જાહેરાત
તાજા સમાચાર
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠયાની નિમણૂક. | ‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારો સાથે કરાવ્યું પુનઃમિલન. | ગુજરાતમાં મેઘમહેરનો કહેર: માંગરોળમાં માત્ર 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, 225 તાલુકાઓમાં વરસાદ; NDRF-SDRF એલર્ટ મોડ પર. | ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ... | હારીજની આશાપુરા સોસાયટીમાં સામાન્ય વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ... | ગુજરાતમાં મેઘતાંડવનો કહેર: સોમનાથ-દ્વારકા માંગરોળ હાઇવે ધોવાયો. | રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી ઘટના.. | સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. | અયોધ્યા રામ મંદિર દાનચોરી મામલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનો આક્રોશ. | ઓખા હોમગાર્ડઝ કમાન્ડિંગ ઓફિસર સંદિપ ખેતીયાની શુભેચ્છા મુલાકાત લેતા ‘સમય સંદેશ’ના રિપોર્ટર હોથીભા સુમણીયા. |
પાછા મુખ્ય સમાચાર પર
હેલ્થ ૪૯ વાર જોવાયેલ એક કલાક પેહલા

હેલ્થ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી.

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી.

77 સંસ્થાઓને નોટિસ, 80 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ, 429 સેમ્પલ તપાસ માટે મોકલાયા

સુરત: શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યપદાર્થો ઉપલબ્ધ થાય તે માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું, આ દરમિયાન શહેરની વિવિધ ખાદ્યપદાર્થોનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ કરતી સંસ્થાઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોગ્ય સંબંધિત અનેક ખામીઓ સામે આવતાં 77 સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે મોટી માત્રામાં અખાદ્ય ખાદ્યપદાર્થોનો પણ નાશ કરવામાં આવ્યો,

મહાનગરપાલિકા દ્વારા FoSCoRIS (Food Safety Compliance through Regular Inspection and Sampling) એપ્લિકેશનના માધ્યમથી ફેર નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, આ અભિયાન દરમિયાન કુલ 153 સંસ્થાઓમાં આરોગ્યલક્ષી ખામીઓ સામે આવી હતી, ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ન કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી કરતાં 77 સંસ્થાઓને સુધારાત્મક પગલાં લેવા માટે સત્તાવાર નોટિસ આપવામાં આવી,

તપાસ દરમિયાન આરોગ્ય માટે અયોગ્ય ગણાતા અંદાજે 80 કિલોગ્રામ અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિવિધ સંસ્થાઓમાંથી ગુણવત્તાની ચકાસણી માટે મોટી સંખ્યામાં ખાદ્યપદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં દૂધ અને દૂધની બનાવટોના 43 સેમ્પલ, ખાદ્ય તેલ અને ઘીના 13 સેમ્પલ, મરી-મસાલાના 29 સેમ્પલ તેમજ અન્ય વિવિધ ખાદ્યપદાર્થોના કુલ 344 સેમ્પલ લેવામાં આવ્યા હતા, આ ઉપરાંત સમગ્ર શહેરમાંથી 429 એન્ફોર્સમેન્ટ અને સર્વેલન્સ સેમ્પલ એકત્રિત કરીને વધુ વૈજ્ઞાનિક તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહીનો હેતુ બજારમાં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા, શુદ્ધતા અને ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવાનો છે,

 

પાલિકાના આરોગ્ય વિભાગે શહેરની વિવિધ દૂધ વિતરણ કરતી લગભગ 15 સંસ્થાઓમાં પણ વિશેષ તપાસ હાથ ધરી હતી. આ સંસ્થાઓમાંથી દૂધના નમૂનાઓ એકત્રિત કરીને પૃથક્કરણ અને ગુણવત્તા પરીક્ષણ માટે મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તપાસમાં દૂધની ગુણવત્તા, ભેળસેળ અને અન્ય આરોગ્ય સંબંધિત માપદંડોની ચકાસણી કરવામાં આવશે,

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રયોગશાળાના પરીક્ષણ અહેવાલો પ્રાપ્ત થયા બાદ જે સંસ્થાઓના નમૂનાઓ ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ ન હોવાનું બહાર આવશે, તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં ભેળસેળયુક્ત અથવા આરોગ્ય માટે હાનિકારક ખાદ્યપદાર્થોના વેચાણ સામે આગામી દિવસોમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે,

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ