જાહેરાત
તાજા સમાચાર
જામનગરમાં ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલાયો: પોલીસે રૂ. 2.77 લાખનો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો. | 7 વર્ષ જૂના પોલીસ પર હુમલાના કેસમાં મોટો ચૂકાદો: દ્વારકા કોર્ટમાંથી બંને આરોપીઓ નિર્દોષ છૂટ્યા. | મોદીના ચહેરાનો માસ્ક પહેરી ચોરે મોબાઇલ શોપમાં હાથફેરો કર્યો, 35થી 40 સ્માર્ટફોનની ચોરીથી ભીલવાડામાં ચકચાર. | સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતને મળશે નવી ઓળખ: IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ રિસર્ચ અને ટ્રેનિંગ હબ. | ઉત્તરાખંડમાં ચોમાસાએ મચાવી તબાહી: 100થી વધુ રસ્તા બંધ, બે મકાન ધરાશાયી, બદ્રીનાથ-કેદારનાથ હાઇવે કલાકો સુધી ઠપ્પ; આદિ કૈલાશ અને ઓમ પર્વત યાત્રા સ્થગિત. | નવજાત શિશુઓના આરોગ્ય માટે ગુજરાત સરકારનું ઐતિહાસિક પગલું: ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલમાં આવશે. | પીએમ મોદીએ શિવભક્તોને પાઠવી શુભેચ્છાઓ, ભક્તિ અને શિસ્ત સાથે યાત્રા પૂર્ણ કરવાની અપીલ | જામજોધપુરમાં વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાળકો ફસાયા, સ્થાનિકોની સતર્કતાથી બચ્યા; સમગ્ર ઘટના CCTVમાં કેદ. | શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 650 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,350ને પાર. | જામનગરમાં વિધવા સહાયનો ચેક આપવાના બહાને વૃદ્ધાને લૂંટનાર રીક્ષાચાલક સહિત ત્રણ શખ્સ ઝડપાયા, રૂ.4.18 લાખનો મુદ્દામાલ કબજે. |
પાછા મુખ્ય સમાચાર પર
હેલ્થ ૧૩ વાર જોવાયેલ 2 કલાક પેહલા

હેલ્થ નવજાત શિશુઓના આરોગ્ય માટે ગુજરાત સરકારનું ઐતિહાસિક પગલું: ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલમાં આવશે.

નવજાત શિશુઓના આરોગ્ય માટે ગુજરાત સરકારનું ઐતિહાસિક પગલું: ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર રાજ્યમાં તબક્કાવાર અમલમાં આવશે.

બાળ મૃત્યુદર ઘટાડવાનો મહત્ત્વાકાંક્ષી પ્રયાસ

ગુજરાતમાં નવજાત શિશુઓના સ્વાસ્થ્યને વધુ સુરક્ષિત બનાવવા, કુપોષણ સામે લડવા અને બાળ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો લાવવાના હેતુથી રાજ્ય સરકારે ‘અમૃતપાન અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો,  અરવલ્લી જિલ્લામાં સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ હવે આ અભિયાનને સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર અમલમા, આ માટે રાજ્ય સરકારે રૂ. 2.55 કરોડની મંજૂરી આપી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું આ અભિયાન નવજાત શિશુઓના જીવનને વધુ સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી,

આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને GMERS સોલા મેડિકલ કોલેજના ટેકનિકલ સહયોગથી શરૂ કરાયેલા પાયલટ પ્રોજેક્ટે ખૂબ જ હકારાત્મક પરિણામો આપ્યા, અભિયાનના અમલ બાદ જિલ્લામાં માતાઓ દ્વારા નવજાત બાળકોને સમયસર સ્તનપાન કરાવવાનો દર નોંધપાત્ર રીતે વધ્યો, સાથે જ બાળકોમાં કુપોષણના કેસોમાં ઘટાડો થયો હતો અને શિશુ મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો, આ સફળ પરિણામોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે સમગ્ર ગુજરાતમાં આ મોડેલ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો,

અભિયાનને અસરકારક બનાવવા માટે સુવ્યવસ્થિત અમલીકરણ અને ડિજિટલ મોનિટરિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી, રાજ્યની સંલગ્ન મેડિકલ કોલેજોના કોમ્યુનિટી મેડિસિન વિભાગો સમગ્ર અભિયાનનું માર્ગદર્શન અને મોનિટરિંગ કરશે, ફિલ્ડ લેવલ પર કાર્યરત ફીમેલ હેલ્થ વર્કર (FHW) અને ફીમેલ કમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) ને વધુ સક્ષમ બનાવવા માટે SIHFW વડોદરા તેમજ જિલ્લા તાલીમ ટીમો દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ Home-Based Newborn Care (HBNC) અને Home-Based Care for Young Child (HBYC) અંતર્ગત નક્કી કરાયેલા સમયપત્રક મુજબ નવજાત બાળકો અને તેમના પરિવારની ઘર મુલાકાત લઈ વ્યક્તિગત માર્ગદર્શન આપશે,

 

અભિયાનને સંપૂર્ણ પારદર્શિતા સાથે અમલમાં મૂકવા માટે રાજ્ય સરકાર TeCHO+ ડિજિટલ સોફ્ટવેરનો ઉપયોગ કરશે. આ સિસ્ટમ દ્વારા દરેક નવજાત બાળકનું રિયલ-ટાઇમ ડિજિટલ મોનિટરિંગ કરવામાં આવશે, જેથી આરોગ્ય સેવાઓ સમયસર પહોંચે અને કોઈ બાળક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે. સાથે જ Social and Behaviour Change Communication (SBCC) આધારિત પરામર્શ દ્વારા માતા-પિતામાં બાળકના પોષણ અને સંભાળ અંગે જાગૃતિ પણ વધારવામાં આવશે,

‘અમૃતપાન અભિયાન’ પાંચ મહત્વપૂર્ણ સંકલ્પો પર આધારિત, પ્રથમ સંકલ્પ મુજબ બાળકના જન્મના પ્રથમ એક કલાકની અંદર જ માતાનું દૂધ પીવડાવવાનું સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી નવજાતને હાઇપોથર્મિયા જેવી ગંભીર સ્થિતિથી બચાવી શકાય. બીજો સંકલ્પ જન્મથી છ મહિના સુધી બાળકને માત્ર માતાનું દૂધ જ આપવાનો છે, જેમાં પાણી પણ ન આપવાની સલાહ આપવામાં આવે, નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પગલાથી ઝાડા અને ન્યુમોનિયા જેવા જીવલેણ રોગોમાં 35થી 50 ટકા સુધી ઘટાડો શક્ય બને, ત્રીજા સંકલ્પ હેઠળ છ મહિનાથી બે વર્ષ સુધી માતાના દૂધની સાથે યોગ્ય પૂરક અને પૌષ્ટિક આહાર આપીને બાળકોમાં ઠીંગણાપણું (Stunting) અને ક્ષીણતા (Wasting) અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે,

અભિયાનના ચોથા સંકલ્પમાં દરેક બાળકને વય અનુસાર 100 ટકા રસીકરણ મળે તેની ખાતરી કરવામાં આવશે તેમજ કોઈ જોખમી લક્ષણ જણાય તો સમયસર ઉચ્ચ સારવાર કેન્દ્રમાં રેફર કરવાની વ્યવસ્થા રહેશે, પાંચમા સંકલ્પ મુજબ બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું ત્રણ વર્ષનું અંતર જાળવવા માટે માતાઓને યોગ્ય પરામર્શ અને પરિવાર નિયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવશે, નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાંથી માતા અને બાળક બંનેના આરોગ્યમાં લાંબા ગાળે નોંધપાત્ર સુધારો થશે,

 

અભિયાનની અસરકારક સમીક્ષા માટે રાજ્ય સરકારે ત્રિ-સ્તરીય મોનિટરિંગ વ્યવસ્થા પણ ઊભી કરી, રાજ્ય કક્ષાએ પરિવાર કલ્યાણ પ્રભાગ હેઠળ સ્ટેટ ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ દર ત્રણ મહિને અભિયાનની સમીક્ષા કરશે, જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ ત્રિમાસિક પ્રગતિની સમીક્ષા કરશે, જ્યારે જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના અધ્યક્ષસ્થાને દર મહિને અભિયાનની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સરકારને આશા છે કે આ અભિયાનના વ્યાપક અમલથી ગુજરાતમાં નવજાત શિશુઓના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો થશે, કુપોષણ અને બાળ મૃત્યુદર ઘટશે તેમજ માતા અને બાળકના આરોગ્યને વધુ મજબૂત બનાવવાના રાજ્યના પ્રયાસોને નવી દિશા મળશે,

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ