જાહેરાત
તાજા સમાચાર
જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | જાણો, તા. 15 જુલાઈ 2026, બુધવાર અને અષાઢ સુદ એકમનું રાશિફળ. | તારીખ ૧૫/૦૭/૨૦૨૬ નું ન્યૂઝ પેપર. | આસ્થા અને પર્યાવરણ વચ્ચેનું સંતુલન: હિમાલયને બચાવવા હવે ગંભીર નિર્ણય લેવાનો સમય | અષાઢી બીજ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે હરાજી બંધ | ટ્રમ્પનો મોટો યુ-ટર્ન: હોર્મુઝ જળમાર્ગ પરનો 20% સુરક્ષા ટેક્સ રદ, હવે ખાડી દેશો સાથે વેપાર અને રોકાણને મળશે પ્રાથમિકતા | શ્રીમદ્ ભગવદ્ ગીતા – અધ્યાય ૧ : અર્જુન વિશાદ યોગ શ્લોક ૩૪ | ગોધરા સબ જેલની માનવતાભરી પહેલ: આર્થિક રીતે નબળા કાચા કામના કેદીને NGOની મદદથી મળી જામીન, જેલમાંથી મુક્તિ | ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટ બેઠક: જળ સંકટ અને પૂર નિયંત્રણ સહિતના મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા | રેલવેમાં મુસાફરોની ચોરી: અમદાવાદ ડિવિઝનમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર-ઓશીકાની લિનન સામગ્રી ગાયબ |
પાછા મુખ્ય સમાચાર પર
મારું ગુજરાત ૧૩ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું ગુજરાત અષાઢી બીજ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે હરાજી બંધ

અષાઢી બીજ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલે હરાજી બંધ

અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 16 જુલાઈ, 2026ના રોજ તમામ પ્રકારની જણસીની હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. આ અંગે રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે.

બજાર સમિતિએ જણાવ્યું છે કે અષાઢી બીજના અવસરે યાર્ડમાં કોઈપણ કૃષિ પેદાશની હરાજી યોજાશે નહીં. તેથી ખેડૂતો, વેપારીઓ, આડતિયાઓ તેમજ અન્ય સંકળાયેલા તમામ લોકોએ પોતાની જણસી યાર્ડમાં લાવવાનું ટાળવા અને તે મુજબ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.

સમિતિએ વધુમાં જણાવ્યું છે કે આગામી કાર્યદિવસથી માર્કેટિંગ યાર્ડમાં હરાજી અને અન્ય તમામ કામગીરી નિયમિત રીતે શરૂ કરવામાં આવશે. ખેડૂતોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે અગાઉથી જ આ રજાની માહિતી જાહેર કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ