જાહેરાત
તાજા સમાચાર
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના જિલ્લા કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ પીઠયાની નિમણૂક. | ‘ઓપરેશન મિલાપ’માં ગુજરાત પોલીસની વધુ એક મોટી સફળતા: માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી પરિવારો સાથે કરાવ્યું પુનઃમિલન. | ગુજરાતમાં મેઘમહેરનો કહેર: માંગરોળમાં માત્ર 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, 225 તાલુકાઓમાં વરસાદ; NDRF-SDRF એલર્ટ મોડ પર. | ગુજરાત બન્યું દેશનું સેમિકન્ડક્ટર હબ... | હારીજની આશાપુરા સોસાયટીમાં સામાન્ય વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ... | ગુજરાતમાં મેઘતાંડવનો કહેર: સોમનાથ-દ્વારકા માંગરોળ હાઇવે ધોવાયો. | રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી ઘટના.. | સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. | અયોધ્યા રામ મંદિર દાનચોરી મામલે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનો આક્રોશ. | ઓખા હોમગાર્ડઝ કમાન્ડિંગ ઓફિસર સંદિપ ખેતીયાની શુભેચ્છા મુલાકાત લેતા ‘સમય સંદેશ’ના રિપોર્ટર હોથીભા સુમણીયા. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૫૨ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી ઘટના..

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી ઘટના..

અર્ધબેભાન શ્રમિક દર્દીને સિક્યુરિટી સ્ટાફે ટીંગાટોળી કરી રોડ પર ફેંક્યો, ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં

 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને શરમાવે તેવી એક ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ દ્વારા અર્ધબેભાન હાલતમાં રહેલા એક શ્રમિક દર્દીને ટીંગાટોળી કરીને હોસ્પિટલ પરિસરની બહાર રોડ પર મૂકી દેવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. દર્દી પ્રત્યેના કથિત અમાનવીય વર્તનને લઈને હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે, મળતી માહિતી મુજબ, અર્ધબેભાન હાલતમાં રહેલા એક શ્રમિકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં હોસ્પિટલના કેટલાક સિક્યુરિટી કર્મચારીઓએ દર્દીને સ્ટ્રેચર અથવા વ્હીલચેરનો ઉપયોગ કર્યા વિના હાથ-પગ પકડીને ટીંગાટોળી કરી હોસ્પિટલ પરિસરની બહાર રોડ પર મૂકી દીધો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેના કારણે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

વીડિયો સામે આવ્યા બાદ નાગરિકો, સામાજિક આગેવાનો અને વિવિધ વર્ગોમાંથી હોસ્પિટલની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ સાથે સંવેદનશીલ અને માનવીય વ્યવહાર થવો જોઈએ, પરંતુ આવી ઘટના આરોગ્ય સેવાઓની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. દર્દીની સુરક્ષા અને ગૌરવ જાળવવાની જવાબદારી હોસ્પિટલ તંત્રની હોવા છતાં આવી ઘટના બનવી દુર્ભાગ્યપૂર્ણ હોવાનું લોકો માની રહ્યા છે, મામલો પ્રકાશમાં આવ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન હરકતમાં આવ્યા હતા. તેમણે દર્દીને તાત્કાલિક ફરી હોસ્પિટલમાં દાખલ કરાવી જરૂરી સારવાર શરૂ કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. ઉપરાંત સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપતાં જવાબદાર સિક્યુરિટી કર્મચારીઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

સિવિલ સર્જને જણાવ્યું હતું કે દર્દીઓ સાથે કોઈપણ પ્રકારનું અમાનવીય અથવા અયોગ્ય વર્તન સહન કરવામાં આવશે નહીં. ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને તેમાં જે કોઈ જવાબદાર હશે તેની સામે યોગ્ય વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ હોસ્પિટલમાં દર્દીઓ સાથે વ્યવહાર અંગેના નિયમોનું પાલન વધુ કડક રીતે થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે, હાલ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ અહેવાલ બાદ જવાબદાર વ્યક્તિઓ સામે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે. ઘટનાએ સરકારી આરોગ્ય સેવાઓમાં સંવેદનશીલતા, જવાબદારી અને દર્દી પ્રત્યે માનવીય અભિગમ જાળવવાની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ