સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ પર નિયંત્રણની રજૂઆત... | જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ તેજ, ચાર જુગારીઓ ઝડપાયા, બે ફરાર, ચાર વિસ્તારોમાં પોલીસના દરોડા. | શહેરા પાલિકાની ઘોર બેદરકારી? ભાવસાર હોસ્પિટલ સામે ગટરના ગંદા પાણી ઉભરાતા રોગચાળાની ભીતિ. | કેશોદના બલાગામ નજીક ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત, પરિવારની નજર સામે સર્જાઈ હૃદયદ્રાવક ઘટના. | શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી. | કાલાવડના છતર ગામે પેટ્રોલ પંપ પર દાદાગીરી કરનાર યુવક ઝડપાયો, વીડિયો વાયરલ થતાં પોલીસે ટેકનિકલ તપાસથી આરોપીને ઝડપી પાડ્યો. |
પાછા મુખ્ય સમાચાર પર
ઈન્ડિયા ૧૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

ઈન્ડિયા કેન્દ્રીય આરોગ્ય પરિષદમાં ગુજરાતનો મજબૂત અવાજ: રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા, ભેળસેળખોરો સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ પર નિયંત્રણની રજૂઆત...

કેન્દ્રીય આરોગ્ય પરિષદમાં ગુજરાતનો મજબૂત અવાજ: રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા, ભેળસેળખોરો સામે કડક કાયદો અને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ પર નિયંત્રણની રજૂઆત...

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ (CCHFW)ની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને આરોગ્ય ક્ષેત્રને વધુ સશક્ત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ સૂચનો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કર્યા, બેઠક દરમિયાન ગુજરાતના આરોગ્ય હિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપતા તેમણે રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા શરૂ કરવાની માંગ, ખાદ્યપદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે વધુ કડક કાયદાકીય જોગવાઈઓ લાવવાની ભલામણ તેમજ દેશમાં એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગ પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર, 

બેઠક દરમિયાન દેશના આરોગ્ય ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તનને વધુ ગતિ આપવા માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન અંતર્ગત અનેક નવા ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મનું લોકાર્પણ, આ સાથે "એનીમિયા મુક્ત ભારત" અભિયાનની નવી માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું, જે કુપોષણ સામેની લડતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે, આરોગ્ય સેવાઓને વધુ પારદર્શક, સરળ અને ટેક્નોલોજી આધારિત બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોની બેઠકમાં પ્રશંસા કરવામાં આવી, 

 

ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ બેઠકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને રાજકોટ સ્થિત AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંપૂર્ણ સુવિધા વિકસાવવાની રજૂઆત, તેમણે જણાવ્યું કે હાલમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર માટે પશ્ચિમ ગુજરાતના દર્દીઓને દૂરના શહેરોમાં જવું પડતું હોવાથી સમય અને ખર્ચ બંનેમાં વધારો, જો રાજકોટ AIIMSમાં આ સુવિધા ઉપલબ્ધ બનશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના હજારો દર્દીઓને સમયસર અને ગુણવત્તાસભર સારવાર પોતાના વિસ્તાર નજીક જ મળી શકશે, આરોગ્ય મંત્રીએ ખાદ્યપદાર્થો અને દવાઓમાં વધતી ભેળસેળને પણ ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા ગણાવી. તેમણે કેન્દ્ર સરકારને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006માં જરૂરી સુધારા કરીને વધુ કડક અને અસરકારક કાયદાકીય જોગવાઈઓ ઉમેરવાની ભલામણ, તેમના જણાવ્યા મુજબ ભેળસેળખોરો સામે કડક કાર્યવાહી અને સખત સજાની જોગવાઈઓ અમલમાં આવશે તો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો પર અસરકારક નિયંત્રણ,

બેઠકમાં એન્ટિબાયોટિક દવાઓના અનિયંત્રિત ઉપયોગનો મુદ્દો પણ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યો. શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે દેશભરમાં એન્ટિબાયોટિક્સનો વધતો અને બેફામ ઉપયોગ ભવિષ્ય માટે ગંભીર ચિંતા ઊભી કરી રહ્યો. દવાઓ સામે જીવાણુઓમાં પ્રતિકારક ક્ષમતા (Antimicrobial Resistance) વધવાના કારણે સામાન્ય ચેપની સારવાર પણ મુશ્કેલ બનતી જઈ રહી. તેથી દેશવ્યાપી સ્તરે એન્ટિબાયોટિક્સના જવાબદાર ઉપયોગ માટે સ્પષ્ટ નીતિ, કડક નિયમો અને અસરકારક અમલીકરણ જરૂરી બની રહ્યું, તેમણે જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રમાં ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને દરેક નાગરિક સુધી ઝડપી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સમય આવી ગયો. આયુષ્માન ભારત ડિજિટલ મિશન જેવી પહેલ આરોગ્ય સેવાઓને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને દર્દીકેન્દ્રિત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત સરકાર પણ આ મિશનને વધુ વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોને ડિજિટલ આરોગ્ય સેવાઓનો વ્યાપક લાભ મળે તે માટે સતત કામગીરી કરી રહી.

 

શ્રી પ્રફુલ પાનશેરીયાએ બેઠક દરમિયાન જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના દરેક નાગરિક સુધી ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રહી. કેન્દ્ર સરકાર સાથે સતત સંકલન રાખીને આરોગ્ય ક્ષેત્રના માળખાગત વિકાસ, અદ્યતન સારવાર, ડિજિટલ હેલ્થ સિસ્ટમ અને જાહેર આરોગ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની આ બેઠકમાં દેશના વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ પણ ભાગ લીધો. આરોગ્ય સેવાઓના આધુનિકીકરણ, ડિજિટલ હેલ્થ, રોગપ્રતિકારક વ્યવસ્થા, પોષણ, દવાઓની ગુણવત્તા અને દર્દીકેન્દ્રિત આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગુજરાત દ્વારા રજૂ કરાયેલા સૂચનોને આરોગ્ય ક્ષેત્રના લાંબા ગાળાના વિકાસ અને જનસ્વાસ્થ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પહેલ.......

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ