જાહેરાત
તાજા સમાચાર
દિલજીત દોસાંઝના કોન્સર્ટને પોલીસની મંજૂરી! સુરક્ષામાં 1200થી વધુ પોલીસકર્મીઓ તૈનાત | ગુજરાતમાં ઠંડીનું જોર વધશે! લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો | PUC સર્ટિફિકેટના નિયમોમાં મોટો ફેરફાર! | પાકિસ્તાનમાં ભયાનક અકસ્માત! બસ અને LPG ટેન્કરની ટક્કર બાદ આગ, 10નાં મોત અને 27 ઘાયલ | એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કિરણ બાલિયાન પર 8 વર્ષનો પ્રતિબંધ! | બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'અકવાન'નો ખતરો! 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન | ગુજરાતમાં વાહનો પર જાતિસૂચક સ્ટીકર લગાવ્યા તો નહીં ચાલે! નવા નિયમથી પ્રતિબંધ | સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો | ગુજરાત પોલીસમાં 2,900થી વધુ જગ્યાઓ પર મેગા ભરતીની જાહેરાત! | અમદાવાદમાં અમિત શાહના હસ્તે ₹1,400 કરોડથી વધુના 30 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત: 9 હજારથી વધુ પરિવારોને મળશે પાકા મકાનો. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૧૧૬ વાર જોવાયેલ • 3 મહિના પેહલા

મારું શહેર ખેતર વચ્ચે જ પ્રસૂતિ: 108ની ટીમે 800 મીટર ખાટલા પર માતા-નવજાતને લાવી બચાવ્યા.

ખેતર વચ્ચે જ પ્રસૂતિ: 108ની ટીમે 800 મીટર ખાટલા પર માતા-નવજાતને લાવી બચાવ્યા.

જામનગર: લાલપુર તાલુકાના ગલા ગામના વાડી વિસ્તારમાં શુક્રવારે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે અત્યંત પડકારજનક પરિસ્થિતિમાં સફળ પ્રસૂતિ કરાવી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગલા ગામના વાડી વિસ્તારમાં રહેતી **રાધાબેન સુરેશભાઈ વાજેલીયા (ઉં.વ. 21)**ને પ્રસૂતિની પીડા ઉપડતાં 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. GJ18GC0160 નંબરની એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ તરફ રવાના થઈ હતી.

 

જોકે દર્દી જ્યાં હતા તે સ્થળ સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી ટીમને અડધા રસ્તે વાહન રોકવું પડ્યું હતું. ખેતરના અંદરના કાચા અને મુશ્કેલ માર્ગને કારણે દર્દીને હોસ્પિટલ સુધી લઈ જવી શક્ય ન હોવાથી EMT સુરક્ષાબા ઝાલાએ સ્થળ પર જ સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવી હતી.

પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને ખાટલા પર સુવડાવીને આશરે 800 મીટર સુધી પગપાળા બહાર લાવવામાં આવ્યા, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં ખસેડી વધુ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ સમગ્ર કામગીરી દરમિયાન EMT સુરક્ષાબા ઝાલા અને પાયલટ ધવલભાઈ કાંજરીયાએ મુશ્કેલ પરિસ્થિતિમાં સમયસૂચકતા, કુશળતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.

 

108 સેવાના રેકોર્ડ મુજબ કેસ 24 જુલાઈ, 2026ના રોજ નોંધાયો હતો. એમ્બ્યુલન્સને સવારે 7:17 વાગ્યે કેસ સોંપવામાં આવ્યો હતો. ટીમ 7:29 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પ્રસૂતિ અને બચાવ કામગીરી પૂર્ણ કર્યા બાદ દર્દીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને સવારે 9:17 વાગ્યે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં પણ 108 ઇમરજન્સી સેવાની ઝડપી અને નિષ્ઠાપૂર્વકની કામગીરી ફરી એકવાર લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સ્થાનિકોએ પણ ટીમની કામગીરીને બિરદાવી હતી.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ