જાહેરાત
તાજા સમાચાર
જામનગર મનપાની કાર્યવાહી, પ્રિન્ટેડ પસ્તીમાં ફરસાણ આપતા વેપારીઓને ચેતવણી. | અંકલેશ્વરમાં ACBનો સપાટો, ત્રણ પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા. | ઈરાન-અમેરિકા તણાવથી ક્રૂડમાં ઉછાળો, સોનામાં ઘટાડા બાદ ફરી તેજી. | સેન્સેક્સમાં તેજી, નિફ્ટી પણ વધ્યો; એનર્જી અને સિમેન્ટ શેરોમાં ખરીદીનો માહોલ. | સમીમાં એલસીબીનો મોટો દરોડો, ₹60.91 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. | તિરુપતિમાં પ્રથમ આરતીના અધિકારને લઈને વિવાદ, કર્ણાટક સરકારના પ્રસ્તાવ સામે વિરોધ. | ‘NAMASTE દિન’ નિમિત્તે રાજકોટમાં સફાઈ કામદારો માટે આરોગ્ય ચકાસણી અને સુરક્ષા શિબિર યોજાઈ. | ઇકોનોમિક ટાઇમ્સની ‘વેડિંગ પાવર લિસ્ટ 2026’માં E9 Eventsને સ્થાન. | જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | તારીખ ૧૫/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૩૦ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર જામનગર મનપાની કાર્યવાહી, પ્રિન્ટેડ પસ્તીમાં ફરસાણ આપતા વેપારીઓને ચેતવણી.

જામનગર મનપાની કાર્યવાહી, પ્રિન્ટેડ પસ્તીમાં ફરસાણ આપતા વેપારીઓને ચેતવણી.

જામનગર શહેરમાં ફરસાણ અને ફાસ્ટફૂડના વેપારીઓ દ્વારા ખાદ્ય વસ્તુઓના પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી પ્રિન્ટેડ પસ્તી સામે જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમે કાર્યવાહી હાથ ધરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન પ્રિન્ટેડ પસ્તીમાં ગાંઠીયા, ભજીયા, સમોસા સહિતની ખાદ્ય ચીજવસ્તુઓ પેક કરીને ગ્રાહકોને આપવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફૂડ સેફટી ટીમે કાર્યવાહી કરી આશરે 15 કિલો પ્રિન્ટેડ પસ્તીનો નાશ કરાવ્યો હતો.

ફૂડ સેફટી વિભાગ દ્વારા વેપારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે કોઈપણ પ્રકારની પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવો. કારણ કે અખબાર, મેગેઝિન અથવા અન્ય પ્રિન્ટેડ કાગળોમાં રહેલી શાહી અને કેમિકલ્સ ખાદ્ય પદાર્થોના સંપર્કમાં આવવાથી આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ પ્રિન્ટેડ પસ્તીમાં વપરાતી શાહીમાં વિવિધ પ્રકારના કેમિકલ્સ હોય છે, જે ગરમ અને તેલવાળી વસ્તુઓ સાથે સંપર્કમાં આવે ત્યારે ખોરાકમાં ભળી શકે છે. ખાસ કરીને ગરમ ગાંઠીયા, ભજીયા, સમોસા જેવા તળેલા ખાદ્ય પદાર્થો જ્યારે પ્રિન્ટેડ કાગળમાં વીંટવામાં આવે છે ત્યારે શાહીમાં રહેલા હાનિકારક તત્વો ખોરાકમાં પહોંચવાની શક્યતા વધી જાય છે. જેના કારણે લાંબા ગાળે આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમે વેપારીઓને અપીલ કરી છે કે ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય વસ્તુઓ માટે માત્ર સ્વચ્છ અને ફૂડ ગ્રેડ પેકિંગ સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.

શહેરના નાગરિકોએ પણ આ મામલે જાગૃત રહેવાની જરૂર છે. ઘણીવાર ઓછા ખર્ચે પેકિંગ કરવા માટે વેપારીઓ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેનાથી ગ્રાહકોના આરોગ્ય સાથે સીધો ચેડા થઈ શકે છે. ગ્રાહકોએ પણ ફરસાણ કે ફાસ્ટફૂડ ખરીદતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે ખાદ્ય વસ્તુઓ સ્વચ્છ અને સુરક્ષિત સામગ્રીમાં આપવામાં આવે.

જામનગર મનપાની આ ડ્રાઈવ આરોગ્ય સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જોકે નાગરિકોમાં ચર્ચા છે કે આવી કાર્યવાહી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે અને શહેરમાં નિયમિત રીતે ચેકિંગ કરીને પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ પર સંપૂર્ણ નિયંત્રણ લાવવામાં આવે તો લોકોના આરોગ્યનું વધુ સારી રીતે રક્ષણ થઈ શકે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ