જાહેરાત
તાજા સમાચાર
દેવભૂમિ દ્વારકામાં જુગારધામો પર પોલીસનો સપાટોઃ એક જ દિવસમાં 11 કેસ, 39 આરોપીઓ સામે કાર્યવાહી | નખત્રાણામાં ભયાનક બ્લાસ્ટઃ છોટા હાથીની ડીઝલ ટાંકીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત | ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ 2 મોતઃ મૃત્યુઆંક 11 થયો, 26 દર્દીઓને સારવાર બાદ રજા | અંબાજી મંદિરમાં રાજુલાના માઈભક્તની અનોખી ભક્તિઃ મા અંબાના ચરણોમાં ₹82,800ની ચાંદીની પાદુકા અર્પણ | ₹15 હજારની આવક અને ₹975 કરોડની ટેક્સ નોટિસ! અજમેરના દરજીને હચમચાવી દેનારો મામલો | મ્યુનિસિપલ એકાઉન્ટન્ટની ભરતીમાં મોટી રાહત! ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Jioની મોટી જાહેરાત! ₹300માં મળશે Prime મેમ્બરશિપ | Appleમાં મોટી છટણીઃ 200થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ, Siri અને Vision Pro ટીમો પર અસર | હવે દવાઓ પણ નકલી? ગુજરાતમાં મેડિકલ સ્ટોર્સ-એજન્સીઓ પર તંત્રના દરોડા. | ગુજરાત પોલીસમાં મોટો બદલી નિર્ણય: પતિ-પત્નીના કેસમાં 415 કર્મચારીઓની એકસાથે બદલી |
પાછા મુખ્ય સમાચાર પર
સબરસ ૫૬ વાર જોવાયેલ એક મહિનો પેહલા

સબરસ 'આપ' ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર, તાત્કાલિક સુનાવણીની અરજી ફગાવી.

'આપ' ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ મામલે સુપ્રીમ કોર્ટનો તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર, તાત્કાલિક સુનાવણીની અરજી ફગાવી.

આમ આદમી પાર્ટી (આપ) ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવવાના મુદ્દે દાખલ કરવામાં આવેલી તાત્કાલિક સુનાવણીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી. પાર્ટી દ્વારા આ મામલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સીધો હુમલો અને બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવી તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ તબક્કે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ સ્વીકારી નહીં.

પાર્ટીના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાત એકમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થવાથી પક્ષના વિચારો, કાર્યક્રમો અને જાહેર જનતા સુધી પહોંચવાની ક્ષમતા પર અસર પડી રહી છે. આ કાર્યવાહી લોકશાહી મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે હોવાનું દલીલમાં જણાવાયું, અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે સોશિયલ મીડિયા આજના સમયમાં રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકો માટે અભિપ્રાય વ્યક્ત કરવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. આવા સમયે એકાઉન્ટ સસ્પેન્ડ થવાથી પક્ષના બંધારણીય અધિકારો પર અસર થતી હોવાનો મુદ્દો પણ કોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો,

જોકે, સુપ્રીમ કોર્ટે અરજીનો ઉલ્લેખ કર્યા બાદ આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ સ્વીકારી નહીં અને અરજી ફગાવી દીધી. કોર્ટના આ નિર્ણય બાદ હવે નિયમિત પ્રક્રિયા મુજબ મામલાની સુનાવણી ક્યારે હાથ ધરાશે તેના પર સૌની નજર રહેશે,

બીજી તરફ આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને લોકશાહી મૂલ્યો વિરુદ્ધ ગણાવી હતી. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે આ નિર્ણય અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રહાર સમાન છે અને બંધારણ દ્વારા મળેલા અધિકારોનું હનન કરે છે. પક્ષે કાનૂની લડત ચાલુ રાખવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો,હાલ આ સમગ્ર મામલો રાજકીય અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે આગામી દિવસોમાં નિયમિત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે શું દલીલો થાય છે અને કોર્ટ શું અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર મંડાઈ રહી......

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ