ક્રાઇમ ધોરાજીમાં મહિલાના ઘર સુધી પહોંચી પાંચ શખ્સોનો જીવલેણ હુમલો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના...
રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના સામે આવી, ધોરાજીની મોરી મસ્જિદ નજીક જૂની અદાવતના કારણે એક મહિલા પર પાંચ શખ્સોએ ધોકા વડે હુમલો કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી, જાહેરમાં બનેલી આ ઘટનામાં મહિલાને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા હવે તેના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ, પ્રાપ્ત વિગતો અનુસાર, ઈજાગ્રસ્ત મહિલા ફરીદાબેન મજીદભાઈ ગરણાએ અગાઉ વિસ્તારમાં આવેલા એક ગેરકાયદેસર બાંધકામ અંગે સંબંધિત તંત્ર સમક્ષ અરજી, આ અરજીનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હોવાના પ્રાથમિક આક્ષેપો સામે આવ્યા, ઘટનાના દિવસે પાંચેય શખ્સો મહિલા રહેતા ઘરે પહોંચ્યા અને ઉગ્ર બોલાચાલી બાદ ધોકા વડે હુમલો શરૂ,

આરોપીઓ તરીકે નાસીર, ફાતમા, ફૈજાન, રિજવાન અને સિકંદર નામના પાંચ વ્યક્તિઓના નામ સામે, હુમલા દરમિયાન મહિલાને બચાવવાનો પ્રયાસ કરનાર સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હોવાના અહેવાલ, જોકે આરોપીઓએ મહિલાને નિશાન બનાવી મારકૂટ કરતાં વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો, હુમલામાં ફરીદાબેનને હાથ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા આસપાસના લોકોએ તાત્કાલિક તેમને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર ખસેડ્યા, તબીબો દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી,
ઘટનાનો સૌથી મહત્વપૂર્ણ પાસો એ રહ્યો કે સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ, સામે આવેલા ફૂટેજમાં હુમલાખોરો મહિલાના ઘર નજીક પહોંચતા અને ત્યારબાદ હુમલો કરતા દૃશ્યો જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો,

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને પ્રાથમિક તપાસ હાથ ધરી, પોલીસે ઘટનાસ્થળેથી જરૂરી માહિતી એકત્ર કરી તેમજ સીસીટીવી ફૂટેજ કબજે લઈ તેની તપાસ શરૂ, હુમલાના કારણો, ઘટનાક્રમ અને આરોપીઓની ભૂમિકાને લઈને વધુ તપાસ કરવામાં આવી રહી, પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાથમિક માહિતીના આધારે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ અને નામજોગ આરોપીઓની શોધખોળ માટે અલગ-અલગ ટીમોને કામગીરી સોંપવામાં આવી, સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની કાયદેસરની તપાસ આગળ વધારવામાં આવી,
જાહેરમાં બનેલી આ ઘટનાએ ધોરાજી શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા, સ્થાનિક લોકો દ્વારા પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી, હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી અને આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરવામાં આવી....
રિપોર્ટ ફિરોજ જુણેજા ધોરાજી