જાહેરાત
તાજા સમાચાર
શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સ 250 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 81 પોઈન્ટ ઘટ્યો; IT, FMCG અને મીડિયા શેરોમાં ભારે વેચવાલી. | ગુજરાત એસટી કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો, હવે 58 ટકા DA સાથે એરિયર્સનો પણ લાભ. | ફરી ગુજરાતના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ | જનરલ ધીરજ સેઠે સંભાળ્યો ભારતીય સેનાના નવા આર્મી ચીફનો કાર્યભાર, સમૃદ્ધ લશ્કરી અનુભવ સાથે નવી જવાબદારીની શરૂઆત | દીકરી સાથે વાતચીત અને અભ્યાસમાં મદદ કરવાનો મુદ્દો બન્યો વિવાદનું કારણ, જામનગરમાં યુવક પર માતા સહિત ત્રણ શખ્સ સામે હુમલાનો ગુનો નોંધાયો. | ધોરાજીમાં મહિલાના ઘર સુધી પહોંચી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના... | આસારામને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો: મેડિકલ જામીનની અરજી ફગાવી, કોઈ વચગાળાની રાહત નહીં | "ઓખા નગરપાલિકાની ઘોર બેદરકારી" : સુરજકરાડી-આરંભડામાં 8થી 10 દિવસે પાણી, ઉનાળામાં પાણી માટે લોકો પરેશાન; નિયમિત વિતરણની ઉગ્ર માંગ. | ગાંધીનગરમાં ₹127 કરોડના ખર્ચે IITEનું અદ્યતન કેમ્પસ સાકાર થશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન ભવન અને હોસ્ટેલનું ભૂમિપૂજન કર્યું. | હારીજમાં ઝાપટપુરા વિસ્તારના નામને લઈને વિવાદ: ઓનલાઈન દસ્તાવેજોમાં ‘ઇસ્લામપુરા’ દર્શાવાતા વિરોધ, મામલતદારને આવેદનપત્ર. |
પાછા મુખ્ય સમાચાર પર
મારું શહેર ૨૭ વાર જોવાયેલ એક કલાક પેહલા

મારું શહેર ઉપલેટામાં ખેડૂતોનો હાઈવે પર ચક્કાજામ: વીજ થાંભલા, ખાતરની અછત અને પાકના ભાવ મુદ્દે સરકાર સામે આંદોલનનો એલાન, કચ્છથી દ્વારકા સુધી પદયાત્રાની ચીમકી?

ઉપલેટામાં ખેડૂતોનો હાઈવે પર ચક્કાજામ: વીજ થાંભલા, ખાતરની અછત અને પાકના ભાવ મુદ્દે સરકાર સામે આંદોલનનો એલાન, કચ્છથી દ્વારકા સુધી પદયાત્રાની ચીમકી?

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત કિસાન સભા અને ગુજરાત કિસાન કોંગ્રેસના સંયુક્ત આહવાન હેઠળ યોજાયેલા હાઈવે ચક્કાજામના કાર્યક્રમથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી, ઉપલેટાના કોલકી રોડ માર્કેટિંગ યાર્ડના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ સરકારની કૃષિ નીતિઓ, જેટકો કંપનીની કામગીરી અને ખેતી સાથે જોડાયેલા અનેક પ્રશ્નોને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન,રસ્તા રોકો આંદોલનના કારણે કેટલાક સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો અને પોલીસ તંત્રને પરિસ્થિતિ સંભાળવા માટે દોડધામ, ખેડૂત સંગઠનોએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું કે જો તેમની માંગણીઓનો સમયસર ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વધુ ઉગ્ર આંદોલન સાથે કચ્છથી દ્વારકા સુધી વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે,

વાવણીની મોસમ શરૂ થઈ હોવા છતાં જૂન મહિનો અપેક્ષા મુજબ વરસાદ વિના પસાર થતા ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો, વરસાદના અભાવે ખેતી માટે જરૂરી ભેજનો અભાવ સર્જાતા અનેક વિસ્તારોમાં વાવણી અટવાઈ ગઈ. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળી પર નિર્ભર રહેવાની ફરજ પડતી હોવા છતાં પુરતા કલાકો સુધી વીજ પુરવઠો ઉપલબ્ધ ન બનતો હોવાના કારણે ખેતી ખર્ચમાં વધારો અને ઉત્પાદન અંગે અનિશ્ચિતતા સર્જાઈ, ખેડૂતોના જણાવ્યા મુજબ કુદરતી પડકારો વચ્ચે સરકાર તરફથી પૂરતું સહયોગ મળવાના બદલે નવી મુશ્કેલીઓ ઉભી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું,

 

આંદોલન દરમિયાન ખેડૂત આગેવાનોએ જેટકો કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા, તેમના જણાવ્યા મુજબ ખેડૂતોની પૂર્વ મંજૂરી લીધા વિના ખેતરોમાં હેવી વીજ લાઈનના થાંભલા ઊભા કરવાની કાર્યવાહી ચાલી રહી, અનેક સ્થળોએ ફળદ્રુપ જમીનમાં વીજ થાંભલા ઉભા થતા ખેતીલાયક વિસ્તાર ઘટી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો, આ ઉપરાંત વીજ લાઈન પસાર થવાના કારણે ભવિષ્યમાં ખેતી કામગીરીમાં અવરોધ ઉભા થવાની સાથે મશીનરીના ઉપયોગમાં પણ મુશ્કેલીઓ ઉભી થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. ખેડૂતોના જણાવ્યા મુજબ જમીનના બદલામાં અપાતું વળતર બજાર કિંમતની સરખામણીએ અત્યંત ઓછું હોવાથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું.ખેડૂતોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં જવાબદાર વિભાગો તરફથી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા આખરે રસ્તા પર ઉતરવાની ફરજ પડી. ઉપલેટાના મામલતદારને અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નો યથાવત રહેતા ખેડૂત સંગઠનોએ લોકશાહી ઢબે ચક્કાજામનું આયોજન કર્યું. ખેડૂત આગેવાનોનું માનવું કે સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓ પ્રત્યે ગંભીરતા દાખવવાના બદલે માત્ર આશ્વાસનો આપી સમય પસાર કરવાની નીતિ અપનાવી રહી.વિરોધ પ્રદર્શન દરમિયાન નકલી અને મોંઘા બિયારણનો મુદ્દો પણ કેન્દ્રસ્થાને રહ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ બજારમાં ઊંચા ભાવે બિયારણ ખરીદ્યા પછી તેની ગુણવત્તા અંગે કોઈ ખાતરી મળતી નથી. અનેક વખત નબળી ગુણવત્તાના બિયારણના કારણે અંકુરણ ઓછું મળતા ખેડૂતોને ફરીથી વાવણી કરવાની ફરજ પડતી, જેના કારણે ખેતી ખર્ચમાં બમણો વધારો નોંધાતો. કૃષિ વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણની અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળતા બદલ પણ ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો.ખાતરની અછતનો પ્રશ્ન પણ ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની રહ્યો. ડીએપી અને યુરિયા જેવા આવશ્યક ખાતરો સમયસર ઉપલબ્ધ ન બનતા ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ફરજ પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા. અનેક સ્થળોએ પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતોને ખાનગી વેપારીઓ પાસેથી ઊંચા ભાવે ખાતર ખરીદવું પડતું હોવાની ફરિયાદો પણ સામે આવી. ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ વાવણીની નિર્ણાયક ઘડીએ ખાતરની અછત ખેતી ઉત્પાદન પર સીધી અસર પહોંચાડી રહી.

પાક પેદાશોના નીચા ભાવનો મુદ્દો પણ આંદોલનનું મુખ્ય કેન્દ્ર રહ્યો. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી માટે બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને મજૂરી સહિતના તમામ ખર્ચમાં સતત વધારો નોંધાતો હોવા છતાં પાક વેચાણ સમયે પૂરતા ભાવ મળતા નથી. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ વસૂલ ન થઈ શકે તેવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે આર્થિક સંકટ વધુ ગંભીર બની રહ્યું. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતી હવે નફાકારક વ્યવસાયના બદલે નુકસાનનો સોદો સાબિત બની રહી.

 

 

સ્થાનિક ખેડૂતોએ સિંચાઈ માટે મળતા વીજ પુરવઠા અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો. હાલ ખેડૂતોને માત્ર આઠ કલાક વીજળી મળતી હોવાના કારણે ખેતરોમાં પૂરતું પાણી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થતી હોવાનો દાવો કરવામાં આવ્યો. ખેડૂતોની માંગ મુજબ સિંચાઈ માટે દસથી બાર કલાક સુધી નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તો વરસાદના અભાવે પણ ખેતી બચાવી શકાય. ખાસ કરીને હાલની વાવણીની મોસમમાં વધારાની વીજળી ખેડૂતો માટે જીવનદોરી સમાન સાબિત બનવાની વાત રજૂ કરવામાં આવી.આંદોલન દરમિયાન કિસાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને એકસાથે કાર્યક્રમો યોજાઈ રહ્યા. સરકાર વીજ કંપનીઓને છૂટો દોર આપીને ખેડૂતોની જમીન પર વીજ થાંભલા ઉભા કરવાની મંજૂરી આપી રહી હોવાના આક્ષેપો સાથે આ નીતિમાં તાત્કાલિક ફેરફાર કરવાની માંગ કરવામાં આવી. સાથે જ નકલી બિયારણ અને જંતુનાશક દવાઓ વેચતા તત્વો સામે કડક કાર્યવાહી, ખાતરની પૂરતી ઉપલબ્ધતા અને પાકને યોગ્ય ટેકાના ભાવની ખાતરી માટે પણ સરકાર પાસે માંગ ઉઠાવવામાં આવી.

ખેડૂતોએ ભાવુક શબ્દોમાં જણાવ્યું કે ખેતી માટે લાખો રૂપિયાનું રોકાણ કર્યા પછી પણ યોગ્ય વળતર ન મળતા અનેક પરિવારો દેવાના બોજ હેઠળ દબાઈ રહ્યા. સતત વધતા ખર્ચ અને ઘટતી આવકના કારણે યુવા ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ સર્જાતું જઈ રહ્યું. કેટલાક વિસ્તારોમાં આર્થિક સંકટના કારણે ખેડૂતો આત્મહત્યા જેવા ગંભીર પગલાં ભરવા મજબૂર બનતા હોવાના મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ખેડૂત સંગઠનોએ સરકારને અપીલ કરી કે માત્ર જાહેરાતો અને યોજનાઓ પૂરતી મર્યાદિત ન રહી ખેડૂતોના પ્રશ્નોનો વ્યવહારુ અને કાયમી ઉકેલ લાવવામાં આવે.

ચક્કાજામ દરમિયાન પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું. વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આંદોલનકારીઓએ પોતાની માંગણીઓ અંગે ફરી એકવાર સરકારને લેખિત રજૂઆત કરી અને સ્પષ્ટ કર્યું કે જો આગામી સમયમાં વીજ થાંભલાના પ્રશ્ન, ખાતરની અછત, નકલી બિયારણ અને પાકના વાજબી ભાવ સહિતના મુદ્દાઓનો ઉકેલ નહીં આવે તો સમગ્ર રાજ્યમાં વધુ વ્યાપક જનઆંદોલન શરૂ કરવામાં આવશે. ખેડૂત સંગઠનો દ્વારા કચ્છના વરવાંડી વિસ્તારથી દ્વારકા સુધી વિશાળ પદયાત્રા, તાલુકા અને જિલ્લા કક્ષાએ વિરોધ કાર્યક્રમો તેમજ રાજ્યવ્યાપી આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી હોવાના એલાન સાથે સરકારને અંતિમ ચેતવણી આપવામાં આવી.....

 

રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી

આ સમાચાર શેર કરો:
સમય સંદેશ મેનુ