જાહેરાત
તાજા સમાચાર
PM મોદીની પોસ્ટ હટાવવાના મામલે Metaની માફી, ટેક્નિકલ ખામી જવાબદાર હોવાનો સૂત્રોનો દાવો | ૧.૮૪ લાખ સહીઓ સાથે ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો આપવાની માંગ: મોરબીથી ઉઠ્યો સાંસ્કૃતિક સંદેશ, હવે સરકારના નિર્ણય પર નજર. | ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMS પરીક્ષાનું પેપર લીક મામલો: આવેદનપત્ર આપવા વિદ્યાર્થીઓ ચાણક્ય ભવન પહોંચ્યા. | સાયબર ફ્રોડમાં પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં! હવે માત્ર 1930 પર કોલથી નોંધાશે E-ZERO FIR. | વંદે ભારત એક્સપ્રેસમાં મોટા ફેરફારો: નવી રૂટ અને ટાઈમિંગ જાહેર, અમદાવાદના મુસાફરોને મળશે મોટી રાહત. | સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે! ધોરણ-1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ ફરજિયાત નથી. | પાંચ વર્ષ જૂનો બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી એલ.સી.બી.ની સતર્ક કામગીરીથી આરોપી ઝડપાયો. | સહકાર ક્ષેત્રે જામનગરને નવી ઓળખ: આધુનિક મુખ્ય કચેરીનું લોકાર્પણ વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું. | જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. | તારીખ : ૨૮/૦૭/૨૦૨૬ નુ ન્યૂઝ પેપર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૪૨ વાર જોવાયેલ 2 કલાક પેહલા

મારું શહેર જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.

જામનગરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા, ₹1.52 લાખથી વધુનો મુદ્દામાલ કબજે.

જામનગર શહેરમાં જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા સાત શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન, મોટરસાઇકલ અને જુગારના સાધનો સહિત કુલ ₹1,52,850નો મુદ્દામાલ કબજે કર્યો છે.

મળતી માહિતી મુજબ, એલ.સી.બી. સ્ટાફના ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર અને કિશોરભાઈ પરમારને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગર શહેરના વાંબે આવાસ બ્લોક નં. 2 નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડી પાસા વડે જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસે ₹17,850 રોકડ, જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ઘોડી પાસા (2 નંગ), બે મોટરસાઇકલ (કિંમત અંદાજે ₹1,00,000) તેમજ 7 મોબાઇલ ફોન (કિંમત અંદાજે ₹35,000) મળી કુલ ₹1,52,850નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે ઘનશ્યામભાઈ ડેરવાળીયાની ફરિયાદના આધારે એ.એસ.આઈ. અરજણભાઈ કોડીયાતર દ્વારા સંબંધિત આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

  • અસલમભાઈ અબ્બાસભાઈ બાબવાણી (ઉ.વ. 42), રહે. વાંબે આવાસ, જામનગર
  • નવસાદભાઈ વલીમામદભાઈ સુધાગુનીયા સુમરા (ઉ.વ. 48), રહે. ગુલાબનગર, જામનગર
  • જાવેદભાઈ જુનુસભાઈ સુંભાણીયા વાઘેર (ઉ.વ. 38), રહે. ધરારનગર-2, પંજેતની ચોક, જામનગર
  • સામળાભાઈ કારાભાઈ સઠીયા ગઢવી (ઉ.વ. 38), રહે. વાંબે આવાસ, જામનગર
  • ફિરોજભાઈ કાદરભાઈ સોહરવર્દી ફકીર (ઉ.વ. 32), રહે. વાંબે આવાસ, જામનગર
  • કાદરભાઈ અબ્બાસભાઈ બાબવાણી સુમરા (ઉ.વ. 38), રહે. ધરારનગર-2, જામનગર
  • રહીમભાઈ જુસબભાઈ બાબવાણી સુમરા (ઉ.વ. 36), રહે. કનસુમરાગામ, તા.-જી. જામનગર

આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.વી. ભાટીયા તેમજ જામનગર એલ.સી.બી.ની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડી હતી. પોલીસે જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે જિલ્લામાં સતત કાર્યવાહી ચાલુ રાખવાની પણ સ્પષ્ટતા કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ