જાહેરાત
તાજા સમાચાર
સોશિયલ મીડિયામાં અશ્લીલ અને ધમકીભરી કોમેન્ટ કરનાર દ્વારકા જિલ્લાના ૧૨ શખ્સની અટકાયત | ભાણવડના ડુંગરાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસનો સપાટો | જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયા | કાલાવડના મોટા પાંચદેવડા ગામે વૃદ્ધ દંપતી પર ધાડ-લૂંટનો આરોપી સાત મહિના બાદ ઝડપાયો | અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું ભક્તિનગર સ્ટેશન, મુસાફરોને મળશે વિશ્વસ્તરીય અનુભવ. | જામનગર-ધ્રોલ માર્ગે ખનીજ વિભાગનો સપાટો: ૬ ડમ્પર સહિત રૂ. ૨.૧૦ કરોડનો મુદ્દામાલ કબજે. | ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ભયાનક અકસ્માત: લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા 13 લોકોના મોત | જામજોધપુરના મોટી ગોપ પાસે રેઢી પડેલી કારમાંથી ૫૮૮ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો અંધારાનો લાભ લઈ આરોપી ફરાર: પોલીસે રૂ. ૧૮.૯૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો. | જામનગર જિલ્લા પુસ્તકાલયમાં વિમાન નિર્માતા મનુભાઈ પારેખની તસવીરનું અનાવરણ. | રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટ સક્રિય: કેન્દ્ર, યુપી સરકાર અને મંદિર ટ્રસ્ટને નોટિસ, SIT પાસેથી માંગ્યો સ્ટેટસ રિપોર્ટ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર કાલાવડના મોટા પાંચદેવડા ગામે વૃદ્ધ દંપતી પર ધાડ-લૂંટનો આરોપી સાત મહિના બાદ ઝડપાયો

કાલાવડના મોટા પાંચદેવડા ગામે વૃદ્ધ દંપતી પર ધાડ-લૂંટનો આરોપી સાત મહિના બાદ ઝડપાયો

જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાના ગંભીર ગુનામાં છેલ્લા સાત મહિનાથી ફરાર રહેલા આરોપીને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી લૂંટ દરમિયાન લઈ જવાયેલ ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચનાથી કાલાવડ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ ગુનાની વિગત મુજબ, તા. ૩૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામની સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના મકાનમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરી લૂંટની ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ વૃદ્ધ દંપતીને લાકડાના ધોકા અને પથ્થર વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યા હતા અને ત્યારબાદ ઘરમાંથી સોનાની બુટી, ચાંદીના દાગીના તથા રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે અગાઉ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા હતા, પરંતુ એક આરોપી સતત પોલીસને ચકમો આપી ફરાર રહેવામાં સફળ રહ્યો હતો. આ ફરાર આરોપીને ઝડપી પાડવા માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કાર્યવાહી આગળ ધપાવી હતી. જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ જે. જાદવ, અલ્તાફ ટી. સમા, ભવદીપસિંહ એ. જાડેજા તેમજ પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ગઢાદરા, રાજદીપસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા અને નિરજકુમાર મુંધવા સહિતની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નીકાવા ગામના બસ સ્ટેન્ડ નજીકથી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ બીલામસીંગ ઉર્ફે દિનેશ રંકસીંગ વેલસીંગ વસુનીયા (ઉંમર ૨૮ વર્ષ), રહે. રાતમાલા ફળિયું, છોટી ઉંટી ગામ, કુન્દલવાસા, તા. જોબટ, જી. અલીરાજપુર (મધ્યપ્રદેશ) તરીકે થઈ છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી બે ચાંદીના સાકળા, બે ચાંદીના પગના પાના, બાળકોના હાથના ચાંદીના કડલા, રૂ.૫૦૦ રોકડા તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ અંદાજે રૂ.૧૬,૫૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. લૂંટના ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તેમજ અગાઉની કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપીની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ કામગીરીથી ગ્રામ્ય વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશો પહોંચ્યો છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ