જાહેરાત
તાજા સમાચાર
પાછા મુખ્ય સમાચાર પર
હવામાન ૬૭ વાર જોવાયેલ એક મહિનો પેહલા

હવામાન ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર.

ભારે વરસાદની આગાહીને પગલે ભાવનગર જિલ્લામાં આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર.
ભાવનગર: હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. માનનીય જિલ્લા કલેક્ટરના નિર્દેશ અનુસાર ભાવનગર શહેર અને જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલે રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) હિતેન્દ્રસિંહ પઢેરિયા દ્વારા તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓને આ આદેશનો ચુસ્તપણે અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે વાલીઓને પણ અનુરોધ કર્યો છે કે ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી બાળકોને બિનજરૂરી બહાર ન મોકલે તેમજ હવામાન અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે. ભારે વરસાદની સંભાવનાને પગલે જિલ્લા પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જિલ્લા તંત્રે જણાવ્યું છે.
આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ